________________
૨%
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૧
હોય. સરસ્વતી છે આ તો. પ્રત્યક્ષ સરસ્વતી ! એની શી રીતે સરખામણી કરાય ? આ તો હું જાતે કહું છું. એટલે આ વાણી મારી નથી. ટેપરેકર્ડની વાણી છે. હું એને સરસ્વતી કહું છું. પણ એની સાથે કોઈના એક વાક્યની સરખામણી ના થાય. વર્લ્ડમાં ના થાય આ કોઈ જગ્યાએ. આ તો અજાયબ વાણી છે.
અહીં એક શબ્દ તોલવા જેવો નથી. તોલે તેની બુદ્ધિ મપાઈ જાય. આ પેલા જેવો જ છે, એ જ તોલ કર્યો ! બાકી શબ્દો તો એમાંના જ હોય. શબ્દ કંઈ બીજી જગ્યાએથી લાવવાના છે ? પણ આ શબ્દ ચેતન શબ્દ છે. ચેતન શબ્દ હોય નહીં દુનિયામાં. આ શબ્દ મરેલાને જીવતો કરે ! એટલે આ એક શબ્દ કોઈની જોડે સરખામણી કરવા જેવો નથી. માટે સરખામણી ના કરશો. પણ હવે આ રોલ્ડગોલ્ડ ને પ્યોર ગોલ્ડ એવું. સમજે નહીં ત્યાં સુધી એની જોડે વઢવઢા તો ના જ કરાય ને ?!
મનોહારી, વાણી - વર્તત તે વિનય ! ‘જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રમાત્મા.”
પહેલી વાણી જોઈએ, પછી વર્તન જોઈએ અને પછી વિનય જોઈએ, આ ત્રણે મનોહર જોઈએ. જ્ઞાની પુરુષનું વર્તન બધું આપણા મનનું હરણ કરે એવું હોય, વાણી ય મનનું હરણ કરે એવી હોય અને વિનય પણ મનને હરણ કરે એવો હોય. આવડા મોટા જ્ઞાનીપદમાં છે, પણ આપણા કરતાં વધારે વિનય એ રાખે છે. એટલે મનનું હરણ કઈ ચીજ કરે છે ? આ બધું, વાણી, વર્તન ને વિનય છે, એ બધા મનોહર છે, મનનું હરણ કરી લે. અને મનનું હરણ કરી ગયું, પછી માણસને હરણ કરવાની જરૂર છે ?
| વિનયથી તો માણસ શોભે છે. અત્યારે ઉદ્ધતાઈ કરવા જાય કે હું કલેક્ટર છું, ને આમ તેમ.... તો લોક એને ‘ગાંડો છે, ચક્કર છે,’ કહેશે. અહીં સંસારમાં ય ઉદ્ધતાઈ કરવા જેવી નથી. ત્યારે જ્ઞાની પુરુષ એટલે શું કે આખા બ્રહ્માંડના ઉપરી કહેવાય. તે ઉદ્ધતાઈ કરે નહીં. એ તો બાળક જેવા હોય બિચારા. અહીં તો થોડોક મોટો થયો, કલેક્ટર કે
ઓફિસર થયો તો કેટલી છાતી કાઢીને ફરે. એને ઉદ્ધતાઈ કહેવાય.
અને વિનય તો મોટું પદ છે. વિનય હોય તો મોક્ષે જવાય, નહીં તો મોક્ષમાં જવાય નહીં. વિનય વગર મોક્ષ નથી.
પછી વાણી ય એવી જ જોઈએ. કો'કને ઘા વાગે એવી વાણી શું કામની ? આપણે બોલીએ અને જોડેની રૂમમાં બેઠા હોય તેને અહીંથી વાગે. તેના કરતાં પથરો માર્યો હોય તો સારું એવું કહેત. એવું લોકો કહે છે ને ? કે આવું માર્યું તેના કરતાં પથરો માર્યો હોય તો સારું. પથ્થરનો ઘા રૂઝાય બળ્યો. પણ વાણીનો ઘા રૂઝાય જ નહીં. એટલે વાણી ઊંચા પ્રકારની આવવી બહુ મુશ્કેલ છે. એવી વાણી તો સાધુ-સંન્યાસીઓને ય ના આવડે. બીજા બધા લોકો જોડે સારી વાતો કરે. પણ એના શિષ્યો જોડે કંઈ નવી જ જાતનું વર્તન કરે ! શિષ્ય જોડે ચિઢાય તો આવડું આવડું બોલે.
એટલે ઘરમાં કે બહાર, કોઈને ય ઘા કરે નહીં એવી વાણી જોઈએ. એની વાણીથી ઘરમાં એક માણસને ઘા કરે તો એ બે માણસને ઘા કરે કે ના કરે ? એટલે એની પાસે સામાન છે, એ વાત નક્કી થઈ ગઈ. એવો સામાન જ ના જોઈએ. ત્યારે જ્ઞાની પુરુષમાં એ સામાન ના હોય. વાણી-વર્તન ને વિનય બધું મનોહર હોય.
આ તો ઘણું ય બોલવા જાય પણ સમું બોલાય જ નહીં, બળ્યું ! સમું કરી કરીને બોલવા જાય છે પણ બોલી જાય તો પાછો લપકો બોલી જાય.
પ્રશ્નકર્તા: આવું કેમ થાય ?
દાદાશ્રી : એ આપણી સત્તામાં નથીને ! એ રેકર્ડ છે. એ ગયા અવતારમાં તમે જેવી રેકર્ડ ઉતારી હતી, એવી રેકર્ડ વાગે અને જ્ઞાની પુરુષ તો પોતાની રેકર્ડ ધોતા ધોતા ધોતા ધોતા આવેલા હોય. તે એવી સુંદર રેકર્ડ લઈને આવ્યા હોય કે જગતનું કલ્યાણ કરી નાખે.
પ્રશ્નકર્તા : વાણીનું તો કહ્યું, હવે વર્તનનું કહો.