________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
બહાર નીકળીને અંબાલાલ સાથે ય એક તાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. આ અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય. નહીં તો મહીં પોતે અભેદ રહે.
પ્રશ્નકર્તા : આપને દ્રષ્ટાભાવની સ્થિતિ કાયમ રહે ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા સ્થિતિ કાયમ રહે. આ વાત ટેપરેકર્ડ કરે છે અને અંદર શુદ્ધ ઉપયોગ રહે, આ શું બોલ્યા ને શું નહીં, એટલું જ જોયા કરીએ. આ વાતે ય ચાલતી હોય ને શુદ્ધ ઉપયોગ રહે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ભાવ સાથે પરમાનંદ ભાવ હોય ને ?
દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ. એટલે નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર છે. અમે એક સેકંડ પણ પુદ્ગલ ભાગમાં રહેતા નથી. હું તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. ‘હું' મારા ક્ષેત્રમાં જ રહું છું.
માલિક નહીં, પાડોશી રહ્યા ! એટલે આ વાતો કરીએ છીએ, આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે અને હું સમાધિમાં છું. અઠ્ઠાવીસ વર્ષથી અમે આત્માની બહાર નીકળ્યા નથી. અમે અત્યારે ય આત્મામાં જ છીએ. આ વાણીમાં હું રહેતો નથી. આ દેહમાં હું રહેતો નથી અને આ મનમાં હું રહેતો નથી. આ ત્રણેયનાં પાડોશી તરીકે રહું છું. ત્રણેયના માલિકીપણાના દસ્તાવેજ કોઈ જાતના નથી. આ બધા માલિકીપણાનાં ટાઈટલ ફાડી નાંખેલાં છે અને તમે તો ટાઈટલ સાચવીને ત્યાં બેંકમાં મૂકી આવ્યા છો, બેંકના ખાનામાં, કે “મારું શરીર, મારું શરીર.... ક્યાં સુધી રાખશો ? બારસો વર્ષ રાખશો ?
પ્રશ્નકર્તા: કોઈના હાથની વાત નથી.
દાદાશ્રી : જો કોઈના હાથની વાત ના હોય, તો તેને “મારું” કરીને શું અર્થ છે ? એવી મુઈ કોણ કરે છે ?! તમે તો મકાનના ય ટાઈટલ ફાડી નાખ્યાં નથી. તમે ટાઈટલ ફાડી ના નાખોને ? અમે તો આનાં ય ટાઈટલ ફાડી નાખ્યાં છે. એટલે કોઈ ગાળો ભાંડે. ધોલો મારે, તો પણ માલિક ના થાઉં હું અને લોકો તો માલિક થઈ જાય ને ? ગાળ ભાંડતા પહેલા માલિક થઈ જાય ને ? ધોલ મારે તો માલિક થઈ જાય કે નહીં ?
એવું કહેને કે “કેમ મને ધોલ મારી ?”
છે આ પબ્લિક ટ્રસ્ટ ! મન-વચન-કાયાની માલિકી મારી છે જ નહીં, કેટલાંય વખતથી આઈ એમ નોટ ધી ઑનર. માલિકીપણાનો દાવો નહીં અમારો. અને જે સત્સંગ થાય છે, એ બધો ઓરિજિનલ ટેપરેકર્ડ કર્યા કરે છે. એકે ય શબ્દ નકામો ના જાય. વાણીના માલિક નથી માટે.
પ્રશ્નકર્તા : આ વાણીની માલિકી સમાજની ?
દાદાશ્રી : હા. સમાજની જ માલિકી બધી આ. મારું કશું નહીં હવે. એટલે આ ટ્રસ્ટ જ સમાજનું છે, આ પબ્લિક ટ્રસ્ટ છે.
ટેપરેકર્ડની પ્યૉરિટી ! આ વાણી વને સ્વચ્છ કરશે. કારણ કે આ વાણી મારી નથી. આ વાણી “એ. એમ. પટેલ'ની ન હોય. જો આ ‘મારી વાણી’ કહું તો મને ભ્રાંતિ છે. મમતા હોય તો ‘મારી વાણી’ એમ બોલે. આ વાણી ‘એ. એમ. પટેલ'ની હોય તો, તો એ ઇગોઈઝમ કહેવાય. ‘હું કેવું બોલ્યો’ એ ઇગોઈઝમ છે. મારે ઇગોઈઝમ જતો રહ્યો, એટલે હવે કોણ માલિક રહ્યો બોલનારો ? ટેપરેકર્ડ રહી. અહંકારી ગયા પછી જે બોલે છે ને, તે શેના આધારે બોલે ? એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જેનું ‘હું ના હોય, ‘હું' ખલાસ થઈ ગયું હોય, ત્યાં ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
અમારે અહંકાર હોય નહીં. અમારે મમતા નથી. અમારામાં અહંકાર ને મમતા શૂન્યતાને પહોંચેલું હોય. એટલે હું કહું છું કે આ ટેપરેકર્ડ બોલી રહી છે. ‘હું બોલ્યો’ ને આ ‘મારી વાણી’ હોય નહીં, માટે એ ટેપરેકર્ડ છે અને આ ટેપરેકર્ડમાં અહંકાર ને મમતા બેઉ નથી, એટલે પ્યૉર છે.
એ ભૂલ શી રીતે સમજાય ? ‘માય સ્પીચ’ હોય, એમાં સાંભળવાનું શું રહ્યું ? માલિકી વગરની