________________
૨૯૪
વાણીનો સિદ્ધાંત
દુર્લભ, દુર્લભ વસ્તુ સુલભ થઈ છે. આ શબ્દો સાંભળવાના ક્યાંથી હોય તે ?
- જ્ઞાની પુરુષ તો આપણા હિન્દુસ્તાનમાં વીસ હજાર જ્ઞાનીઓ છે. પણ એ લોકોને કહેવાના જ્ઞાનીઓ. એ શાસ્ત્રના જ્ઞાની હોય બધે.
બાકી જ્ઞાની તો કોને કહેવાય ? જેનામાં બુદ્ધિ સેન્ટ ના હોય ! આ બધા તો બુદ્ધિશાળીઓ. જરા આપણે કહીએ કે બાપજી, આ વાત તમારી બરોબર નથી લાગતી. તો તે અકળાઈને ઊભો રહે. ફેણ માંડે એટલે આપણે ના સમજીએ કે આ બુદ્ધિવાળો છે? આ તો બધો ભૂસું માલ કહેવાય ! ભૂસું ખાધેલું એવું ?!
આત્માનું કંઈ જ્ઞાન હોય, સમતિ થયેલું હોય તો ઉપદેશ. અને સમકિત ના થયું હોય તો આદેશ કહેવાય. તમે જેમ વેપારમાં ભાગ પાડો છો ને, એવું વીતરાગોએ બધા ભાગ પાડેલા કે આ હોય તો આ કહેવાય. એટલે અમારે ઉપદેશ ના હોય, દેશના હોય. પણ તીર્થકરોની સંપૂર્ણ ફૂલ મૂનની દેશના હોય અને અમારી ચૌદશની !
વાણી, તીર્થકરોની ! પ્રશ્નકર્તા તીર્થંકરની દેશનાને મૌન કહ્યું. ગુણે કરીને એનું પ્રાધાન્ય સમજાવો.
વાણીનો સિદ્ધાંત
૨૯૫ બીજી હરેક મીઠાશ કરતાં ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે.
અરિહંત જ આપે દેશના પ્રશ્નકર્તા : દેશના આપે ત્યારે એ લોકો અરિહંત થઈ ગયેલા હોય ?
દાદાશ્રી : એ તો નિરંતર અરિહંત જ રહે. અરિહંત એટલે જેણે કષાયો નિવૃત્ત કર્યા, એ બધા અરિહંત. અરિ એટલે બીજું કોઈ નહીં, કષાયને અરિ કહ્યા છે. આપણે એને આ વેદાંતીઓ ષડરિપુ કહે છે અને આ જૈનો અરિ કહે છે.
પ્રશ્નકર્તા : તીર્થંકરોને સત્તા હતી નહીં કે સત્તા વાપરતા ન હતા ? દાદાશ્રી : સત્તા હતી જ નહીં. એ બોલે તો ખટપટિયા થઈ જાય. પ્રશ્નકર્તા: પણ પોતાને બોલવું હોત તો બોલી શક્યા હોત ને એ !
દાદાશ્રી : પણ સત્તા હતી જ નહીં, એટલે બોલે શું તે ? એમને બોલવાની સત્તા નથી. એમ એ કહી દે. કારણ કે પોતે પોતાનું પદ કોણ છોડી દે ? નીચે ઊતરવું પડે. કોણ ઊતરી પડે ? સત્તા ત્યાં કિંચિત્માત્ર ઈગોઈઝમ છે. એ એમને હોય નહીં. સત્તા જ ના હોય.
પ્રશ્નકર્તા : લોકોનું ભલું કરવા માટે એમણે સત્તા વાપરવી જોઈએ
દાદાશ્રી : એમની દેશના પોતે બોલતા ન હતા. ટેપરેકર્ડ બોલતી હતી. ટેપરેકર્ડ બોલે એટલે એમને બોલવાનું નહીં ને ? એટલે મૌન જ કહેવાય ને !
દાદાશ્રી : એમનો સત્તા વાપરવા માટેનો દેહ જ ન હોય. એ તો ‘દર્શન કરવાનો' દેહ, છેલ્લાં દર્શન ! વીતરાગ !! સંપુર્ણ વીતરાગ !!! જેમ પૂનમનો ચંદ્ર હોય ને !!! અમે ચૌદશ કહેવાઈએ !
ચાસ્ત્રિ મોહ, ભગવાતતો !
અને સાધુ-સંન્યાસીઓને બધાંને ઉપદેશ હોય. પણ આ સાધુ સંન્યાસીઓને તો આદેશ હોય છે ! ઉપદેશ તો સમકિતવાળા સાધુ થયા હોય ત્યાં હોય. આમને સમકિત નથી, એટલે આદેશ કહેવાય. આદેશ એટલે હુકમ.
ભગવાનનો સ્વર કેવો હતો, વીતરાગોનો ? હે ય, જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેમ ! આપણા મધ કરતાં ય ઉત્તમ ગણાયું છે !
પ્રશ્નકર્તા : તીર્થકરોને કેવળજ્ઞાન થયા પછી ચારિત્રમોહ ના હોય ને ? તે પહેલાં જ હોય ને ?
દાદાશ્રી : તે પહેલાં જ હોય. બારમા ગુઠાણા સુધી હોય. અને