________________
૨૬૬
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : આ જગતના લોકોનું જે કલ્યાણ થવાનું છે, એમનું જે કામ કરવાનું છે, તો એને માટે વાણી કોણ બોલે ? જ્ઞાન કોણ આપે ? એમનામાં વાણી છે નહીં. આ ટેપરેકર્ડ બોલ્યા કરે છે. વાણી કેવી જોઈએ ? માલિકી વગરની વાણી હોય તો જ મોક્ષ થાય.
મહીં જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે. પણ એ ઉપરીપણું ના કહે છે, “તમે મારા ઉપરી.” મેં કહ્યું, ‘કેમ એમ ?” ત્યારે કહે કે “તમે મને બહુ દહાડા ઊપરી તરીકે ભજ્યો છે. માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો.' મેં કહ્યું, ‘તમે કલ્યાણ કરોને.' તો કહે છે, “મારાથી શી રીતે કલ્યાણ થાય ? મારે તો વાણી નહીં, કશું ય નહીં.’ એટલે ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે “અમે પાત્ર શોધતા હતા, તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનું ય કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વ શક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વીતરાગ છો. તેથી અમે તમને અમારું ય ઉપરીપણું આપીએ છીએ ! ને તમે જગતનું કલ્યાણ કરો !” તે અમે ભગવાનના ય ઉપરી થયા છીએ ! ચૌદ લોકના નાથના, અમે આજે ઉપરી છીએ. સર્વ સિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા, બહુ ફૅદ ફૈદ ના કરીશ. - ભગવાને જાતે કહ્યું છે કે “અમે જ્ઞાનીને વશ છીએ !' ભગતો કહે છે કે, “અમને ભગવાન વશ છે' તો ભગવાન તેમને કહે, “ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.” ભગતો તો ગાંડા કહેવાય. શાક લેવા નીકળે ને થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ ‘ભગવાન, ભગવાન’ એક જ ભાવ. એ ભાવ એક દહાડો સત્ય ભાવને પામે છે, ત્યારે ‘જ્ઞાની પુરુષ” મળી જાય, ત્યાં સુધી ‘તું હી તું હી’ ગાયા કરે અને ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો “હું હી, હું હી’ બધે ગાય ! ‘તું' ને ‘હું જુદા છે, ત્યાં સુધી માયા છે અને ‘તું’ ‘ગયું, ‘તારું-મારું ગયું એટલે અભેદ થઈ ગયા !
ભગવાન તો કહે છે કે, “તું” ય ભગવાન છે. તારું ભગવાનપદ સંભાળ, પણ ના સંભાળે તો શું થાય ? પાંચ કરોડની એસ્ટેટવાળો
વાણીનો સિદ્ધાંત
૨૬૭ છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઈ શું કરે ?! મનુષ્ય પૂર્ણરૂપે થઈ શકે છે, મનુષ્ય એકલો જબીજા કોઈ નહીં, દેવલોકો ય નહીં !
શ્રીમદ્ રાજચંદ્ર શું કહ્યું? કે જેને ભગવાન વશ થઈ ગયા છે, એવા જ્ઞાની પુરુષ એમને ક્યા ક્યા ગુણો ના હોય ? ગર્વ, ગારવતા, અંતરંગ સ્પૃહા ના હોય, ઉન્મત્તતા ના હોય.
પ્રશ્નકર્તા : એ પણ સૂક્ષ્મરૂપે પડી રહે. પણ એ બહુ ઊંચે જાવ ત્યારે એ જાય. ત્યાં સુધી ના જાય.
દાદાશ્રી : પણ એ જતા રહ્યા પછી જ જ્ઞાની કહેવાય. એ જતા રહ્યા પછી જ અમે કહીએ કે આ ટેપરેકર્ડ બોલે છે.
અમારી વાણી સંપૂર્ણ વીતરાગ હોય, સ્યાદ્વાદ હોય. વીતરાગને ઓળખવાની સાદી રીત તેની વાણી છે. જેટલું તમારું ઝવેરીપણું હશે, તેટલી આની કિંમત થશે. પણ આ કાળમાં ઝવેરીપણું જ ક્યાંય રહ્યું નથી. મુંઆ, પાંચ અબજના હીરાની કિંમત પાંચસો રૂપિયા કરે છે, ત્યારે હીરાને જાતે બોલવું પડે કે મારી કિંમત પાંચ અબજની છે. તેમ આજે અમારે જાતે બોલવાનો વારો આવ્યો છે કે અમે ભગવાન છીએ ! અરે, ભગવાનના ઉપરી છીએ, સંપૂર્ણ વીતરાગ !
તા ચાહશો, ‘અમને' પણ ! છતાં અમને ય ચાહવાની જરૂર નથી ને કોઈને ય ચાહવાની જરૂર નથી. આ ચાહ્યા તેથી તો આજ્ઞા નથી પળાતી ને ! મારી જોડે ય ચાહ જોઈએ નહીં ને કોઈની જોડે ય ચાહ જોઈએ નહીં. આ ચાહવાથી આજ્ઞા ઊડી જાય, આ તો સંતો જોડે ચાહ રાખશે, પણ પાછું સ્ત્રી જોડે ચાહ નહીં ? એ ય જરૂર નહીં. એ ચાહ શેને માટે ? પાછું મારા શબ્દો પર ચાહ, એનો અર્થ જ શો છે ?
પ્રશ્નકર્તા : શબ્દોની અંદરના અર્થને ? દાદાશ્રી : ના, એમાં અર્થ જ નથી હોતો. આ તો પેલાં માની લે