________________
વાણીનો સિદ્ધાંત
૭૮
વાણીનો સિદ્ધાંત
માલિક ઉપર આધાર રાખે છે ને !
પ્રશ્નકર્તા : આ તમારું સાંભળેલું અત્યારે અમે બોલીએ છીએ, તો આ અમારી ટેપરેકર્ડ પહેલાં આવી ઉતરેલી હશે એટલે નીકળે છે ?
દાદાશ્રી : એવું હોય ત્યારે જ ને ! નહીં તો બીજી બને નહીં ને ! નવું બને નહીં ને !
પ્રશ્નકર્તા : પણ અહીં સાંભળ્યા પછી જ અમે બોલી શકીએ, એ શું કહેવાય ?
દાદાશ્રી : ત્યાં ય સાંભળ્યા પછી જ ટેપ કરવાની હોય ને ? ટેપરેકર્ડ ત્યાં થતી વખતે ! સાંભળ્યા પછી જ ટેપ કરવાની હોય ને ! એ કંઈ નવું ઓછું છે બધું ?! બધું જ જૂનું છે આ.
પ્રશ્નકર્તા : એટલે તમારું નિમિત્ત મળે તો જ પછી પેલી અમારી ટેપ ખૂલે છે, એમ ? ધારો કે તમે અમને આખો સત્સંગ કહ્યો હોય અને હવે હું સાંજે જઈને વાત કરું, તે તમારી સાંભળેલી જ વાત હું કરતો હોઉં ને ?
દાદાશ્રી : તમારી ય ટેપ ઊતરી ગયેલી તો છે જ. આ સાંભળવાનું નિમિત્ત જ રહ્યું બાકી. આ નિમિત્તથી ઓપન થાય છે.
પ્રશ્નકર્તા : હવે એમાં જે કેટલીક કરેક્ટનેસવાળી વાણી જેની નીકળતી હોય, એ પણ એનું પહેલાંનું છે ?
દાદાશ્રી : નવું ના થાય કશું. કારણ કે રિહર્સલ થયા પછીનું આ જગત છે. આ રૂપક છે અને રિહર્સલ યોજનારૂપે હતું. બસ આટલો જ ફેર. પણ છે એની એ જ વસ્તુ. ફ્રેમ તેની તે, ડીઝાઈન તેની તે, ફોટો તેનો તે, પણ પેલું રિહર્સલ યોજનારૂપે હતું ને આ રૂપકમાં છે.
એવું બોલે છે, એ તો ડબલ અહંકાર છે.
તું જે જે વિચારીશ, તે અહંકાર છે. તું જે જે બોલીશ, તે અહંકાર છે. તું જે જે કરીશ, તે અહંકાર છે. જગતનું જે જે જાણીશ, તે અહંકાર છે. જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી શું વળે ? વાણીનું માલિકીપણું એ જ મોટામાં મોટો અહંકાર છે. દેહનું માલિકીપણું તો સહેજે ય સાધારણ રહે, પણ ‘મૂળ આત્મા” જ વાણીમાં વર્તે !
જે જે બોલે છે, જેટલું જેટલું બોલે છે, એ બધો જ ખુલ્લો અહંકાર છે. ફક્ત સ્યાદ્વાદ જે વખતે બોલે જ્ઞાની પુરુષે ય, તે વખતે એમનો અહંકાર નહીં, પણ એ જો કંઈ બીજું બોલે ને, તો એમનો અહંકાર જ નીકળે છે. એ નીકળતો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર કહ્યો છે. જેટલું બોલે છે, એ બધું અહંકાર જ છે. બોલવાની જરૂર ના હોય તો ય બોલી ઉઠે છે, નહીં ?
પ્રશ્નકર્તા : બીજાનું કલ્યાણ થાય એમાં.
દાદાશ્રી : એ બરાબર છે. બીજાનું કલ્યાણ થાય એનો વાંધો નહીં. પણ જ્યાં કલ્યાણ ના થવાનું હોય ને બીજી બાબત હોય ને ત્યાં ય બોલી ઉઠે, “ના આમ કરવાનું, તમે નથી જાણતાં'. જેટલું બોલે છે ને, એ બધો અહંકાર છે. મહાવીર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને જ્ઞાની પુરુષની સ્યાદ્વાદ વાણી, ચાદ્વાદ એટલે શું કે બધા સાંભળે પણ કોઈને એમ ના લાગે, અમારી વિરુદ્ધનું બોલ્યાં. મુસ્લીમ હોય, બીજા હોય, બધાને ગમે. એ સ્યાદ્વાદ કહેવાય. નિરાગ્રહીવાળી અને સર્વ સાપેક્ષને લેનારી. તે ભગવાનની વાણી કેવી સરસ !
વર્તનમાં ખુલ્લો અહંકાર બહુ દેખાતો નથી. વર્તનમાં તો કો'ક ફેરો આપણે લગ્નમાં ગયાં હોય અને “ચંદુભાઈ, આવો પધારો.' તે વખતે આમ થાય ત્યારે આપણને દેખાય કે વર્તનમાં ખુલ્લો અહંકાર દેખાયો. આમ થઈ જાય ને ? લગ્નમાં “આવો આવો’ કહે ને છાતી ફુલાય, એ ખુલ્લું વર્તન છે, ખુલ્લો અહંકાર વર્તનરૂપે. એટલે આ સાધુ-સંન્યાસીઓ વાણી નહીં બોલતા હોય, નહીં ?
' શબ્દ માત્ર અહં શબ્દ માત્ર ઈગોઈઝમ છે. જેટલાં શબ્દો આ દુનિયામાં છે એ બધા ઇગોઈઝમ છે અને વાણી એ ખુલ્લો અહંકાર છે. “મેં કર્યું ને હું કરીશ’