________________
વાણીનો સિદ્ધાંત
૫૪૧
૫૪૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : ત્રણ-ચાર વરસથી ખબર પડી ગઈ. દાદાશ્રી : પછી એ ટેવ પડેલી તું સંઘરે નહીં ને ! પ્રશ્નકર્તા : એમનું મારે ખોટું ય નહીં લગાડવાનું.
દાદાશ્રી : ખોટું તો ના લાગે. પણ બધાં ય સમજી ગયેલા કે ખોટું લગાડવા જેવું નહીં આમાં, તો ય ત્યારે મીઠું લાગતું નથી. ખોટું તો લાગે જ છે પણ પેલું ખોટું નહીં. જુદું પડી જાય, એવું ખોટું નહીં.
એ જો છોડી દે તો બહુ થઈ ગયું. વાણી ય સુધરી જાય તરત. ટેવ છે બોલે છે, એનાથી બગડે છે આ. હવે એ શું કહે છે ? મારે રહેવા દેવી છે વાણી !
સુધરી જાય. અગર તો આ બધા લોકો-મહાત્માઓ સાંભળે તો વાણી સુધરી જાય. સાંભળીને ખરાબ લાગે તેનો વાંધો નથી, પણ સાંભળે. આ તો સાંભળતા જ નથી ને ! એટલે આ કાને સાંભળે ને પેલે કાને કાઢી નાખે તરત, ‘એ તો એમને ટેવ છે', કહેશે ! હવે ખરેખર એઝેક્ટ ગાળો ભાંડેને, તે તો આ કાને કાઢી ના નાખે. એની અસર પેલાને થાય, માટે એ ગાળ યુઝફૂલ (!) ગણાયને ! જે અસર કરનારું છે, એ યુઝફૂલ (!) કહેવાયને અને આ શબ્દો તો અસર જ ના કરે ને !
લોકોને જે ભાષા ગમતી નથી તેવી વાણી બંધ થઈ જાય, તો વાણી સુધરી જાય. લોક સાંભળવા જ તૈયાર નથી ત્યાં આગળ !
પ્રશ્નકર્તા: સાંભળનારને શું અસરો પડે ? મેં સાંભળવાનું છોડી દીધું તો મને ગેરલાભ કે લાભ ?
દાદાશ્રી : વળી ગેરલાભની તો કોઈ તપાસ કરતું હશે ? કોઈને લાભની પડેલી નથી. અમારું નુકસાન કરે એવું બોલો, પણ તે સારું બોલો. લાભનો તો કોઈ વિચાર કરતો હશે ?
પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈને એવું લાગે કે ભઈ, મને આવું મફતીયું કોણ ગાળો દઈને આગળ લાવે ? એવો વિચાર કોઈને આવેને ?
દાદાશ્રી : એ વિચાર તમે કેમ ના સંઘર્યો ત્યારે ? તો બીજો કોણ સંઘરે ? કડવું લાગે ત્યાર પછી ખસી જાય પાછાં. અત્યારે એવું લાગે ‘તું. અમારું ખાઈ જા, પણ મીઠું બોલ.” એમ લોક કહે.
કોઈ સંઘરે નહીં, એક અક્ષરે ય સામો સંઘરે નહીં આમાં. એ આખી જિંદગી બોલે પણ કોઈએ સાંભળ્યું નથી ને કોઈએ સંઘર્યું ય નથી. ત્યારે એ ય જાણે કે બધા અક્કલ વગરનાં છે આ જાણે કે આવું છે. એટલે બેઉ સામસામી ચાલ્યું.
એટલે આવી વાણી છોડી દે તો ઉકેલ આવે. કારણ કે લોક સાંભળતા નથી. એ તો બહુ જ ખોટું કહેવાય. એકંય માણસ એવો ખોળી લાવો કે જે સાંભળતો હોય. આણે કહ્યું ને કે “એ તો એમને ટેવ જ પડી છે !” તને કેટલાં વરસથી ખબર પડેલી કે એમને ટેવ પડેલી છે ?
પ્રશ્નકર્તા : ના કાઢવી છે બધી.
દાદાશ્રી : ના. પણ આ રહેવા દઈને સુધારવી છે ? આ લોકોને વઢવાનું તો ખરું જ.
પ્રશ્નકર્તા : ના. પણ હવે વાણી બધી કાઢવી જ છે..
દાદાશ્રી : હા, તો આ વાણી કાઢી નાખે, તો બધું બંધ થઈ જાય. તો પછી ફર્સ્ટ કલાસ થઈ જાય. પછી જે વાણી બોલશો, તે બધા સાંભળશે. ‘ભઈ, શું કહો છો ? મને કંઈક સલાહ આપો.” એમ ઉલ્ટાં કહેશે લોક ! આ તો ઘણાં ફેરા સાચી સલાહ હોય તો ય માર ખાઈ જાય છે. કારણ કે પેલાં લોકોએ એમ જ નક્કી કરેલું હોય છે કે ‘આ ટેવ પડેલી છે.” એટલે સાંભળે જ નહીં ને ! હું સમજી જઉં કે આ સલાહ સાચી હતી, ભલા આદમીની.
આ તો એમની મહેનત કરેલી નકામી જાય અને કશો ય સ્વાદ પડે નહીં. કોઈ અડે નહીં ને ! સાચું હોય તે ય માર્યું જાય છે. અને ગામમાં તો એમને એક ઓળખાણવાળો સામો મળ્યો. તેને શું કહ્યું એમણે ખબર છે ? ‘અલ્યા, તું હજુ જીવે છે ? મર્યો નથી ?” હવે આ વાણી જ આવી ! સામો ચીઢાય ઉલ્ટો. બધાંયની જોડે એક જ જાતનું બોલે.