________________
૨૭૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૩
દાદાશ્રી : વર્તન તો કેટલાંકનાં સારાં ય હોય. વર્તન શેના પર છે ? કે એને કેવું જોવાનું મળ્યું છે, એના પરથી વર્તન હોય છે. આપણે ઘેર જેવું જોઈએ એવું જ વર્તન એને આવડે. જરાક છણકો કરીને ચાલવાનું બે-ચાર જણનું જોયું હોય, એટલે ઘરનાં છોકરાં પાછાં એ ય છણકા કરીને ચાલવાનું શીખે. જોયું હોય એવું શીખે. આ વર્તન જોયેલું હોય છે. અને આ નાના છોકરાં મને પગે લાગી જાય છે, તે બીજાનું જોઈ લે, પછી એઝેક્ટ એ પ્રમાણે દર્શન કરે. વર્તન શિખવાડ્યું ના આવડે. જોઈને આવડે. કોઈનું જોવાથી આવડે. આંખે જોવાથી આવડે. એટલે જ્ઞાનીના અભિનયને આમ જોઈએ, એમનું વર્તન જોઈએ, તો એવું બધું આપણું વર્તન ઉત્પન્ન થાય. પણ જ્ઞાની મળ્યા જ ના હોય અને ડફોળ જ ભેગા થયા હોય તો વર્તન કેવું આવડે ? પછી ડફોળ વર્તન થાય. આ જ્ઞાની પુરુષ તો મળે જ નહીં ને !
એટલે સો વખત લખ્યું છે કે જ્ઞાની પુરુષ મળવા દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ એમ સો વખત દુર્લભ પદ કહ્યું છે. અને કવિએ તો એવું કહ્યું કે સત્યુગમાં જે પુરુષ જડવા મુશ્કેલ છે, જે પુરુષ હોય નહીં, એ આ આવા કાળમાં છે, એ ય અજાયબી છે.
એટલે વાણી જોવી, વર્તન જોવું અને વિનય જોવો. આ ત્રણ જો મનોહર દેખાય તો આપણે જાણવું કે અહીં કંઈક છે. બહાર કપડાં કેવાં પહેરે છે ? એ વાણી, વર્તન અને વિનય એ ત્રણ કપડાં છે. એ કપડાં પરથી જોવું હોય તો ખબર પડે કે આ દુનિયામાં અહીં માલ મળશે કે નહીં, તે આપણને ખબર પડે. જે ખુલ્લાં દેખાય એ કપડાં કહેવાય. વાણી, વર્તન ને વિનય, એ ખુલ્લાં દેખાય કે ના દેખાય ?
આ વાણી, વર્તન ને વિનય જેનાં મનોહર હોય, ત્યાં મોક્ષ થાય. જેની વાણીમાં સ્ટેજ પણ હિંસા હોય, હેજ પણ પક્ષપાત હોય તો મોક્ષ ના થાય. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય, એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. અમારું વર્તન મનોહર હોય ને વિનય તો બહુ ઊંચો હોય.
આ ત્રણ જ શબ્દ છે, આમ દેખાવમાં કશું અઘરું નથી.
હૃદયસ્પર્શી સરસ્વતી ! આ દાદા બોલે છે, તે “હૃદય સ્પર્શી સરસ્વતી’ છે ! આવું કો'ક જ ફેરા બને. વાણી હૃદયે સ્પર્શી ના હોય, એ બધી મનને સ્પર્શીન નીકળેલી બધાની વાણીઓ છે. મનને સ્પર્શનિ નીકળેલી છે એટલે મનની શાંતિ થઈ જાય. પણ દિલ ઠરે નહીં. દિલ ક્યારે કરે ? કે હૃદયે સ્પર્શી વાણી સાંભળવામાં આવે ત્યારે.
હૃદયસ્પર્શી વાણી બોલે, એટલે મારા હૃદયને સ્પર્શીને નહીં, પણ સામાના હૃદયને સ્પર્શે છે. અને મારા તો આત્માને સ્પર્શનિ નીકળે છે. નહીં તો હૃદયમાં તો કોઈનું પેસે નહીં. અને હૃદયસ્પર્શી વાણી હોય એ વાણી બધાને અસર જ કરે. એ વચનસિદ્ધિવાળી વાણી હોય.
એટલે આ વાણી ચૈતન્ય જેટલું બળ આપે. ચેતન જેટલું બળ આપે એટલું જ બળ આ વાણી આપે. કારણ કે ચૈતન્યમય વાણી છે. હવે ચૈતન્યમય વાણી ક્યાંય હોતી જ નથી. પણ આ ચેતનને સ્પર્શ કરીને નીકળે છે એટલે બધું ચૈતન્યમય લાગે છે.
વાણી સમ્યક્ ! પ્રશ્નકર્તા : સમ્યવાણી કહે છે ને, એ ક્યા અર્થમાં ?
દાદાશ્રી : જે વાણી કોઈને દુ:ખ ના આપે, ત્રાસ ના આપે, એ સમ્યકૂવાણી કહેવાય. અને લોકોને ત્રાસ આપે, એ કઠોર વાણી કહેવાય. તમને કઈ વાણી ગમે છે ?
પ્રશ્નકર્તા : સમ્યફવાણી.
દાદાશ્રી : હા. એટલે સમ્યકુવાણીની જરૂર છે. સમ્યવાણી એ તો બહુ ખાસ આરાધવા જેવી છે. જેનાથી કોઈને દુઃખ ના થાય એવી વાણી છે, અને એ જ ભગવાનની મોટામાં મોટી ભક્તિ છે.
સામો કહે કે ‘તમારામાં અક્કલ નથી.” તો પણ આપણે કહેવું કે ભાઈ, અક્કલ જરા પહેલેથી જ ઓછી છે. તમારે જે કામ હોય, તે મને