________________
[૨] સત્તા શોધકને
શાંતિ કરાવે એ સાચા ઉપદેશક !
પ્રશ્નકર્તા : જીવનમાં શાંતિ જોઈએ, તો એ શાંતિ કઈ રીતે મળે ? દાદાશ્રી : ઉપદેશક સાચો મળે તો. સાચો ઉપદેશક કોને કહેવાય ? જેનામાં અશાંતિ હોય જ નહીં. બિલકુલે ય ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના હોય, જે પૈસા લેતા ના હોય, વિષય અને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, ત્યાં સાચી શાંતિ મળે. બીજી જગ્યાએ શાંતિ હોય જ કેવી રીતે ? અત્યારના આ તો ઉપદેશક જ કહેવાય નહીં ને !
શાંતિ વધે, ક્લેશ થાય નહીં, એનું નામ ધર્મ કહેવાય. આ તો બધા ધર્મ જ નથી. આ તો (ન્યુઝ)પેપરના જેવું. આ નવાં પેપરો ! આને ધર્મ કેમ કહેવાય ? આટલો આટલો ધર્મ કરે છે. તો ય ક્રોધ-માન-માયા-લોભ, એ નબળાઈ એટલી ને એટલી જ રહે છે. તમને કેમ લાગે છે ? અશાંતિ ઓછી ના થવી જોઈએ ? સાબુ ઘાલીને કપડાંનો મેલ ઓછો ના થાય ? એટલે આ માર્ગ ન હોય.
વાણીનો સિદ્ધાંત
૧૮૧
એમાં ભૂલ કોતી ?
આ લોકો બધા ચાલે છે, બધી ધર્મની વાતો કરે છે, એમાં એવું ય અક્ષરે ય સાચો છે ? એમ પૂછો તો ખબર પડે કે એવું ય અક્ષર સાચો નથી આમાં. આ બધી વાતો ચાલે છે, કલ્પિત વાતો છે બધી ! કલ્પિત વાત ને સાચી વાતમાં ફેર ખરો ?
પ્રશ્નકર્તા : ઘણો ફેર.
દાદાશ્રી : અને અત્યારે તો બધા જ ધર્મો બેસૂરા થઈ ગયા, ત્યારે તો આ દશા થઈ લોકોની. નહીં તો ધર્મ સુખ આપ્યા વગર રહે જ નહીં. ભલેને જ્ઞાન ના હોય. પણ ધર્મ એનું નામ કહેવાય કે સુખ આપે જ. ત્યારે તો એ જ ધર્મ દુઃખ આપે છે, ચિંતાઓ કરાવે છે. ત્યારે એ ધર્મની ભૂલ થઈ હશે કે કરનારની ભૂલ થઈ હશે ?
પ્રશ્નકર્તા : કરનારની. ધર્મની કંઈ ભૂલ ના હોય.
દાદાશ્રી : ત્યારે કરનાર કહે છે કે સાહેબ અમે શું કરીએ ? અમને જેવો ઉપદેશ મળ્યો છે, એવું અમે કરીએ છીએ.
મેં બે જણાને કહ્યું, ‘અલ્યા, તમે આ શું કરો છો ? ત્યારે એ કહે, ‘આ ફલાણા સંતની કેટલી બધી સમજ છે !' અલ્યા ભઈ, એ તો સ્થૂળ વાત છે. આ સમજીને તો તમે આગળ આવ્યા છો. હવે તમે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સમજો. આ તો સ્થૂળ વાત છે. બિચારા ઉપલાં થ૨માં છે, ફર્સ્ટ લેયરમાં છે. અને તમે તો કેટલાંય લેયરની નીચે સૂક્ષ્મમાં આવ્યા છો. તમે તો ડેવલપ થયેલા છો. સાચી વાત તો સમજવી જ પડશે ને ?
સુધરે તે સાચું !
પ્રશ્નકર્તા : મારે એટલું પૂછવું છે કે આ જે બધી કથાઓ થાય છે, એનું ફળ કેટલું પહોંચે ?
દાદાશ્રી : એ તો એવું છે ને, કિન્ડર ગાર્ટનનાં છોકરાંઓને ત્યાં મેટ્રિકવાળાને બેસાડીએ તો વખત નકામો જાય કે સારો જાય ?