________________
વાણીનો સિદ્ધાંત
૬૪
વાણીનો સિદ્ધાંત
વાક્ય નીકળી જાય. એવી રીતે આ વચ્ચે શોર્ટહેન્ડ છે.
એટલે સંજ્ઞાથી શું પહેલું થાય છે ? કોડવર્ડ થઈ જાય છે અને કોડવર્ડમાંથી પછી શોર્ટહેન્ડ થાય છે. અને શોર્ટહેન્ડમાંથી પછી આ ટેપ નીકળ્યા કરે. એટલે ત્રીજી સ્થિતિ આ ટેપરેકર્ડની. એટલે કેવી સરસ વૈજ્ઞાનિક ઢબ છે આ. અંદરની બનાવટ જુએ ને, તો ય બહુ થઈ ગયું.
અને સામો માણસ જ્યારે સાંભળે ત્યારે સંજ્ઞા તરીકે પાછું મહીં જાય, એના આત્માને સંજ્ઞા તરીકે પાછું પહોંચે. એના આત્માને અવાજ તરીકે પહોંચે નહીં. નીકળે અહીંથી સંજ્ઞા તરીકે ને ત્યાં સંજ્ઞા તરીકે પહોંચે.
શબ્દોવાળાએ ખરું કહ્યું કે આમાંથી આમાં અથડાય છે, આને અથડાય છે, આને અથડાય છે અને પછી શબ્દ થાય. એ નહીં તો ભૂંગળું જ હોય છે, ભોં કરીને વાગે.
એ જાણવા જેવો ! આત્મા શબ્દ બોલે એવો નથી. એટલે પોતાનો જે ભાવ છે એ ભાવમાં બધું ય આવી ગયું. એ શબ્દો બધા ય આવી ગયા. આ તો વિશેષભાવથી સંજ્ઞા ઉત્પન્ન થાય છે, ભાવસંજ્ઞા. એ ભાવસંજ્ઞામાંથી દ્રવ્યસંજ્ઞા થતાં થતાં બધી મહીં ક્રિયાઓ થાય. તે આ જે બોલાય છે, આ ટેપરેકર્ડ, એ દ્રવ્યસંજ્ઞા છે અને પેલી ભાવસંજ્ઞા છે. ભાવસંજ્ઞા જયારે પુદ્ગલમાં પડે, પરિણામ પામે ત્યારે દ્રવ્યસંજ્ઞા થાય. ભાવસંજ્ઞા એ કૉઝિઝ છે અને દ્રવ્યસંજ્ઞા એ ઇફેક્ટ છે. એટલે આત્મા જાતે બોલે નહીં. એ તો કુદરતી રીતે બધું થઈ જાય છે. એટલે આત્માએ આમાં કશું કરવાનું નથી. વાણીનો કર્તા જો એને માનીએ તો એને તમે કર્તા માન્યો. આપણું હરેક બાબતમાં અવિરોધાભાસ પ્રૂફ થવું જોઈએ. એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ. એટલે આનો કર્તા નથી કોઈ. છતાં આત્મા આમાં અર્ધા ય નથી. એ આત્મા જાણવા જેવો છે. આત્મા જાણે તો બધો નિવેડો આવે. નહીં તો આનો નિવેડો નહીં આવે.
આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એ ચેતન. કાને સંભળાય, ટેલિવિઝન દેખાય, રેકર્ડ સંભળાય, એ ચેતન નથી. ચેતન તો દિવ્યચક્ષુથી
દેખાય. એટલે જે બોલે એ ચેતન નહીં ને ચેતન એ બોલે નહીં. ચેતન બોલી શકે જ નહીં. ચેતન બોલે તો આ રેડિયો બોલી શકે નહીં અને રેડિયો બોલે તો ચેતન બોલી શકે નહીં. જડ-ચેતન બે જુદાં હોય.
આ જગતમાં અચળની કોઈ નકલ જ ના કરી શકે. જેની નકલ થઈ શકે તે બધું જ ચંચળ. આખા જગતની આરાધના ચંચળની, રિલેટિવની જ છે. આ વાણીની તેથી ‘ટેપરેકર્ડ' થકી નકલ થઈ શકે છે. વાણી એ ચંચળ છે. તેમાં ચેતન, અચળના ગુણ ના હોય.
આત્માની હાજરીમાં... પ્રશ્નકર્તા : આ વાણી જે બોલાય છે, એનો આત્મા સાથે નિમિત્ત ભાવે સંબંધ તો ખરો ને ?
દાદાશ્રી : સંબંધવાળું તો છે જ ને ! રિલેટિવ એટલે સંબંધિત. રિલેટિવ બધું સંબંધવાળું જ છે. એટલે સંબંધ ખરો ને ! આત્માની હાજરીને લઈને આ બધું કામ થઈ રહ્યું છે. આ બોલ્યું બોલાય છે, તે ય આત્માની હાજરીને લઈને છે. આત્મા નીકળી જાય એટલે ના બોલાય. છતાં આત્માના ગુણધર્મમાં શબ્દ નથી. પણ આત્માની હાજરી હોય તો જ આ ટેપ બોલે. પહેલા ટેપ ચાર્જ થયેલી. પણ અત્યારે ય આત્માની હાજરી હોય તો જ ડીસ્ચાર્જ થાય. નહીં તો ના થાય.
દરેક શબ્દ નવું જ ! પ્રશ્નકર્તા : આપણે જે બોલીએ છીએ, એ અગાઉના જન્મનું જે બોલેલું હોય, તે આમ ટેપની માફક આપણે બોલતા જઈએ છીએ ?
દાદાશ્રી : ના, એવું નથી. પેલું હતું એ તો ગયું, ને આ પાછું નવું ટેપ થયા કરે છે. પેલું ને પેલું બોલાય છે એવું નથી. એના એ જ શબ્દો બોલાય છે, એવું નથી. આ નવું ટેપ થઈ રહ્યું છે, એ નવી જાતનું ટેપ થયા કરે છે.
પ્રશ્નકર્તા: આપણે જે સ્થળ બોલીએ છીએ, એનું જ ટેપ આગળ સ્થૂળ રીતે થયેલું, ને એના એ જ શબ્દો પાછાં અત્યારે આપણે બોલીએ