________________
૫૦૨
વાણીનો સિદ્ધાંત
[૧૦] ઉછેરો “છોડવાં' આમ બગીચામાં..
ત ટોકો કદિ તે ય ખોટું ! એક બેન્કના મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડો ય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરે ય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં.
એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતો ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા' મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે “કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.” એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે
આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ' જ છે. કારણ કે બાપાએ એક્સેપ્ટ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂછો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ?
બાબો અહીં તોફાન કરતો હોય તો આપણે કહેવું પડે કે ‘આવી રીતે અહીં તોફાન ના કરીશ.’ એને સમજણ પાડીને કહેવું પડે. ‘તું તો કશું બોલતો જ નથી. તેનાં કરતાં તો આ કબાટ સારું. તું તો કબાટ જેવો થઈ ગયો. લોક જાણે કે આ બાપ થયો. બાકી તું તો એક કબાટ જેવો છું. કઈ જાતનો માણસ છું તે !”
એટલે મારવાનું નહીં, દુઃખ દેવાનું નહીં. તેમ કબાટ જેવાં થવાનું ય નહીં. કેવી રીતે રહેવાનું સમજણ પડીને ? બઈ ને છોકરાંને સમજાવી પટાવીને વાતચીત કરવી. નહીં તો પાછા આપણે કબાટ થઈ ગયાં. કોઈ બોલે, ગાળો ભાંડે તો કબાટ કશું બોલે ?
ત માટે છોકરાં ત્યારે..... ઘણા લોકો છોકરાને કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” મેં કહ્યું, ‘તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.’ અને પેલો પપ્પો કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” અલ્યા મૂઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા !
હું એ શીખવાડવા માંગું છું, તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યું મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.
પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુદ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.
દાદાશ્રી : હૃદય સ્પર્શતી વાણી. હૃદય સ્પર્શતી વાણી તો મધરલી