________________
૩૯૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૯૫ માટે પેલો પેલાને ઠસાવી દે, એ અવર્ણવાદ કહેવાય.
કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય ? પ્રશ્નકર્તા ઃ હોય ને !
દાદાશ્રી : ને થોડું અવળું ય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. ‘આવી બાબતમાં જરા એવાં, પણ આ બીજી બાબતમાં બહુ સારાં.” આવું હોવું જોઈએ.
- અવર્ણવાદ - પરોક્ષ કે મૃત્યુ પામેલાતો !
પ્રશ્નકર્તા : “હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.” (નવ કલમો)
આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ?
દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી. પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું.
અત્યારે રાવણનું અવળું ના બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને ‘ફોન’ પહોંચી જાય. ‘રાવણ આવો હતો ને તેવો હતો” બોલે, તે તેને પહોંચી જાય.
આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની
વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને ય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. જોખમ છે એમાં, બહુ મોટું જોખમ છે.
તે વખતે પહેલાંના ‘ઓપીનિયન’થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે.
એક શબ્દ, સજાર્યું મહાભારત ! એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ ‘આંધળાના આંધળા' આ શબ્દ તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું. આ જ મુખ્ય કારણ ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને ? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે છે ?
પ્રશ્નકર્તા : એક શબ્દ ઉપર જ આ બધું ઘમસાણ થઈ ગયું !!
દાદાશ્રી : એક શબ્દ ઉપર જ આ બધું થયેલું છે. એ શબ્દ જ ના નીકળ્યો હોત ને તો શું થવાનું નહોતું. માટે શબ્દ બોલવામાં તો બહુ જ કંટ્રોલ હોવો જોઈએ. જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવો શબ્દ ના બોલાય. એના માટે રોજે રોજ અભ્યાસ કરવો જોઈએ. એટલે માણસે સાચવવું જોઈએ.
કઠોર ભાષા ! પ્રશ્નકર્તા : વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય ?
દાદાશ્રી : એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી. લોકોને બીવડાવવા માટે, ફફડાવવા માટે.
પ્રશ્નકર્તા : એટલે આપણે એને પોષણ આપેલું. દાદાશ્રી : આપણે મોટી કરી હતી, ખરાબ કરી હતી. અને આપણે