________________
વાણીનો સિદ્ધાંત
૪૩૫
४३६
વાણીનો સિદ્ધાંત
થઉં.’ એટલે બન્ને સરખા છે. ભગવાન બેઉને રોગીષ્ટ કહે છે, નીરોગી નથી કહેતા. નીરોગી એટલે, કોઈ પણ જાતનું જેને આવું કંઠ શું રહ્યું નથી, તે નીરોગી છે, એ વીતરાગ છે. તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ?
પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.
દાદાશ્રી : હા. અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે “એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !” એટલે થઈ ગયો ઊકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો
જ્યાં સુધી આપણે ‘સામાની ભૂલ છે” એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ પઝલ સોલ્વ નહીં થાય. “આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણો અંદરખાને છુપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે ‘હું તો પહેલેથી જ વાંકો છું.'
ઉપકાર માનતાં, ટળે વેઝેર ! પ્રશ્નકર્તા: ‘આપ્તવાણી'માં એમ લખ્યું છે કે ‘દાદા ચોર છે એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો.
દાદાશ્રી : એનો શા બદલ ઉપકાર માનવો ? કારણ કે કોઈ કહે નહીં આવું. આ પડઘો છે શાકનો. તે આ મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું.
આ જગત પડઘા સ્વરૂપે છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની હંડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ. તો તમારે ય ઉપકાર માનવો જોઈએ ને ?! અને તો જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું કે, ‘ભાઈ, તારો ઉપકાર છે.' તે આપણી નાદારી ના નીકળે એટલા સારું. એ તો નાદાર
થઈને ઊભો જ રહેશે. એને શું ? એને દુનિયાની પડેલી નથી. એ તો બોલે. હા, બેજવાબદાર વાક્ય કોણ બોલે ? જેને પોતાની જવાબદારીનું ભાન નથી, તે બોલે. તો એના ભેગું આપણે ભસવા જઈએ, તો આપણે ય કૂતરા કહેવાઈએ. એટલે આપણે કહીએ કે, ‘તારો ઉપકાર છે.’
પ્રશ્નકર્તા : તો આપણા દૈષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને શમાવીએ, એટલા માટે આપણે એનો ઉપકાર માનવો ?
દાદાશ્રી : જ્યાં જ્યાં વૈષ આવતો હોય ત્યાં અંદરખાનેથી ઉપકાર માનજો, તો એ દ્વેષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરે ય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, તો એ અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખુંચતો હોય તો તે ‘બહુ સારો માણસ છે, આ તો ઘણાં ઉપકારી છે” એવું રહે, તો ખૂંચતું બંધ થઈ જશે. આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં.
એટલે આ શબ્દ અમે જે આપીએ છીએ ને, એક એક શબ્દ, એ દવાઓ છે બધી, દરઅસલ મેડીસીન છે. નહીં તો ય આ લોકો તોલીને બોલે છે કે તોલ્યા વગર બોલે છે ?
પ્રશ્નકર્તા: તોલ્યા વગર.
દાદાશ્રી : એટલે આપણે એવો હિસાબ લેવો કે ‘સારું ને, ચોર એકલા કહે છે. લુચ્ચા છે, બદમાશ છે, નાલાયક છે એવું બધું નથી કહેતા, એટલા સારાં છે ને !' નહીં તો એનું મોટું છે, એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ?