________________
વાણીનો સિદ્ધાંત
પણ કહી દીધું કે તમે અહીં બેઠા છો ને, આ તરત છેકી નાખજો. ટેપ ઉપર ફરી ટાઈપ કરી લે. એટલે આટલું બધું બોલીએ તેમાં કચરો માલ ના નીકળી જાય, બળ્યો ? પણ આપણે પછી ભૂંસી નાખવું પડે.
૩૫૯
અમારી કઈ ભૂલો ?
પ્રશ્નકર્તા : એ ભૂલ થવાનું કારણ શું થતું હશે ?
દાદાશ્રી : થતી નથી, પણ કોઈ ફેરો ગૂંચ પડી જાય. આ પુદ્ગલનું વાતાવરણને ! તેથી એવું એમ જોશથી અમારાથી ના બોલાય કે સંપૂર્ણ સ્યાદ્વાદ છે. ચાર ડિગ્રીએ નાપાસ છું ને, એટલી મહીં ગૂંચવાળી હોય. સંપૂર્ણ સ્યાદ્વાદ નીકળે તો જાણવું કે આ ભવમાં જ મોક્ષે જવાના. અમારી સ્યાદ્વાદ ઘણી ખરી નીકળી છે અને અમુક નથી નીકળતી. એટલે અમે આ ભવમાં મોક્ષમાં નથી જવાના.
કઈ અમારી સ્યાદ્વાદ વાણી નથી ? બધી ઘણી ખરી વાણી સ્યાદ્વાદ જ હોય છે. પણ અમે જે એમ કહીએ છીએ કે ‘આ અમુક ફલાણાઓ આવા છે, તેમ છે', એ અમારાથી ના બોલાય. તમને સમજાવવા માટે, તમને વિગતવાર કહેવા માટે બોલીએ છીએ. એમાં અમને રાગ દ્વેષ નથી. પણ છતાં આવું બોલવું, એ તો સ્યાદ્વાદ ના કહેવાય.
એ એમની જગ્યાએ બરોબર છે. તમે ટીકા શા માટે કરો છો ? છતાં મારે સમજાવવા માટે વાત કરવી પડે છે. અમારે કોઈની નિંદા કરવી નથી હોતી. તમને આની અવળી અસર ના પડે, તમે ઊંધા રસ્તે ના જાવ અને એમાંથી મુક્ત થાવ, એટલા માટે અમે કહીએ.
‘મારણ' અમારી પાસ !
પણ આવું જ તમે ય બોલો તો તમે ગુનેગાર ઠરશો. કારણ કે
અમારી પાસે બધી દવાઓ હોય. એટલે અમે તો ચોખ્ખા ને ચોખ્ખા રહીએ અને તમે કાચા પડી જાવ. એટલે અમે બોલીએ એવું તમારે ના બોલવું. અમે જે કરીએ એવું તમારે ના કરવું. અમારી પાસે દરેક જાતની દવા
વાણીનો સિદ્ધાંત
હોય, વખતે ઉપયોગ વગર એકાદ શબ્દ બોલાઈ ગયો હોય તો, એનું મારે કેટલાંય સાબુઓથી ધોવું પડે બધું. બહુ મોટી જોખમદારી !
૩૬૦
સ્યાાદ ચૂક્યાને...
હું એ તો આ અવતારમાં સાધુ-મહારાજનું આવું બોલું છું. આ આખા જગતના તમામ ધર્મમાર્ગમાં ઊંધું કરી રહ્યા છે. એ બધા માટે હું તો બોલું છું. કેમ જાણે કે આ ધર્મનો રાજા જ હું છું ! પણ આવી રીતે લોકોનું ઊંધું અમારાથી બોલાય નહીં. આમનાથી આ લોકો બધા છૂટવા જ જોઈએ, એટલે બોલીને પણ પાપ વહોરેલાં છે. અને એ પાપ વખતે મારે કંઈ ભોગવવાનાં હોય તો, એ પાપ મારે ભોગવવાં પડે છે. બીજા પાપ નહીં, બીજા મારાં સ્વતંત્ર પાપ તો છે જ નહીં. હવે આવું બોલવું પડે તે ય છે તે અત્યારે શું રહ્યું ? ખાલી હું બોલું છું. આ બોલતી વખત અમે ય જાણીએ છીએ કે આ ઊંધું બોલાય છે. પણ એ શબ્દો બહાર પડ્યા વગર રહે નહીં ને.
પ્રશ્નકર્તા : એ તો દાદા કરુણા ભાવે બોલે છે ને !
દાદાશ્રી : છે કરુણા ભાવે. પણ કરુણા ભાવે પણ આમ ન હોવું ઘટે. આમ અમારી વાણી સ્યાદ્વાદ જ ગણાય. પણ કોઈ ધર્મવાળાને કિંચિત્માત્ર દુઃખ ના થાય, એવું મારું આ વર્તન હોય છે અને પક્ષપાત નહીં કોઈ જગ્યાએ.
હવે આ કોઈ ધર્મ માટે જે કહેવું પડે છે ને, કે આ વાજબી નથી. એવું કહ્યું ત્યાં સ્યાદ્વાદ ચૂકાયો. છતાં વાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે ? કે આ ય વાજબી છે, પેલું ય વાજબી છે, ચોરે ચોરી કરી તે ય વાજબી છે, આનું ગજવું કપાયું તે ય વાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને. ‘ઘાલમેલ કરે નહીંને.’ અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગ આ ખટપટ આવી.
પ્રશ્નકર્તા : પણ એ ય અમારા રોગ કાઢવા માટે ને ! દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છે