________________
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : કારણ કે આમ વારંવાર ગમે તેમ કરીએ છીએ, છતાં પાછું એ સોનેરી અક્ષરવાળું પુસ્તક વળી પાછું અમે વાંચવા બેસી જઈએ
છીએ.
૨૬૨
દાદાશ્રી : ના. એટલે આ મારે કહેવું પડ્યું ક્યારે ? આવું કંઈક હોય ત્યારે. નહીં તો એવું છે, ને પુસ્તકનું અપમાન કરવું તે ગુનો છે. પણ જ્યારે આવી વાત નીકળી હોય ત્યારે અપમાને ય કરી નાખીએ અમે, તમારું હિત થતું હોય તો. પુસ્તકનું અપમાન કરવું એટલે શ્રુતજ્ઞાનનું અપમાન કરવા બરોબર છે. પણ તે ગુનો છે. પણ અમુક ટાઈમે જો ગુનો ના કરીએ તો બીજી રીતે અવળે રસ્તે તમે ચાલ્યા જાવ.
તેથી મેં કહ્યું ને કૃપાળુદેવનું એક વાક્ય વાંચવાની જરૂર નથી. છતાં તમને ટેવ પડી હોય તો વાંચજો. નહીં તો વાંચવાનું હોતું હશે, જ્ઞાની પુરુષ મળ્યા પછી ! તમામ શાસ્ત્રો, તમામ વેદો, તમામ ઉપનિષદો, બધું આ પાંચ આજ્ઞામાં આવી જાય છે. સમજાય એવી છે ને આ વાત ?
પ્રશ્નકર્તા : હા, પાંચ આજ્ઞામાં આવી જાય છે બધું !
દાદાશ્રી : નહીં તો કૃપાળુદેવનું વાક્ય હું ના વાંચવાનું કહું ! આવું સરસ વાક્ય, એક એક વાણી કેવી !! પણ બોધરેશન કરીને શું કામ છે ? એ બધું પારાયણ થઈ ગયું, પૂરું થઈ ગયું અને આવી ગયું. આપણે રસ પી લીધો, પછી હવે રહ્યું મહીં ? આપણે જેનો રસ પી લઈએ, પછી આપણી પાસે કશું રહ્યું નહીં ને ?
કપિલમુનિને એ બધાં મોટાં મોટાં મુનિઓ થઈ ગયેલા, પણ ચોખ્ખા બધાં. મેં શાસ્ત્રો વાંચેલા. ચોખ્ખું લખ્યું છે કપિલમુનિએ કે ‘સર્વજ્ઞનું કહેલું હું કહું છું.’ અને પછી છૂટી જાય. પોતે બોધરેશન ના લે, જવાબદારી ના લે, વચ્ચે હું તો લાવનારો છું.’ એમની બહુ ઊંચી સ્થિતિ હતી. પણ છતાં એ માથે લેતાં નથી. કારણ કે એ ભૂલચૂક થાય તો હું શું કરું ? આ તો નર્કે જવાની નિશાની. આ શબ્દ ગૂંથાય નહીં !
અમે ય બોલીએ નહીં, મૌન રહીએ, પણ શું થાય ? તમે અવળે
વાણીનો સિદ્ધાંત
૨૬૩
રસ્તે ચાલ્યા જાવ અને આ અમને ગમે નહીં. ના બોલવું સારું લાગે. હવે આની પાછળ અમારે પ્રતિક્રમણ વિધિ કરવી પડે, પા કલાક અમે શ્રુતજ્ઞાન ઉપર ઘાત કર્યો. એટેક કર્યો તે વિધિ કરવી પડે. તમને અવળે રસ્તે નહીં જવા દેવા.
પ્રશ્નકર્તા : પણ સમર્થન મળતું હોય. તો એમાં એને વાંધો શો ? દાદાશ્રી : ના, એટેક તો કહેવાય જ ને ! આ શાસ્ત્ર એની મેળે બેસી રહ્યું'તું. તમે કેમ, શા આધારે તમે એટેક કરો છો ? ગમે તેવું હતું, તો ય એની મેળે સ્વતંત્ર હતું. એટલે મહીં એટેક કર્યો. અમે એક દોષ જવા ના દઈએ ! એકે એક દોષ ધોઈ નાખવો પડે. આ જાણી જોઈને દોષ કર્યો, નહીં તો આમના મનમાં અવળું ભૂસું પેસી ગયું, તે પાછાં પેલા પુસ્તક વાંચીને માથાફોડ કર્યા કરે. અને એટેક એટલે એટેક ! હું કંઈ ઓછો સમજતો નથી ?! અમારે તો ના કહેવાનું કશું હોય જ નહીં. અમને તો ‘યસ’માં જ મોક્ષ છે. ‘હા’ થી મુક્તિ, પણ કો'ક ફેરો ઊંધે રસ્તે ચડી જતું હોય ગાડું, ત્યારે એમને કહેવું પડે ને ? સમજાયું ને ! મોક્ષ, હસતાં-રમતાં !
પ્રશ્નકર્તા : કોઈ ગમે એટલા પ્રશ્નો પૂછે છતાં આપ તપ્યા વગર હસીને શાંતિથી જે જવાબ આપો છો, એનાથી લોકો આપને માને છે. દાદાશ્રી : એ તો આપવો જ પડે ને !
પ્રશ્નકર્તા : હા, અને તેથી વિશેષ આનંદ થાય છે, બહુ આનંદ થાય
છે.
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં તો એવું છે, જગત આખું ક્રમિકમાર્ગમાં જ..... પણ આવું કો’ક ફેરો અક્રમ આવ્યું છે ! ક્રમિક માર્ગમાં શું કરવું પડે ? એ જ્ઞાની પુરુષ અને એ શિષ્યો કોઈ દહાડો હસ્યા ના હોય બિચારા. પ્રશ્નકર્તા : ત્યાં હસવાનું શા માટે નહીં ?
દાદાશ્રી : શાને હસવાનું હોય ? ત્યાં હસવા કરવાનું ના હોય. ત્યાં