________________
વાણીનો સિદ્ધાંત
૩૬૧
વાણીનો સિદ્ધાંત
ને ! અમારો હેતુ અમારી જાત માટે નથી. બધાને માટે છે.
વાણી જુદી, અભિપ્રાય જુદા ! વાણી બોલે, એની પર અભિપ્રાય જુદો. કેવું આ જગત ! વાણી બોલે છે, એની પર અભિપ્રાય કેવો છે ? કે “આવું નથી. આ ખોટું છે. આવું ના હોય.” પણ જુઓને, આ દુનિયા કેવી ચાલે છે ! સાથે બોલીએ એટલે સાથે સાથે જાગૃતિ એ ભણી ચાલે.
પ્રશ્નકર્તા ઃ અને જાગૃતિ હોય.
દાદાશ્રી : હા, કે “આવું ના હોય. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે, જાણ્યું છે, અનુભવમાં પણ આવી ગયું કે નિર્દોષ છે. પણ વર્તનમાં આવું બોલાય છે. વર્તનમાં કેમ નથી આવવા દેતું ? આ વચ્ચે વાણી છે, એ ડખલ કરે છે.
પ્રશ્નકર્તા : પણ આપની તો સતત જાગૃતિ છે.
દાદાશ્રી : જાગૃતિ ખરી. પણ આ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણપદ તો મળે નહીં. વાણી કેવી નીકળે છે ? આમ જોશબંધ.
હવે આ વાણી ક્યારે ભરેલી ? જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી કે “આ દોષિત છે. આ લોકો આવું કેમ કરે છે ? આવું ના હોવું જોઈએ. ધર્મ આવો કેમ હોવો જોઈએ ?' એ ભરેલો માલ છે, તે આજે નીકળે છે. ત્યારનો અભિપ્રાય આજે નીકળે છે અને આજનો અભિપ્રાય સહમત નથી. એટલે આ અમે બોલીએ છીએ, જોડે જોડે આ અભિપ્રાય જુદો રહે છે. બેઉ સાથે ચાલે.
અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે એ દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખી ય બદલાઈ ગયેલી છે. એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું. આ.
પ્રશ્નકર્તા : નિર્દોષ છે, એમ સમજીને બોલો છો ?
પ્રશ્નકર્તા : તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવાં પડે ?
દાદાશ્રી : પણ ના બોલાય. શબ્દ ય બોલાય નહીં. એવો વાંકો શબ્દ ય કેમ બોલ્યા ? સામો તો છે જ નહીં, અહીં આગળ. સામાને દુ:ખ થતું નથી અને તમારે બધાને વાંધો નથી, કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે. પછી હવે વાંધો નથી. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા ? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દ ય ના હોવો જોઈએ.
આ દુનિયામાં બધા નિર્દોષ છે. પણ જો આવી વાણી નીકળે છે ને ?! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એકંય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે ? આપણે શું ફરજિયાત છે ? કોઈનું ય ના બોલાય. એની પાછળ તરત એના પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે, તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.
પ્રશ્નકર્તા : તમે તો છટાને છૂટા જ રહો છો, વાણી બોલો ત્યારે. પણ તો પછી શા માટે પ્રતિક્રમણ ?
દાદાશ્રી : છૂટા છે, એટલે પ્રતિક્રમણ “મારે’ નહીં બોલવાનું. આ અંદરના અંદર, જે કરે ને, જે બોલેને, તેને જ કરવાનું, ‘તમે પ્રતિક્રમણ કરી લો.’ અને તમારે ય એવું જ છે. આ પ્રતિક્રમણ તે, ‘તમારે’ નહીં કરવાનું. ‘ચંદુભાઈને કહી દેવાનું. જેણે અતિક્રમણ કર્યું કે, તેણે જ પ્રતિક્રમણ કરવાનું.
પ્રશ્નકર્તા : તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો ?
દાદાશ્રી : પ્રતિક્રમણ પછી કરવું પડે. ભૂલ, જ્ઞાનસંબંધી ના હોય. કો'કને સાદ્વાદના વાંધામાં અટવાઈ જતો હોય, એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદ્વાદ હોય ત્યારે કડકાઈ ના થાય. બિલકુલ સંપૂર્ણ સ્યાદ્વાદ. આ તો સ્યાદ્વાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્વાવાદ કહેવાય નહીં ને ! એટલે કેવળજ્ઞાન થાય, ત્યારે સંપૂર્ણ સ્યાદ્વાદ ! આમાં તો કો'કનો હાથ કે આંગળી કપાઈ જાય !
દાદાશ્રી : હા.