________________
વાણીનો સિદ્ધાંત
૩૯
૪૦
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : સમજે તો ઉકેલ આવે એવો છે.
આપણે કો'કને કહીએ, ‘વિચારીને બોલો છો ?” ત્યારે એ કહે, ‘બધું વિચારી રાખ્યું છે ત્યારે તો બોલાય છે.” પછી ખોટું પડે. ત્યારે શું કહે ? “અરે અવળું જ બોલી ગયો.” અલ્યા, વિચારવું હતું ને ! અને ગાળો ભાંડે છે, ત્યારે ક્યાં વિચાર કરવા જાય છે ?!
અરે, કેટલાંક વકીલો શું કહે ? કે મારે પ્લીડિંગ કરવું હતું, તે થયું નહીં. બીજું થઈ ગયું. એમ બોલે ખરાં ?
પ્રશ્નકર્તા : બોલે.
દાદાશ્રી : અલ્યા વકીલ, જવાબદાર માણસ, આવું બોલો છો ? તમને શરમ નથી આવતી ? ત્યારે કંઈ તે ઘડીએ જીવતા ન્હોતા ? તો બોલ્યું કોણ ? એટલે આનો જવાબ ના આપે પછી. અલ્યા, તું બોલનારો ભૂલ્યો કેવી રીતે ? તું બોલનારો ને તું ભૂલનારો, બે સાથે ના હોય. બોલનાર એ ભૂલે નહીં ને ભૂલનારો એ બોલે નહીં. તો એ શું સૂચવે છે ? કે ધિસ ઈઝ નોટ યોર સ્પીચ. હું બોલું છું એ, ધેટ ઈઝ રોંગ બીલિફ. તો આ વકીલો બોલે છે, તે ઓરિજિનલ ટેપરેકર્ડ નહીં ? કે પોતે જાતે બોલે છે ?
પ્રશ્નકર્તા: એ ય ટેપરેકર્ડ જ છે. પણ ઘણીવાર કંઈક ખોટું બોલી નાખે છે. તો એણે એવું ખોટું ટેપ કરેલું હોય, એટલે એવું નીકળે છે ?
દાદાશ્રી : બીજું શું ત્યારે ?! આ ટેપરેકર્ડ છે. એક ફેરો જે ટાઈપ થઈ ગઈને, એમાં ફેરફાર ના થાય. એટલે આવું છે આ જગત.
એ શોધખોળ તો કર ! માણસ એમ બોલે ખરો ને, કે “મારે નહોતું બોલવું તો ય બોલાઈ જવાયું ?
પ્રશ્નકર્તા : કો'કવાર બને એવું.
દાદાશ્રી : પછી ફરી પાછો બોલે ને, કે “એવું નહીં, આવું આવું?” નહોતું બોલવું છતાં બોલાઈ જાય, એને શું કરે ? બોલ્યા વગર છૂટકો જ નહીં ને ? તો મહીં કોણ બે જણ છે બોલનારા ?
પ્રશ્નકર્તા : ના, ના. એક જ છે.
દાદાશ્રી : બોલે ને ફરી કહે “અરે ભાઈ, મારી ભૂલ થઈ. હું ભૂલથી બોલી ગયો.” અલ્યા, તમે બોલનારા ને પાછા ભૂલથી બોલી ગયા એ શબ્દ ? ત્યારે તું બોલ્યો કે બીજો કોઈ બોલ્યો ? તું નહોતો તો બોલનારો કોણ ? આ નહોતું બોલવું એ કોણ કહે છે ? બોલ્યો તે કોણ ? તું કોણ ? બોલાઈ શી રીતે જવાયું ? આ બધું ખોળને, શોધખોળ તો કર જરા. અલ્યા, તું જ જો બોલનારો હોય તો આવું બને નહીં. પોતે બોલતો હોય તો એવું બે ભાષા વાપરે નહીં. અત્યાર સુધી તમે બોલતા હતા ને હવે બોલી જવાયું? તો શું ન્યુટ્રલ છો, તે આવું બોલો છો કે ‘બોલી જવાયું ? આ બધું વિચાર્યું?
અને પછી પસ્તાવો ય થાય. પોતે બોલે પછી કહે કે, “ભાઈ, મારાથી આ ભૂલથી બોલાઈ ગયું. ભૂલથી બોલી જવાયું.” ત્યારે પસ્તાવો કોણ કરે છે? આ બોલે છે કોણ ? આની પાછળ શી કરામત છે? આનું પૃથક્કરણ કરીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : એ કેમ બોલી જવાયું ?
દાદાશ્રી : એ જ ટેપરેકર્ડ છે, એવી ખાતરી થાય છે કે નથી થતી ? એનું કારણ, આ ટેપરેકર્ડ છે. જેવી ટેપ થયેલી છે ને, તેવી નીકળે. પોતાના હાથમાં નથી આ તો. એ પોતે બોલતો જ નથી. ટેપરેકર્ડ બોલે છે. નહીં તો માણસને ફરી બોલવું ના પડે કે મારી ભૂલ થઈ. હંમેશાં પોતે બોલનારો હોય તો ભૂલ થાય જ નહીં અને ભૂલ થાય છે તો એ પોતે બોલનારો નથી. આ તો બધું ટેપરેકર્ડ મહીં ઊતરી ગઈ છે.
તો એ ફરી બોલી શકાય ? તમને સમજાયું, આ ટેપરેકર્ડ છે એવું? ટેપરેકર્ડ બોલ્યા કરતી હોય