________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. ‘હું ચંદુભાઈ છું’ બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, “તું મને ચંદુ કહે છે ?” આ
અણસમજણથી બોલ્યો તો ય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ?
૪૦૭
ડખોડખલ એ જ અંતરાય છે. તમે પરમાત્મા છો, ને પરમાત્માને શાના અંતરાય હોય ? પણ આ તો ડખોડખલ કરે છે, કે “એય આમ કેમ કર્યું ? એય આમ કર.' અરે, આમ શું કરવા કરો છો તે ?
પ્રશ્નકર્તા : એટલે મૌન થઈ જાય તો સારું ?
દાદાશ્રી : મૌન જ થવાનું છે. વાણી તો બોલશો જ નહીં. આ કાળની વાણી તો ગાંડી જ છે. બોલે કે તરત ગાંડપણ બહાર પડી જાય.
પ્રશ્નકર્તા : તો બોલવું જોઈએ ને ? બહાર પડી જાય તે સારું ને ?
દાદાશ્રી : નહીં. એ ખોટું કહેવાય. આમાં બોલવા જેવું રહેતું જ નથી. ‘આ જ્ઞાન’ જ એવું પ્રકાશમય છે કે બોલવાની જરૂર જ ના રહે.
પ્રશ્નકર્તા : પણ વાતાવરણ જ એવું હોય તે કોઈ વખત બોલાઈ જાય.
દાદાશ્રી : બોલાઈ જવાય, તો આપણે કહેવું કે ‘આ ચંદુભાઈનું મગજ જરા એવું વસમું જ છે.’ આપણે ચંદુભાઈનું અવળું બોલ બોલ કરવું. ચંદુભાઈની જોડે વહાલ રહ્યું નથી ને, તમને ? કે બહુ વહાલા લાગે છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી હકીકત કહી દેવી. ‘ચંદુભાઈ’ ‘તમારા’થી જુદા છે, એવી રીતે વાત કરવી તમારે.
પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’નું હથિયાર ઉપાડવું જ નથી, એવી વાત છે.
દાદાશ્રી : બસ, એ ખરેખરું. હથિયાર ઉપાડવાનું નહીં. અનંત અવતારથી હથિયાર ઉપાડીને પારકાંનું રક્ષણ કર્યું.
વાણીનો સિદ્ધાંત
વધારે પડતું બોલ્યા એટલું ગાંડપણ લાગે ને ? વખતે એવું ગાંડપણ નીકળી જાય, એટલે તમારે કહેવા લાગવું કે ‘આ ચંદુભાઈ બોલ્યા છે ને, તેને હું ઓળખું છું. જરા વસમું ખાતું છે' એવું કહેવું. અમારા ભત્રીજાને હું કહેતો હતો કે, ‘કાકા પહેલેથી જ એવા હતા. આજના નહીં.’ ત્યારે એ કહે છે, ‘તમે એવું કેમ બોલો છો ?’ ‘તમે’ ને ‘કાકા’ બે જુદા છે, એ એમને સમજ ન પડે ને !
४०८
હવે તમને તો ખબર પડી જાયને કે અવળું બોલ્યા ? તમે તો જાગૃત વધારે છો.
પ્રશ્નકર્તા : હા, ખબર પડી જાય.
દાદાશ્રી : અને તમે એવું બે-ચાર વખત બોલશો ને, એટલે સામેવાળો પણ પોતાની જાતને ‘વાંકા છે’ એવું પોતે કહેશે. પણ તમે એને એમ કહો કે ‘તમે ખોટા છો’, તો એ તમને પકડી લે. માટે બીજાને ખોટા કહેવાનું છોડી જ દો અને કોઈને ય ખોટા કહેવાનું હોય જ નહીં. આ તો આપણી મૂર્ખાઈ છે. કોઈને ખોટો કહેવો, ક્લેઈમ કરવો, એવું બોલવું એ આપણી ફૂલીશનેસ છે.
એ પોતે પોતાને પહોંચે !
કોઈને ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર
છે.
આપણને જેવું ગમે છે, તે બોલવું. એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી. કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.
અમે કોઈને ય ‘તું ખોટો છે' એમ ના કહીએ. ચોરને ય ખોટો ના કહીએ. કારણ તેના વ્યુ પોઈન્ટથી તે સાચો છે. હા, અમે તેને ચોરી કર્યાનું ફળ શું આવશે, તે ‘જેમ છે તેમ’ તેને સમજાવીએ.
܀܀܀܀܀