________________
વાણીનો સિદ્ધાંત
રહેતી. પણ જો ભૂલ થયેલી હોય તો અમે તરત નોંધ કરીએ. લોકોની પાસે ભૂલવાળી વાણી બોલવાની નથી. વાણી એકદમ ક્લિયર હોવી જોઈએ, બિલકુલ ભૂલ વગરની હોવી જોઈએ, એક સેન્ટ પણ ભૂલ ના હોવી જોઈએ. એક સેન્ટ જેટલી ભૂલથી લાખો માણસોને નુકસાન થઈ જાય. આખા દહાડામાં એકાદ ભૂલ નીકળે વખતે, તો ય અમારી નોંધ હોય. હા, ભૂલ તો ચાલવી જ ના જોઈએ. ભૂલ ભાંગવી જ પડશે. આ પુદ્ગલની પણ ભૂલ ભાંગવી પડશે. આત્મામાં ભૂલ છે જ નહીં. ભૂલ કોની ભાંગવાની છે ?
૪૫
પ્રશ્નકર્તા : પુદ્ગલની.
દાદાશ્રી : હા. પુદ્ગલ કોનું ? આપણું ઊભું કરેલું. ભલે અત્યારે આપણે માલિક ના હોઈએ, પણ ઊભું કરેલું કોનું ? જવાબદારી કોની ? હુ ઈઝ રીસ્પોન્સિબલ ?
પ્રશ્નકર્તા : આપણે પોતે જ.
દાદાશ્રી : હા. માટે આપણી ભૂલ એક પણ રહેવી ના જોઈએ હવે. એ ભૂલોમાં કોઈ માણસની કે કોઈને દુઃખ આપવાની ક્રિયા જ નથી હોતી. ફક્ત અહીંથી વાણી જરા કઠણ નીકળી હોય અને એ ભાઈને વાગે, તો એ ભૂલ કહેવાય. વાણી સહેજ પણ વાગવી ના જોઈએ સાચી વાત હોય તો ય પણ વાગવી ન જોઈએ. એક અક્ષરે ય અવળો ના બોલાય. એક અક્ષર તો શું નું શું કરી નાખે. એટલે કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી હોય તો મને ખબર પડી જાય તરત જ, કે ‘આ ટેપરેકર્ડ કેવી ઊતરી છે, કોનો દોષ આમાં ?” પછી દોષવાળાને કહી દઉં કે તમે માફી માગી લો. તમે આમ કેમ કર્યું ? તમે ભૂલ કરી છે.’ એટલે માફી મંગાવી લઉં. કો’કને દુઃખ કરવા માટે આ ટેપરેકર્ડ નથી, સુખ કરવા માટે છે.
એટલે આ તમારી જોડે વાત થાય ને, તો ય અમારે મહીં મશીનરી ચાલુ જ હોય. ભૂલો થતી દેખાય. ઓન ધી મોમેન્ટ. એમાં તો વાર જ નહીં. કારણ કે આ હું બોલતો નથી ને ! આ ટેપરેકર્ડ બોલે છે એટલે જવાબદારી મારી નથી. જવાબદાર ટેપરેકર્ડ છે. છતાં ય મહીં મશીન ચાલુ હોય, જે ચોખ્ખું કરી નાખે બધું. પેપર ચોખ્ખો, ક્લિયર કરી નાખે. નહીં
૪૬
વાણીનો સિદ્ધાંત
તો સામાનો અહંકાર ભગ્ન થાય ને ! એટલે એ ટેપરેકર્ડમાં શું ભૂલ આવી છે, તે પછી મારે સુધારવી પડે.
છતાં વાણી જગ હિતકારિણી !
એટલે આ રીસર્ચ તેનું મૂકેલું છે. એવું જોઈએ ને, ઉપર ?! જેટલું તમે મારી વાણીનું રીસર્ચ કરો, એના કરતાં હું વધારે કરું. કારણ કે મારી જાગૃતિ સંપૂર્ણ હોય. મારી જાગૃતિ એમાં જ હોય ને ! આ ટેપરેકર્ડ ક્યાં ક્યાં ભૂલવાળી છે, એટલું અમારે જોવાનું. જ્ઞાનમાં ભૂલ ના હોય. જ્ઞાનમાં એક્યુરેટ. આ વ્યવહારમાં થોડી ભૂલ થાય. વ્યવહારની વાતમાં ભૂલો થાય વખતે અમારી. આ સાંસારિક-વ્યાવહારિક બાબતનું જો પૂછેલું હોય ને, તે મહીં ભૂલ નીકળે છે, તેની અમને ખબર પડી જાય. પણ આમાં આ આત્માની બાબતમાં ભૂલ નહીં. વાસ્તવિકતામાં ભૂલ ના હોય અમારી. આજ અઠ્ઠાવીસ વર્ષથી ચેકો મારવાનો વખત નથી આવ્યો. બહુ સુંદર ટેપ ! એક અક્ષરે ય ફેઈલ ગયો નથી. નોટ એ સિંગલ વર્ડ, એક અક્ષર જો ફેઈલ થાય તો મુશ્કેલી ઊભી થઈ જાય. હજારો પ્રશ્નો થયા, મોટા મોટા જબરજસ્ત પ્રશ્નો થયા, તો ય પણ એય દહાડો જવાબમાં ફેર નથી. આ (ટેપ-મશીન)માં જ ઊતરી જાય ને !
નિરંતર, સવારે દાતણ કરતી વખતે ય આ (ટેપ-મશીન) મૂકવામાં આવે છે. એક શબ્દ બોલે, એ છોડતા નથી આ લોકો અને પછી પુસ્તકો
છપાય એનાં. આ વાંચશે તો કલ્યાણ થઈ જાય. આ વાણી વાંચતા જ દિલ ઠરી જાય. આ કાળની મોટામાં મોટી અજાયબી છે ! લોક તો અમેરિકામાં આફરીન થઈ ગયા આ આપ્તવાણી વાંચીને. જગતને બહુ કલ્યાણકારી છે ને ! જગતને હિતકારી છે ને ! આખા જગતનો કાટ કાઢી નાખે એવી વાણી છે આ.
અવિરત જ્ઞાતા-દ્રષ્ટા !
એટલે આ દેખાય છે, એ ભાદરણના પટેલ છે અને આ જે બોલે છે એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે અને મહીં ‘દાદા ભગવાન' પ્રગટ થયેલા છે. તેમની સાથે હું રહું છું એકતાથી. અને કોઈ વખત