________________
વાણીનો સિદ્ધાંત
૪૯
પ00
વાણીનો સિદ્ધાંત
કે બેઉ હમણાં મરી જશે, પણ ના કરે. એ તો અમથા અમથા ચાંચો માર્યા કરે, કોઇને વાગે નહીં એવી ચાંચો મારે. બે જણા મસ્તી-તોફાન કરતાં હોય, એ વઢે કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે અને એ લોક તો એકનાં એક જ પાછાં. બીજે ઘેર રહેવા ના જાય, એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી. ને આપણે મૂરખ ઠરીએ. અમે તો એ જે કરતો હોયને, તે એનાં મહીંના ભાવ તરત વાંચી શકીએ. એટલે અમને આ બધું સમજાય.
“રીએક્શનરી' પ્રયત્નો ન જ કરાય ! પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલી ય જઇએ ને સાંજે પાછું નવું થાય.
દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઈ શક્તિથી થાય છે. એ અવળું બોલે છે, તેમાં કઇ શક્તિ કામ કરી રહી છે. બોલીને પાછાં એડજસ્ટ' થઇએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ “એન્ડવાળી’ હોય છે અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને “હેલ્પ” નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય, તે સામાને શી રીતે સુધારી શકે ?
પ્રશ્નકર્તા : આપણે સુધરેલા હોય તો સુધારી શકીએ ને ? દાદાશ્રી : હા, સુધારી શકીએ. પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ?
દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે “ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !' ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે !
સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ. પણ જે પ્રયત્નો “રીએક્શનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! ચૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, ‘આપણને આ શોભે નહીં.” બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો, પણ કહેવાથી એને જે દુ:ખ થયું તેની અસર તમારા ઉપર આવશે. કહેવાનો વાંધો નથી. પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી રાખવું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી.
પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા, તેનાથી લોકો ઊલટાં બગડ્યા. સુધારવા જાય કે બગડે જ. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ એ મિનિંગલેસ છે. ત્યાં સુધી શબ્દ પણ પાછાં પડે. તમે કહો કે “આવું ના કરીશ.' ત્યારે સામો કહે કે “જાવ, અમે તો આવું જ કરવાના.' આ તો સામો વધારે અવળો ફર્યો.
વઢવું, એ છે અહંકાર વઢવાથી માણસે ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.
કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને ? કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ જોડે ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો ‘તેં આમ કર્યું. તેં આમ કર્યું' કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ, આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જે બોલીએ છીએ, તે અહંકાર છે. જગત બધું નિયંત્રણવાળું છે.