________________
૨૫૮
વાણીનો સિદ્ધાંત
શબ્દો સર્યા, સિદ્ધાંતમાંથી...
હવે પારિભાષિક શબ્દો એમાં કોને સમજણ પડે છે આ બધી ? કેટલા લોકો આ પારિભાષિક શબ્દો સમજતા હશે ? અને બધા લોકો પારિભાષિક શબ્દોમાં જ લખે. પોતાની ભાષામાં લખેલું એક મને પુસ્તક દેખાડો. કારણ કે પારિભાષિક શબ્દોનો પુરેપૂરો અર્થ સમજાઈ જાય, આખો સિદ્ધાંત સમજાઈ જાય, ત્યાર પછી પોતાની ભાષાનો શબ્દ નીકળે. એમ ને એમ નીકળે નહીં. પછી એ ગમે ત્યાંથી બોલે તો સિદ્ધાંત જ હોય.
પેલું તો શાસ્ત્રના આધારે જ બોલવું પડે. અને શાસ્ત્રમાં ભૂલચૂકવાળું હોય તો બોલવામાં ય ભૂલચૂકવાળું નીકળે. અને આ તો ગમે ત્યાંથી બોલે તો ય સિદ્ધાંત. કારણ કે એક માણસે જોયેલી વસ્તુ હોય. અને એમને પૂછ પૂછ કરે તો આમની પૂછો તો આમની કહે અને આમની પૂછો તો આમની કહે. ગમે ત્યાંથી પૂછે તો ય કહે. અને પોતાની ભાષામાં કહે. એ ઓછું ભગવાન મહાવીરની ભાષામાં કહે ?
પારિભાષિક શબ્દ કોઈ પણ વાતને તરત સમજવા ના દે. એટલે અમારી વાણીમાં પારિભાષિક શબ્દ ના હોય. કારણ કે મૂળમાંથી ઉત્પન્ન થયેલી છે.
બીજા બધા પુસ્તકોમાં પારિભાષિક શબ્દો કેમ છે ? મેં કહ્યું, એ તો લોન ઉપર લીધેલું જ્ઞાન છે. અને આ તો દર અસલ જ્ઞાન છે. બીજમાંથી નીકળેલું જ્ઞાન છે આ. પેલું ડૂંડાનું જ્ઞાન છે, ફળનું જ્ઞાન છે. લોન ઉપર લીધેલું, પેલા લીધેલા શબ્દો એનાં એ જ પાછા અહીં મૂકે. એનું એ જ ચાલ્યુ છે ને. બીજું શું ચાલે છે ?!
તે પારિભાષિક શબ્દો છે ને, સેટ થવાં જોઈએને. એ એડજસ્ટ થવાં બહુ મુશ્કેલ છે. અમે પારિભાષિક શબ્દ રાખ્યો નથી. પારિભાષિક શબ્દો કોણે રાખેલા કે જેને એક્ઝેક્ટ અનુભવ નથી થયાં તેણે રાખેલા. જેને એક્ઝેકટ અનુભવ થયો તે પોતાની ભાષામાં ગમે તે બોલે.
જૈત, શબ્દો છે, પણ મત તથી !
પ્રશ્નકર્તા ઃ તમારો જે પ્રોસેસ છે, એમાં સીમંધર સ્વામીની આરતી
વાણીનો સિદ્ધાંત
દીવો, પછી પ્રતિક્રમણ એ બધું જૈન શાસ્ત્રને અનુસરીને છે ને ?
દાદાશ્રી : એ તો આમાં વેદાંતનું ય હોય, જૈનનું હોય. શબ્દો છે એ તો બધા. શબ્દો કોઈને લાગતા નથી. જૈન ફીલોસોફી કોને કહેવાય કે આપણે એક મતનાં થઈ ગયાં હોય તો. આ મત નથી, આ શબ્દો તો એના એ જ છે ને ? વિજ્ઞાન હોવું જોઈએ ને ? શબ્દ જોડે ઝઘડા છે તમારે ?
પ્રશ્નકર્તા : આ મહાવીરનું જૈન તત્ત્વ છે, એ બુદ્ધિથી સમજાય એવું
છે.
૨૫૯
દાદાશ્રી : બુદ્ધિથી સમજાય નહીં તો પછી કામનું જ શું છે એ ? તત્ત્વ એનું નામ કહેવાય કે બુદ્ધિથી સમજાવું તો જોઈએ જ. કોઈ પણ માણસ મહાવીરનું તત્ત્વ બુદ્ધિથી પોતે સમજાવી શકે નહીં, સમજી શકે. પણ એક આંકડો ય બીજાને સમજાવી ના શકે. એમને જ સમજણ નથી પડી, ત્યાં આગળ શું ? એક આંકડો ય નથી સમજણ પડી. એ તો કલ્પના છે બધી. અહંકારની આખી જોગ્રોફી છે. આપણું જ ચિતરામણ આ ઓસ્ટ્રેલિયા ને આ અમેરિકા ! અહંકારની જોગ્રોફી !
અક્રમ જ્ઞાતી પુરુષ, જીવતું ઉપતિષદ...
અમે બોલતું ઉપનિષદ, જીવતું ઉપનિષદ કહેવાઈએ ! પેલું પુસ્તક કહેવાય. એટલે ક્યું ઉપનિષદ સાચું ? જીવતું ઉપનિષદ સાચું. એટલે અત્યારે અમારા શબ્દો જો સાચા માને તો એનો ઉકેલ આવશે અને પેલા શબ્દો બુદ્ધિથી લખેલા છે અને આ બુદ્ધિ વગરનાં શબ્દો છે.
પ્રશ્નકર્તા : ઉપનિષદની શ્રુતિ મેં વાંચેલી છે. ભગવદ્ગીતા પરની કોમેન્ટ્રી મેં વાંચેલી છે અને સાંખ્ય ભાષ્ય પણ મેં વાંચ્યા છે. પણ દાદાના સત્સંગમાં આવ્યા પછી એ ભાષ્ય પણ કોઈક કોઈક જગાએ ખોટા દેખાય છે. કારણ કે એમાં છે ને પોતાની રીતે જ અર્થ કરી લીધેલો છે.
દાદાશ્રી : બસ, બસ એવું જ છે.
પ્રશ્નકર્તા : હા, એમાં કાં તો કહેનારનું કહેવાનું જુદું હોય ને