________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
શબ્દ બોલો છો, પણ તેની પાછળ બિલિફે ય તમારી એવી જ છે અને મારી બિલિફ ના હોય. મારે શબ્દ તરીકે બોલવા જોઈએ. તે વ્યવહાર છે, એટલે બોલવું પડે. અત્યારે કોઈ મને પૂછે કે ‘તમે કોણ છો ?” તો હું કહું કે ‘એ. એમ. પટેલ'. પણ મને એવી બિલિફ ના હોય.
“અમે' એ વળગણ વિહોણા ! એટલે ‘આ કોણ બોલે છે તમારી જોડે ! આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. હું બોલતો નથી. એક શબ્દય મારો નથી આ, એટલે શબ્દ જ્યારે એની રચના થઈ હશે, તે દહાડે મારે કંઈ એની જોડે સંબંધ ખરો. પણ અત્યારે, રચના થયા પછી મારો સંબંધ રહ્યો નથી.
આ અહીં જે બોલે છે, એ ટેપ બોલે છે. ત્યારે તમે બોલો છો, તે યુ ટેપ જ છે. એટલે મારી ય આ ટેપ છે. અને તમારી ય આ ટેપ છે. મને આનું વળગણ નથી ને તમને વળગણ છે.
સંબંધ માત્ર રચતા વેળાએ... પ્રશ્નકર્તા: ‘અત્યારે રચના થયા પછી મારો સંબંધ રહ્યો નથી.’ એ શું કહેવા માગો છો ?
દાદાશ્રી : શબ્દની રચના થાય, તે દહાડે અમારો સંબંધ ખરો કંઈક. અને રચના થયા પછી ફળ આપે, તે દહાડે અમારે સંબંધ નહીં. જેમ આ કર્મ બાંધે, ગયા અવતારે કૉઝીઝ બાંધે, તે ઘડીએ આપણો સંબંધ ખરો. ફળ આપતી વખતે આપણો સંબંધ નહીં.
- ટેપરેકર્ડ જે ઘડીએ થાય ને, તે ઘડીએ એના માલિક ખરાં. હા, ટેપરેકર્ડ કરતી વખતે પોતે એના કર્તા હતા. પણ હવે ટેપરેકર્ડ બોલતી વખતે પોતે એમાં નથી, પોતે એનો માલિક નથી. આ ભ્રાંતિવાળા માલિક થાય અને જ્ઞાની માલિક ના થાય. જે ઘડીએ ટેપરેકર્ડ વાગતી હોય, તે વખતે ભ્રાંતિવાળો એમ કહે છે કે “બોલું છું.’ અને જ્ઞાની ના બોલે કે ‘હું બોલું છું.’ એ કહે કે આ ટેપરેકર્ડ બોલે છે.
જ્યાં સુધી જ્ઞાન ના હોય, તેને “હું બોલું છું' એવું ભાન હોય, ત્યાં
સુધી સંજ્ઞા થયા કરે. ‘હું બોલું છું’ એ ભાન તૂટી જાય કે સંજ્ઞા ઊડી જાય. અમારી અજ્ઞાન દશા હતી ને, તે વખતે અજ્ઞાનદશાની સંજ્ઞા થયેલી. ટેપરેકર્ડ ઊતારતી વખતે આ આત્મદશા નહોતી. તે વખતે સંસારદશા હતી, અજ્ઞાનદશા હતી. ટેપરેકર્ડ જ્યારે ચાર્જ થઈ હતી ત્યારે અજ્ઞાનદશામાં ચાર્જ થયેલી. અને પછી આ ડીસ્ચાર્જ થાય છે. અમને આ જ્ઞાનદશા છે, તેથી ડીસ્ચાર્જ એકલું જ હોય. અમને ચાર્જ ના હોય. કારણ કે આત્મા જાણ્યા પછી, આત્મારૂપ થયા પછી, આત્મા જાગ્રત થયા પછી ચાર્જ ના થાય. ડીસ્ચાર્જ એકલું થયા કરે. એટલે આ ડીસ્ચાર્જ એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
ફેર તમારી - અમારી વાણીમાં ! પ્રશ્નકર્તા: બે દિવસ પહેલાં જ આપે ફરક દેખાડ્યો. આપના ટેપરેકર્ડમાં ને અમારા ટેપરેકર્ડમાં થોડો ફરક દેખાડ્યો.
દાદાશ્રી : શું ?
પ્રશ્નકર્તા ઃ આપે કીધું કે મારે તો માલિકી છે જ નહીં અને તમને હજી થોડી ઘણી માલિકી છે અંદર.
દાદાશ્રી : એ માલિકી નથી હોતી, પણ એટલી હજી સ્પષ્ટતા નથી થઈ. એ ય સ્પષ્ટતા કાળે કરીને થાય. ઘણાં કાળ પછી, આત્માનું સ્પષ્ટ વેદન કર્યા પછી થાય. એ વેદન કર્યું જ છૂટકો ને ? જેમ કોઈ માણસ નથી કહેતા, ભોગાવલી કર્મ છે, તે ભોગવવા આવવું પડ્યું ? એવું આ એક ભોગાવલી કર્મ કહેવાય. કારણ કે જાણ્યા પછી રહ્યું શું ? ભોગાવલી. એને ચારિત્રમોહ કહેવામાં આવે છે.
એ બધું ટેપરેકર્ડ જ ! પ્રશ્નકર્તા : આપ જે બોલો છો, અને તમે ટેપરેકર્ડ નીકળી એમ કહો છો. હવે એ તમારું સાંભળીને અમે બીજાને સત્સંગની વાત કરીએ, તે વખતે અમે જે બોલીએ એ ય ટેપરેકર્ડ કહેવાય ? કે શું કહેવાય ?
દાદાશ્રી : જોવા જાય તો, બોલ માત્ર ટેપરેકર્ડ છે. પણ હવે એ તો