________________
વાણીનો સિદ્ધાંત
છીએ. એવું નહીં ?
દાદાશ્રી : જે બોલ્યા એ શબ્દો ખલાસ થઈ ગયા. એમાંથી એકુંય શબ્દ ફરી બોલવાનો ના હોય. બધા શબ્દો પાછાં નવા જ હોય. જેમ નવા નવા કર્મો હોય છે, એવી ભાષા ય નવી નવી અને વાણી ય નવી ઊભી થયા કરે. એનું એ જ ફરીથી નથી. અને પાછું ગયા અવતારે ભાવ જેવા જેવા નક્કી કર્યા હોય તેવું જ નીકળે બધું.
વાણીતું ‘ચાર્જ પોઈન્ટ' !
પ્રશ્નકર્તા ઃ આ બધી ‘ડિસ્ચાર્જ’ ટેપ છે, તો નવી ટેપ કેવી રીતે કરવાની ?
૬૫
દાદાશ્રી : આ બધી વાતો કરો એની પાછી નવી ટેપ પડયા કરે. એ ટેપ ભાવથી થાય છે. ‘આપણો’ ભાવ હોય, તે પ્રમાણે ટેપ થઇ જાય. મારો ભાવ બોલવામાં કેવો છે ? ‘મારે તમારું અપમાન કરવું છે' તો તેવું ટેપ થઇ જાય, ‘માન આપવું છે ને પ્રેમથી વર્તવું છે’ તો તેવું ટેપ થઇ જાય. એટલે ભાવ ઉપરથી ટેપ થઇ જાય છે.
પ્રશ્નકર્તા : ભાવ પડે ત્યારે નવું પડે ?
દાદાશ્રી : હાસ્તો, ભાવ પડે ત્યારે નવું ટેપ પડે. પછી ફેરવવા જઇએ તો કશું વળે નહીં. આ વાણી એ પુદ્ગલનો ધર્મ નથી, આ ઔપચારિક વસ્તુ છે. એટલે ગયા અવતારના જે ભાવો છે, ગત ભાવો છે, તે અત્યારે મહીં ઉદયમાં આવે છે ને તે જ પ્રમાણે તરત જ ટેપ થઇ જાય છે ને શબ્દો નીકળે છે. આ બધું સ્પીડી કામ થઇ જાય છે. આ અજાયબી છે ! આ વાણી નીકળે છે તેમાં મૂળભાવ નથી, ગતભાવ છે. ગતભાવ એ ડિસ્ચાર્જ ભાવ છે ને તેના આધારે વાણી નીકળે છે. એટલે વાણી એ ‘ડિસ્ચાર્જ’નું ય ‘ડિસ્ચાર્જ’ છે અને મન એ ‘પ્યૉર’ ‘ડિસ્ચાર્જ’ છે. ‘ડિસ્ચાર્જ’ ભાવ એટલે નિર્જીવ ભાવ.
ભાવ ક્યારે ? વાણી ક્યારે ?
પ્રશ્નકર્તા : એટલે ભાવ પ્રમાણે કોડવર્ડ થઈ જાય છે.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : ભાવ કરવાનો નહીં. ભાવ શું છે, એ ઉપરથી કોડવર્ડ થઈ જાય. અત્યારે ઉદય આવેલો ભાવ શું છે, તે ઉપરથી કોડવર્ડ થાય.
પ્રશ્નકર્તા : એ ઉદય વર્તમાનકાળમાં આવે કે ભવિષ્યમાં આવે ?
દાદાશ્રી : જે ભાવ વર્તમાનમાં ઉદય આવ્યા, તેના ઉપરથી કોડવર્ડ થાય. ને કોડવર્ડ થઈને પછી આગળ બધું થતું થતું થતું પછી આ વાણી બહાર નીકળે. તે આ ગયા અવતારે થઈ ગયેલું, એ અત્યારે પ્રગટ થાય. પ્રશ્નકર્તા : તો અત્યારે વર્તમાનકાળનું ?
દાદાશ્રી : વર્તમાનકાળનું ફરી પાછું થઈ રહ્યું છે.
પ્રશ્નકર્તા : એ આવતા વર્ષોમાં આવવાનું ખરું કે નહીં ? દાદાશ્રી : આવતા વર્ષોનું બધું એ ગયા અવતારનો હિસાબ છે.
પ્રશ્નકર્તા : આ અત્યારે આપ મળ્યા, આપના માટે અમારા ભાવનો ઉલ્લાસ થાય તો એ આવતા વર્ષે મળે કે પછીના વખતમાં પણ મળે ?
દાદાશ્રી : એ થઈ ગયેલી ટેપરેકર્ડ તે જ અત્યારે બોલે. અને અત્યારે નવી થઈ રહી છે તે હજુ આપણને સંભળાય નહીં. એ આગળ ઉપર સંભળાય. એને પરિપાક થતાં પચાસ-પોણોસો-સો વર્ષ થાય છે. જેમ આજે આંબાને મોર આવ્યો ને આપણે કહીએ કે ‘આજે કેરી આપો.’ તો એ બને નહીં. એનો પાક થતાં થતાં ત્રણ-ચાર મહિના થઈ જાય. એવું આને પચાસ-સો વર્ષ થઈ જાય. એટલે પરિપાક થતાં બહુ વાર લાગે છે. એનો ગાળો લાંબો હોય. વાણીને થતાં થતાં બહુ ટાઈમ લાગે.
પ્રશ્નકર્તા ઃ ઉત્કૃષ્ટ ભાવના હોય તો વહેલું ફળ ના આવે ? દાદાશ્રી : ના. એવું કશું નહીં.
પ્રશ્નકર્તા : કોડવર્ડથી આ ટેપીંગ થાય છે, તે કોડવર્ડ આપને દેખાય ?
દાદાશ્રી : ના, કોડવર્ડ ના દેખાય. પણ આપણે સમજીએ ખરાં કે