________________
વાણીનો સિદ્ધાંત
૨૬૯ પ્રશ્નકર્તા : આપ બોલ્યાને ‘જેની આજ્ઞા પાળવી છે, એનું અનન્યપણું થવું જોઈએ.’ એ સમજાવો.
૨૬૮
વાણીનો સિદ્ધાંત છે એટલું જ. આપણને એ શબ્દો પર રાગ છે અને એ રાગ છે તેને લઈને આ બધી આશા ના પળાય. એટલે આ શબ્દો બધાનો રાગ છોડી દેવાનો. પછી દાદાના શબ્દો હોય કે ગમે તેના શબ્દો હોય, કશું વળે નહીં. આ શબ્દો ઉપરનો પ્રેમ તો સ્થૂળ પ્રેમ છે, એ નકામો છે, આસક્તિવાળો છે. એ આસક્તિ ના છોડે ત્યાં સુધી મૂળ જ્ઞાનને ટચ ના થવા દે. તે આને શું કરવાનું ? દાદાના શબ્દો હોય કે ગમે તેના શબ્દો હોય, તેને શું કરવાનું?
પ્રશ્નકર્તા : જે પ્રેરણા સ્વરૂપ છે, જ્યાંથી શબ્દો આવે છે, એની કિંમત છે, શબ્દની કિંમત નથી.
દાદાશ્રી : શબ્દો ટેપરેકર્ડ જ છે ખાલી. કોઈ જગ્યાએથી આવતા નથી. તે આને ગા ગા કરીએ, તેનો શો અર્થ છે ? એટલે આ બધો શબ્દમોહ જતો રહે છે, તો દહાડો વળે. શબ્દમોહ એ માણસ પર મોહ કરાવડાવે છે, પક્ષપાતી રાખે છે. અને પક્ષપાત હોય તો દહાડો ના વળે. એટલે દાદા ઉપરનો ય મોહ, મેં ના પાડેલી છે. આ દેહ પર મોહ નહીં રાખવાનો.
પ્રશ્નકર્તા : અમે બહુ નાના છીએ ને, એટલે આવું થવાનું.
દાદાશ્રી : નાના નથી. સહુથી મોટા છો. પણ શી ભૂલ થઈ રહી છે, તે દેખાડું છું. એ જો ભૂલ ભાંગે તો ફર્સ્ટકલાસ થઈ જાય. નાનામોટા હોય નહીં આમાં. આ આવડાં આવડાં બચ્ચાંને કુરકુરિયાં કહેવાય. એ પણ જ્ઞાનમાં રહે છે, એને કુરકુરિયાં ના કહેવાય ?
પ્રશ્નકર્તા : અમારાથી ના કહેવાય એવું.
દાદાશ્રી : હા, પણ મારે તો કુરકુરિયાં જ ને ! એટલે આ દાદા પાસે પાંચ આજ્ઞા પાળવામાં કંઈ અઘરી નથી. ફક્ત જેની આજ્ઞા પાળવી છે, તેમાં અનન્ય આવવું જોઈએ. તમારે બીજું કશું કરવાનું નહીં. તમારે તો અનન્યતા કરી કે ચાલ્યું પછી. આ તો પાણી વચ્ચે આટલો પથરાનો ટુકડો પડી રહ્યો છે, તે ખસેડવાની જરૂર છે. બસ, બીજું કશું નહીં. તે પાણી ઝપાટાબંધ વહેવા માંડે.
દાદાશ્રી : અનન્યપણું એટલે આપણને એમ મહીં પરંતર પામ્યા હોઈએ, પરંતર કે કંઈક વિશેષતા અનુભવી હોય તો પછી ત્યાં અનન્યપણું કરી નાખવું. અને ના અનુભવી હોય તો ત્યાં અનન્યપણું રહેવાનું જ છે. એટલે અનન્યપણું કરે ને તેની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે અને તમારા જેવાને વાર જ ના લાગે. તમારા જેવાને તો એક પાંદડું ખસેડવાની સાથે જ, એક જ દહાડો જો પાંદડું ખસેડી નાખોને, તમને અનુભવ થઈ જશે.
બાકી આ તો અર્થ વગરનું છે. આ દેહની આસક્તિ શા કામની ? લોકો મને કહે, ‘દાદા, તમને જો જો કરવાનું મન થાય છે.” મેં કહ્યું, ‘ના જોઈશ, અલ્યા. નિદિધ્યાસન ઊડી જશે.’ મહીં કેટલાંક તો જો જો કર્યા કરે. જાણે ફૂદું હોય પણ એ એક પ્રકારનો મોહ છે ને. પણ ત્યાં ય અટકવાનું નથી.
પ્રશ્નકર્તા : આ તો દેરાસર તરીકે જોઈએ છીએ. દાદાશ્રી : પણ મારું કહેવાનું કે ત્યાં ય અટકવાનું નથી.
જયાંથી અનુભૂતિ ત્યાં ખપે અનન્ય ભક્તિ !
અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી, અંદર ઊંડા ઊતરી જવું જોઈએ. બીજાની જોડે સરખામણીઓ પણ ન કરવી જોઈએ. સરખામણી કરવાની સહેલી નથી.
એક માણસ અહીં આગળ આવ્યો, તે સાવ સોનાની જણસ લાવ્યો અને બીજો માણસ છે તે રોલ્ડ ગોલ્ડની જણસ લાવ્યો, એ બેઉને સરખું કહે. તો જાણકાર માણસ એને શું કહે ? સરખું દેખાય ખરું બધું, સરખું અનુભવાય ખરું, પણ એમાં કશું વળે નહીં. અને એટલી બધી હદે કાઢતા આવડે નહીં. માણસનું ગજું નહીં. આ દાદાની વાણી જોડે સરખામણી કરવાની શક્તિ કોને છે ? એક પણ માણસ ખોળી લાવો, જેને આ શક્તિ