________________
વાણીનો સિદ્ધાંત
૨૫
વાણીનો સિદ્ધાંત
પણ ? કોને કહેવા જાય બિચારાં ?! મહીં દુઃખ થતું હોય, તે કોને કહેવા
જાય ?
આપણે રસ્તામાં જતા હોય તો એ બૂમ પાડે છે “જતા રહો અહીંથી.’ પણ આ હવે ભાષા ન જાણતા હોય ત્યાં સુધી તો શું સમજાય ? આપણી ભાષાને આ જાનવરો શું માને કે આ કંઈક ખખડયું. આપણે કોઈની જોડે લડીએ ને તો એ ખખડ્યું માને. પણ ના, આપણે બોલીએ છીએ એવું એ ય પણ બોલે છે. આપણે એમની ભાષા નથી જાણતા ને એ આપણી ભાષા નથી જાણતા.
આ કૂતરાની ભાષા જ જુદી જુદી નથી લાગતી ? કોક ફેરો જુદું ભસે છે, કો'ક ફેરો જુદી જાતનું ભસે છે. તે દરેક વખતે અવાજ જુદી જુદી પ્રકારનો એટલે ભાષા જુદી હોય. કેટલાંક તો કહે “નાલાયક લોકો, કેમ આવ્યા છો અહીં આગળ ?” એમે ય બોલે કૂતરાઓ.
પ્રશ્નકર્તા : પણ એ ટેપ થયેલું જ બોલાય છે ?
દાદાશ્રી : હા, ટેપ થયેલું જ છે. આપણે જાણીએ કે આ કૂતરું આ જાતનું ભસે છે, માટે આવું કંઈ કારણ છે. પણ એ ભસે છે ને, એ ય ટેપરેકર્ડ બોલે છે. આ ગધેડું બોલે છે, તે ય ઓરિજિનલ ટેપરેકર્ડ છે. ઘરમાં બેઠા હોય આપણે, તો આપણને સમજણ પડે કે લંબકર્ણ બોલી રહ્યા છે. લંબકર્ણ તમે જોયેલા કે નહીં ?
પ્રશ્નકર્તા : જોયેલા.
દાદાશ્રી : એ બોલી રહ્યા છે આમ, રોફથી બોલે પાછાં. કોઈ ડર કશો ય નહીં. આ મારો અવાજ થશે, કોઈને બીક લાગશે, દુઃખ થશે, એવું કશું નહીં એમને. એ તો રોફથી બોલે. શેરી વચ્ચે રાજાનું ઘર હોય તો ય બોલે. “આ તો મોટા રાજા છે, મારાથી કેમ બોલાય ?” એવું એને કશું છે નહીં. એ તો એની ટેપરેકર્ડ જ્યારે વાગી ત્યારે ખરી અને આપણી ટેપરેકર્ડ વિવેકપૂર્વકની હોય, રાજા આવે તે ઘડીએ અમુક વાગે નહીં. હવે પહેરગીર હોય ને, તે ય આપણે બોલીએ તો આપણને બૂમાબૂમ કરે ને આ લંબકર્ણને બોલવા દે !
આ કરામત તો જુઓ ! આ દુનિયામાં કોઈ પણ જીવ કંઈ પણ બોલી શકે નહીં, આત્મા તરીકે. ચેતન બોલી શકે એમ નથી. જીવ માત્ર ટેપરેકર્ડના આધારે જ બોલે છે. બધાને ટેપરેકર્ડ છે. મારી એકલાની નહીં, બધાની. ગધેડાની ય ટેપરેકર્ડ છે. નહીં તો હોંચી હોંચી, એ જ સ્વરૂપમાં હોંચી હોંચી બોલી ના શકે, એકનો એક જાતનો સૂર ના નીકળે. અને ઓરિજિનલ ટેપરેકર્ડ ના હોય તો ગધેડું ફરીવાર બોલે ત્યારે જુદી જ જાતનું બોલે, ત્રીજી વખત બોલે ત્યારે જુદી જાતનું બોલે, અવાજ બદલાયા કરે. પણ આ તો આપણે જ્યારે સાંભળીએ ને, ત્યારે એ જ જાતનો અવાજ, જરા ય ફેર નહીં, એક જ ક્વોલિટી હોય. કાલે જેવું બોલતો હોય એવું જ એક્કેક્ટ બોલે. ભૂલચૂક ના થાય ? ગધેડું ગયે વખતે ભૂંક્યું હતું ને અત્યારે ભૂક્યું, એમાં કેમ ફેર નથી પડતો ? અક્કલવાળું છે એ ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ ટેપરેકર્ડ જ છે. એવું ને એવું જ વાગ્યા કરે. જ્યારે જુઓ, ત્યારે ટેપરેકર્ડ એવી જ વાગતી હોય. જાણે ટેપરેકર્ડ ચાલું થઈ ગઈ ! અને કો'ક ફેરો માંદો હોય ને, તો ય એવું જ બોલે છે.
પ્રશ્નકર્તા : કોઈ પણ બોલે, ગધેડું કે કૂતરું પણ તેમાં એનો ભાવ અંદર ઉમેરાય ?
દાદાશ્રી : કશો જ ભાવ-ભાવ નહિ. ટેપરેકર્ડ જ ગાય છે આ. અને તે પાછો ઉદય આવે ત્યારે ગાય. આ કર્મનો ઉદય જ ગવડાવે છે.
પ્રશ્નકર્તા : ગયા ભવમાં પશુ હોય, તો કેવી રીતે ભાવ કરે ?
દાદાશ્રી : ના, એને ભાવ હોય નહીં. પણ એ જાનવર થતાં પહેલાં જે મનુષ્યપણું હતું, તેના ચાર્જ થયા પ્રમાણે ડીસ્ચાર્જ થયા કરે.
ગધેડો ભૂકે છે, તેની હું તપાસ કરું. ત્યાં થોડી વાર ઊભો રહું. આ ગધેડો જે બોલે, તેનું જ થર્મોમીટર રાખીએ ને, જેમ આ હાર્ટના સ્પંદનો માપવા કાર્ડિયોગ્રામ કાઢે છે ને, એવું આનું કાર્ડિયોગ્રામ જેવું કાઢે