________________
૧૩૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૩૫ બહાર પડ પડ કર્યું છે. ત્યારે કોઈ મને પૂછે કે ‘તમે આખો દહાડો બોલો છો તે તમારું વીર્ય ?” હા. કારણ કે બોલે એટલે વીર્ય બહાર જ નીકળે હંમેશાં. પણ આ અમારું વીર્ય કેવું છે ? એ બહાર નીકળે છે ને એ કૉઝીઝ (કારણ સ્વરૂપે) નીકળે છે. એટલે આવતા ભવે એ વીર્ય પાછું મજબૂત થઈ જાય ઊલટું.
વ્યક્ત કરે વાણી, અનુભવ દશા ! પ્રશ્નકર્તા : વાણી એવું સાધન છે કે અંદર શું અનુભવ થાય છે, એ વ્યક્ત કરવાનું ?
દાદાશ્રી : બીજું શું ત્યારે !
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ આખી અનુભવમાં વર્તે છે, ત્યારે એમના શબ્દો પણ એ અનુભવ સુધી પહોંચાડી શકે.
દાદાશ્રી : તો જ “જેમ છે તેમ' વાણી નીકળે ને ! સ્પષ્ટવેદન થાય ત્યારે વાણી નીકળે, એકાદ વાક્ય સાચું. નહીં તો એકેય સાચું ય ના નીકળે. આ તો કંઈ વિચારીને બોલતો'તો હું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ તો ટેપરેકર્ડ વાગ્યા કરતી'તી. વિચારીને બોલું, તો કેટલી વાર લાગે એક વાક્ય બોલવું હોય તો ? અને ‘કરવું હતું' તેને બદલે ‘કરવી હતી’ થઈ જાય ને પાછું એને સુધારવાનું !
પ્રશ્નકર્તા : આ સ્પષ્ટવેદન અનુભવ, એ અનુભવ પદ, આ ટેપરેકર્ડનું સાચું વાક્ય નીકળવું. એનું કનેકશન શું છે ?
દાદાશ્રી : સ્પષ્ટવેદનથી બધું જ એને હોય, બધી જ સિદ્ધિઓ હોય !
પ્રશ્નકર્તા : બરોબર બેસી ગયું. ભૂલેશ્વર તો જેણે જોયેલું હોય એને ગમે તે પૂછો, તો એ બરોબર ચોક્કસ કહે અને વાંચેલું હોય તો ભૂલો પડે.
દાદાશ્રી : અરે, વાંચેલું હોય કે નકશો ચીતરેલો હોય, તો ય ભૂલો પડે. ભૂલા જ પડેલા છે. આખું જગત જ ભૂલું પડેલું છે.
બિલિફમાં ઊતરે, તે સાચું ! પ્રશ્નકર્તા: આપ અમને બોધ આપો છો, જે કંઈ પણ...
દાદાશ્રી : આ બોધ ના કહેવાય. આ તો બોધકળા છે. બોધ તો આત્મા સંબંધમાં હોય ત્યાં લાગે. આ બીજી બધી વાતો તો આત્માસંબંધી નહીં ને !
પ્રશ્નકર્તા : પણ આપની વાણી અમારા આવરણ તોડતી હશે ને ?
દાદાશ્રી : આવરણ તોડી નાખે, જેટલું સાંભળો એટલું આવરણ તૂટે જ ને !
પ્રશ્નકર્તા : એટલે અમને આપની વાણીનો કઈ જગ્યાએ વિસ્ફોટ થતો હશે ? અંદર શું પ્રક્રિયા થતી હશે ?
દાદાશ્રી : જ્યાં આગળ, જે આત્મપ્રદેશને આવરણ છે, જે આવરણ તૂટે, ત્યાં એ દેખાય, હું જે કહું છું તે દેખાય. એ તમને ખાતરી થઈ જાય. તમને આવરણ તૂટ્યું એટલે તમે સમજ્યા, આ અમારા શબ્દ બોલવાથી, કે ‘ભઈ, આ છે તે સ્પેસના આધારે આ બધું છે, આ મનુષ્યોનાં મોઢાં ને એ બધું ય.’ હવે એ આવરણ બીજાને ના તૂટ્યું હોય તો એને ખબર ના પડે.
પ્રશ્નકર્તા : આપની વાણીથી આવરણ તૂટ્યા, તો એની અસર શી થઈ ?
દાદાશ્રી : આવરણ તૂટ્ય માટે બિલિફમાં આવ્યું. પણ જ્ઞાનમાં નથી આવ્યું. જ્ઞાનમાં પોતાને ક્યારે આવે ? પછી એવું રૂપ અનુભવ થાય ત્યારે એ જ્ઞાનમાં આવે. પણ આ વાણીથી આવરણ તોડીને બિલિફ ઊભી થાય, આ માન્યામાં આવી જાય, પ્રતીતિ થાય કે આ ખરું જ છે. આવરણ તોડે અને પ્રતીતિ થાય, બેઉ સાથે થાય.