________________
૧૭૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૭૩
હિન્દુસ્તાનમાં જન્મ લેને, તે બહુ મોટી વાત છે. જો જ્ઞાની પુરુષનાં દર્શન થાય ને, તો કલ્યાણ થઈ ગયું. એકડો ઘૂંટતો હોય કે ગમે તે ઘૂંટતો હોય, જ્ઞાની પુરુષ ભેગા થાય એટલે કલ્યાણ !
બાકી પ્રશ્નો ઊભા ના થાય. ખાલી આ દર્શનથી જ પ્રશ્નો પૂરા થઈ
જાય.
પ્રશ્નો પૂછાયા છે તે પહેલાના જમાનામાં આવા પ્રશ્નો જ ઉદ્ભવતા ન હતા. આ તો લોકો કહે છે કે પહેલાં ધર્મ હતો. અત્યારે રહ્યો નથી. પણ પહેલાં એ ધર્મ જ ન હતો ને ! હું તો ૭૭ વર્ષ સુધી જોતો જોતો આવ્યો છું. અત્યારે જ જરા બ્રિલિયન્ટ મગજના થયા. ભલે બુદ્ધિ અવળી થઈ ગઈ છે, પણ બુદ્ધિ ડેવલપ થયેલી છે. અને પહેલાં બુદ્ધિ ડેવલપ જ નહીં થયેલી ને ? તમે પૂછો તો જવાબ નીકળે. બધાં બહુ લોકો પૂછે છે. લગભગ હજારો પ્રશ્નો પૂછાયા હતા. તે મેં તો જવાબ આપેલા.
એટલે બધું પૂછો અને ચાખવું હોય તે એક દહાડો ખાંડ મોઢામાં મૂકીશ તો તમારું બધું શાસ્ત્ર આવી ગયું. ભગવાનનાં અડતાલીસ ય આગમ આવી ગયા મહીં.
અહીં તો પરમ વિનય ધર્મ હોવો જોઈએ. અહીં ચકાસવાવાળા આવે તે એમને કહી દઉં, તમે પછી એકલા આવજો. નહીં તો એ બુદ્ધિ પર ચઢી જાય એટલે શું થાય ? અમારી પાસે બુદ્ધિ હોય જ નહીં. અમે બધા જ પ્રશ્નોના, આખા વર્લ્ડના પ્રશ્નના ખુલાસા આપવા તૈયાર છીએ, પણ પ્રશ્નો પ્રશ્ન રૂપે હોવા જોઈએ. તમને જે પ્રશ્નના ખુલાસાના અભાવ હોય, તેને પ્રશ્ન કહેવામાં આવે.
પ્રશ્નકર્તા ઃ અમે એકડો ઘૂંટીએ છીએ તે કેવી રીતના પ્રશ્ન પૂછીએ?
દાદાશ્રી : પ્રશ્ન તો ક્યારે પૂછાય ? આપણે મનમાં જે બાબતમાં સમાધાન ના થતું હોય ત્યારે પ્રશ્ન પૂછાય.
પ્રશ્નકર્તા : પ્રશ્ન નથી, અમારે આ રસ્તે ચાલવું છે.
દાદાશ્રી : હા, બસ બસ. આ દર્શન જ કર્યા કરવાનું. દર્શન કરવાથી બધું થઈ જાય. આપણને પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછવાના. આપણા મનમાં ખુલાસા થાય. પણ જ્યાં ખુલાસાની જ તમારે જરૂર નથી.
જે જે પ્રશ્નો ને વિચારો ઊભા થાય તે અહીં આગળ બોલવામાં વાંધો નહિ. અહીં દરેક વસ્તુ પૂછાય. એનું સોલ્યુશન થાય તો આપણને ઊકેલ આવે ને ? આ તો બધું એમ ને એમ ઠોકાઠોક ચાલ્યું છે બધું. નથી કોઈએ પુસ્તકમાં રજૂઆત કરી કે ખરેખર હકીકત આમ છે. બધાંએ અદબદ આમ રાખ્યું છે. પેલા દૂર્યોધને ય પૂછયું કે ધર્મને હું જાણું છું અને અધર્મને હું જાણું છું. પણ ધર્મ મારાથી થતો નથી ને હું અધર્મ કરવા પ્રેરાઉં છું. તો કઈ શક્તિ કામ કરી રહી છે ?” એ અદબદ વાક્ય હજુ ચાલ્યા કરે છે. એ શક્તિ જડતી નથી. એ બધી હકીક્ત અહીં જાણવા મળે.
પ્રશ્નકર્તા : ઘણા પ્રશ્નો એવા છે કે જેનું નિરાકરણ સાયન્સમાંથી પણ નથી મળી શકતું. એ અણઊકલ્યા જ પ્રશ્નો છે. તો એ પ્રશ્નોને અહંકારે કરીને ડામી દેવા ?
દાદાશ્રી : ના. દાબવા કરવાની જરૂર નથી. પ્રશ્નો જોયા કરવાની જરૂર છે. મહીં જોયા કરવાનું કે શું પ્રશ્નો કરે છે તે. એ પ્રશ્નો બધા સાચા હોતા નથી.
પ્રશ્નકર્તા : હા. એ અહંકાર ગાંઠે નહીં ને ! એટલે એ પ્રશ્નો કરે?
દાદાશ્રી : હા, પ્રશ્નો ઊભા કરે. એ પોતે પોતાનું, એ જે છેને, એ જવા ના દે ને ! અત્યારે કોઈ મોટા માણસને છંછેડીએ ને, તો પછી એના પ્રશ્નો ઊભા કરે બધા. એના જેવું અહંકાર પોતાનું છોડતો નથી.
આપને સમજાયું ? ના સમજાયું હોય તો ઠોકી બેસાડવાની વાત નથી અહીં. તમે અહીં સમજો. ના સમજાય ત્યાં સુધી પૂછ પૂછ કરો. આ બધું વિજ્ઞાન છે. વાત સાંભળતાં જ બુદ્ધિ જો કૂદાકૂદ ના કરતી હોય તો જાણવું
પ્રશ્નકર્તા : અમારે તો એકડો જ ઘૂંટવાનો છે. પ્રશ્ન ક્યાં પૂછવાના ?
દાદાશ્રી : એવું છેને, એકડો તો ઘૂંટીને આવેલા છો. બધા એકડો જ ઘૂંટે છે હજુ. આ જે પ્રશ્ન પૂછનારાં છે તે ય એકડો ઘૂંટે છે. અહીં