________________
૧૭૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૭૯
છે, જગત કેવી રીતે ચાલે છે, ભગવાન શું છે ? આવા તમામ પ્રકારના ગૂંચવાડા વિશે અહીં આગળ પૂછાય. ગૂંચવાડાનું સમાધાન થાય તો કામ લાગે.
અહીં આગળ આખા વર્લ્ડનું સાયન્સ છે, તમામ શાસ્ત્રોનું સાયન્સ છે. આખા જગતનાં બધાં શાસ્ત્રોના ખુલાસા તમને અહીં મળે. વેદાંત એકલું નહીં, ભગવદ્ ગીતા એકલી નહીં, પણ મુસલમાનોનાં, જૈનોનાં, બધાનાં શાસ્ત્રોના ખુલાસા ભેગા થાય ત્યારે સાચી વાત માલૂમ પડે. હાથીનું એક બાજુનું વર્ણન હોય, તો હાથી ના કહેવાય. બધી બાજુનું વર્ણન જોઈએ ત્યારે હાથી થાય. અને સંસાર વ્યવહારના ય ગમે તેવા પ્રશ્નો હોય તો ય ખુલાસા થઈ જાય. અને એ ખુલાસા થાય ત્યારે આપણું મન સ્થિર થાય, પછી મન ઝાવાંદાવાં કરે નહીં, નહીં તો આ મન તો નર્યા પઝલ ઊભાં કરે.
પહેલાં ખુલાસો ખપે ! આપણા ઘરની લાઈટ જતી રહે એટલે આપણે કેન્ડલ સળગાવીએ, પણ લાઈટ આવે એટલે કેન્ડલ હોલવી ના નાખીએ ? એટલે મારે જરૂર શી, એ કેન્ડલની ?! હેય.... ફૂલ પ્રકાશ ! આખા વર્લ્ડની વસ્તુ દેખાય બધી અને લાખો પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નોના એક્કેક્ટ જવાબ મળે છે. અમને કંઈ ઓછા પ્રશ્નો પૂછાયા હશે ?
પ્રશ્નકર્તા : બહુ પૂછાયા હશે.
દાદાશ્રી : એક જગ્યાએ પંદરસો-બે હજાર માણસ બેઠું હશે, તેમાં પ્રશ્નોની ઝડાઝડી બહુ થઈ. મેં છૂટ આપી હતી. મેં કહ્યું'તું કે ખુલ્લા દિલથી જેને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. બે-ત્રણ દહાડા સુધી ખૂબ પ્રશ્નો થયા. અત્યારે એ લોકો મને ભેગા થાય છે કે, દર્શન કરવા આવે. ત્યારે મેં પૂછયું, ‘તમે જ્ઞાન લીધું ?” ત્યારે એ કહે છે, “નથી લીધું, જ્ઞાન તો લેવાનું છે. પણ જ્ઞાન લીધા વગર જ તમારી વાત અમને પરિણામ પામી.’ મેં કહ્યું, ‘શું પામ્યા ?” ત્યારે એ કહે છે, “અમે જે પ્રશ્નો કર્યા હતા ને, એનો ખુલાસો થયો ને, એ ખુલાસા જ કામ કરી રહ્યા છે. અમને મહીં અજબ શાંતિ આપે છે. બીજા કશાની ય અમારે જરૂર નથી. કારણ કે ક્યાંય અમારા આવા ખુલાસા થયા ન હતા. જે ખુલાસો જોઈતો હતો તે કોઈ કરી શકયા ન હોતા.” એવું બને ખરું કે નહીં ?
અહીં સમજાય, તમામ શાસ્ત્રો ! પ્રશ્નકર્તા : એ ચેતનતા વગર ખુલાસા નથી મળતા.
દાદાશ્રી : પછી અમેરિકામાં એક વિજ્ઞાની હતો. એણે જેટલાં પ્રશ્નો પૂક્યા એના જવાબ આપ્યા. એટલે મને કહે છે, ‘તમે તો ઓક્ઝર્વેટરી છો વર્લ્ડની.” એના બધા પ્રશ્નોના ખુલાસા થઈ ગયા. હું સાયન્ટિસ્ટોને બધું આપવા તૈયાર છું, પણ એ ભેગા થાય તો ને ! આખા વર્લ્ડના સાયન્ટિસ્ટો ભેગા થઈને આવે તો બધું આપવા તૈયાર છું. આખું વર્લ્ડ આમ આગળ વધી જાય એટલું આપવા તૈયાર છું. મન શી રીતે ઊભું થયું, બુદ્ધિ શી રીતે ઊભી થઈ, ચિત્ત શી રીતે ઊભું થયું, અહંકાર શી રીતે ઊભો થયો, જગત શું