________________
૪૧૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૪૧ ૧ એટલે આપણે તો કહીએ છીએ કે ‘ભાઈ, બોલતી વખતે પુરુષાર્થમાં રહેવું. બોલતા પહેલાં વિચાર કરજો. અને પુરુષાર્થ છે, તમે પુરુષાર્થ ધર્મમાં આવેલા છો. કંઈ કરી શકો એમ છો.’
લશ્કર, લેપાયમાત ભાવોતું ! એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા' કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. ‘તમારે બોલવું જ નહીં' એવું તો આપણે કહી શકાય નહીં. કારણ કે વ્યવસ્થિત છે ને ! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે.
અત્યારે આ સત્સંગમાં જે પદ ગવાય છે, તે રાત્રે ઘેર સૂતાં સૂતાં આવા જ રાગમાં સંભળાય છે કે નહીં ? તે ઘડીએ કોઈ ગાતું હોય તે આપણને સંભળાય છે ! આના જેવું જ સંભળાય. રાગે ય આવો, બધું તાલમાં. પણ એ વાત સાચી છે કે ખોટી છે ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : પણ સાચી ય નથી એ. એવું છે, આપણે કો'કને કહી દીધું કે ‘તમે નાલાયક છો, તમે નાલાયકી કરી, આ ન હોવું જોઈએ.’ અને બીજે દહાડે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તો ય મહીં બીજા ભાવ બોલ બોલ કરે છે ?
પ્રશ્નકર્તા : હા, બોલ બોલ કરે ને ! દાદાશ્રી : શું શું બોલે છે ? પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દો ને, ભઈ.
દાદાશ્રી : ‘નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે.” એ બધા બોલનારા કોણ આ ?
પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : આ બધા પડઘા છે. એ તમે આગલે દહાડે અભિપ્રાય આપ્યો ને, તેનું ફળ છે આ. આપણે પેલું કહ્યું ને, કે ‘તમે નાલાયક છો તમે નાલાયકી કરી એવી વાણી નીકળી, એટલે પેલા લેપાયમાન ભાવો મહીં તૈયાર થઈને બેસી રહ્યા હોય, તે જેવી આપણી વાણી હોય એવા બધા એ લેપાયમાન ભાવો ઊભા થઈ જાય. ‘બહુ ખરાબ છે, આમ છે ને તેમ છે’ ને જાતજાતનું મહીં લેપાયમાન ભાવો આપણને કહ્યા કરે. એ કુદરતી રીતે ઊભા થાય છે. કારણ કે આપણે બહાર બોલ્યા, તેના પરિણામ રૂપે એ ભાવો પુદ્ગલમાંથી ઊભા થાય છે. હવે એને અધ્યવસન કહે છે. તે જગત આખું અહીં જ ફસાઈ જાય છે, આ જ જગ્યાએ એમનું મરણ છે.
મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય ? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. લેપાયમાન ભાવો એટલે આપણે લેપાવું ના હોય તો ય એ લેપાયમાન કરી દે. એથી અમે કહીએ છીએ ને, કે “મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.” એ લેપાયમાન ભાવોએ જગત આખાને લેપાયમાન કર્યું છે અને એ લેપાયમાન ભાવો એ ખાલી પડઘા જ છે. અને તે નિર્જીવ છે પાછાં. એટલે તમારે એનું સાંભળવાનું નહીં.
પણ તે એમ ને એમ જાય એવાં ય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. તો ઉપાય શો કરશો ? આપણે શું કરવું પડે ? પેલા અધ્યવસન બંધ કરવા માટે ? “એ તો મારા ઉપકારી છે' એવું તેવું બોલવું પડે. હવે તમે એવું બોલશો ત્યારે એ અવળા ભાવો બધા બંધ થઈ જાય, કે આ તો નવી જાતનું ‘ઉપકારી’ કહે છે પાછા. એટલે પાછા ટાઢા પડી જશે. !
કેટલાંકની પાછળ બહુ બહુ લેપાયમાન ભાવ હોય, આપણે બંધ કરવા હોય તો ય બંધ ના થાય. આ તો દુનિયા જ એવી છે. આ તો સાવ વગર કામનું મહીં છે જ નહિ. આખું તોફાન જ આનાથી ચાલી રહ્યું છે. આ મન-વચન-કાયાના લેપાયમાન ભાવથી જ ચાલી રહ્યું છે આ જગત.