________________
વાણીનો સિદ્ધાંત
૩૯૭
પાછી સુધારવી છે, તે આપણે સુધારી નાખો.
કવિરાજ લખે છે ને, કે ‘“કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવળી ભાષા.”
હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તો ય વાણી સુધરી જાય.
આ પોલીસવાળા બધાને પકડી ગયા હોય કંઈ ગુનો થયો હોય તો, પોલીસવાળા ત્યાં બધાને બેસાડે, તો કોની વાણી વધારે અકળાટવાળી નીકળે ? ત્યાં કોઈ કઠોર બોલે ?
પ્રશ્નકર્તા : ના. એ નહીં બોલાય. દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા : પેલી બીક રહે છે, એટલાં ખાતર કઠોર ના બોલે. દાદાશ્રી : તો એને છૂટો મૂક્યો, એટલે કઠોર બોલે છે !
પ્રશ્નકર્તા એટલે સામો આપણને નબળો લાગે તો ત્યાં કઠોર વાણી નીકળે, એવું ?
દાદાશ્રી : હા. અને કેટલાકની વાણી એવી હોય કે સામો જબરો હોય તો ય કડક વાણી નીકળે. પોલીસવાળા પાસે બેઠો હોય ને, તો ય કંઈક નવી જ જાતનું બોલે, તૃતિયમ બોલે. પછી પોલીસવાળો દંડો ના મારતો હોય, તે પછી માર માર કરે. હવે પોલીસવાળા પાસે ય અજુગતું બોલે ત્યારે જાણવું કે આ કેક છે. મહીં માટલામાં ફાટ પડી ગઈ છે, મહીં પાણી ટપકવા માંડ્યું. આપણા લોકો કૈક કહે છે ને, એનો શો અર્થ ? કે ભઈ, આ માણસ તો કેક છેઆને જવા દો. પાણી ભરેલું હોય ને, તો ય માટલામાંથી ધીમે ધીમે નીકળ્યા કરે. એ વાણી ફાયદો ના કરે, નુકસાન જ કરે. એટલે જ્યાં જ્યાં જેવું શોભે ને, એવું જ બોલાય. પોલીસવાળા પાસે તો કોઈ મોટો કલેક્ટર ગયો હોય તો ય ના બોલે. કારણ કે એકવાર તો એ ઝડી નાખે, પછી જોઈ લેવાશે. જો દેહની પડેલી હોય તો ! ના પડેલી હોય તો વાંધો નથી.
૩૯૮
વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : આપે કહેલું કે નાનો બાળક હોય એની પાસે આપણે કેવી રીતે બોલીએ છીએ, એ રીતની વાણી હોવી જોઈએ.
દાદાશ્રી : હા. એ રીતની. ત્યાં કેમ સાચવીને બોલે છે ! નાનું બાળક હોય તો કાઉન્ટર પુલી નાખીને બોલે. ગુસ્સો થયેલો હોય તો ય તરત ફેરવી નાખે.
તંતીલી ભાષા... પ્રશ્નકર્તા : તંતીલી ભાષા એટલે શું ?
દાદાશ્રી : રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે “ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !' એ તાંતો. પછી બોલે, તે વાણી ય એવી તંતીલી નીકળે. પંદર વર્ષે એ માણસ-ગુનેગાર મળ્યો હોય, ત્યાં સુધી તમને યાદે ય ના હોય. પણ પંદર વર્ષે એ ભેગો થાય કે તમને યાદ આવે, બધું તૈયાર થઈ જાય, એનું નામ તાંતો કહેવાય.
ત્યાં મૃદુ-ઋજુ ભાષા... પ્રશ્નકર્તા : “કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે, તો તેનાં પ્રત્યે મૃદુ-ઋજુ ભાષા બોલો.” એટલે એનો વાંક ના જુઓ, એવું ?
દાદાશ્રી : એનો તો વાંક જોવાનો ના હોય. એ કઠોર બોલે ને આપણે મૃદુ-જુ બોલીએ.
પ્રશ્નકર્તા : એ કઠોર હોય, એનું હૃદય બહુ એવું હોય.
દાદાશ્રી : એ આપણે જોવાની જરૂર નથી. એ કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ. કારણ કે આપણે છૂટવું છે. એને ગમે તે કરવું હોય એ કરે. એને બંધાવું ગમતું હોય કે છૂટવું ગમતું હોય તો એ જાણે. પણ આપણે તો છૂટવું છે. એટલે છૂટવાનો કામી બંધાવાની શરતો સ્વીકારે નહીં. અને સામો માણસ એગ્રીમેન્ટ કરાવી લેવા ફરતો હોય, એ કઠોર બોલે એટલે આપણે કઠોર બોલીએ, એ બંધાવાની શરત થઈ. આપણે તો