________________
વાણીનો સિદ્ધાંત
૪૧૩
૪૧૪
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : આ તો બહુ મોટું હથિયાર આપ્યું આપે.
દાદાશ્રી : હા, એટલે આ જે હોય તે તમે સમજી જજો. ગભરાશો નહીં. એ છોને આવે.
તમે કહોને, કે ‘આ ખોટ જાય એવું છે.” એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, ‘આમ થઈ જાય ને તેમ થઈ જાય.’ ‘અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં કહી દીધું. પણ તમે શું કરવા ભસ ભસ કરો છો ?” એટલે આપણે કહીએ કે, “ના, ના. એ તો લાભદાયી છે.” ત્યાર પછી એ બધા ભાવો બેસી જાય પાછાં.
જોખમદારી જાણી લેવી સારી ! આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરા ય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે “આ નાલાયક છે' તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનું ય ના બોલાય, અક્ષરે ય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે “સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.
પ્રશ્નકર્તા : કડવું તો જોઈતું જ નથી.
દાદાશ્રી : કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઈ મારે તો ય એને કડવું ના કહેશો. એને કહીએ કે ‘તારો ઉપકાર માનું છું.' કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો.
જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય
એવી છે, તેનો જશ સારો મળે.
જવાબદારીવાળું જગત ! ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ભાંડે. એ તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઊતરી ગયો ને કેટલો ચઢ્યો ?! જગત ક્યારે ય ન્યાયી બનવાનું નથી અને અન્યાયી ય થઈ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.
આ જગત છે, ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા. તો અત્યારે ના હોય ? આ તો ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી, પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં. બેજવાબદારીવાળું શું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહીં ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશો ય નહીં કોઈનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ! ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે.
શાસ્ત્રોએ કહ્યું કે ખરાબ બોલશો નહીં, ખરાબ વિચારશો નહીં. આપણે વિચારીએ કે આ આવું શા માટે ગા-ગ કરતા હશે ? આ મશીનરી જ એવી છે કે બધું ટેપ થઈ જાય. પછી જ્યારે પુરાવા ભેગા થાય ત્યારે ફજેતો થાય.
પ્રશ્નકર્તા : પુરાવા સંયોગો રૂપે બહાર આવે ?
દાદાશ્રી : હા, સંયોગ ભેગા થાય ત્યારે બહાર આવે અને કેટલાંક પુરાવા તો આપણને મહીં ને મહીં હેરાન કરે. તે ય પણ મહીં સંયોગો ભેગા થાય ત્યારે. એ અંદરના સંયોગો કહેવાય. એ “સાયટિફિક સરકમસ્ટેન્ડિાયલ એવિડન્સ’ છે.