________________
વાણીનો સિદ્ધાંત
વાણી નીકળે છે.
પ્રશ્નકર્તા : એટલે સામો જે માણસ મળ્યો, એને અનુલક્ષીને આ વાણી નીકળે છે ?
૫૩
દાદાશ્રી : બીજું શું તે ? હવે આ ટેપરેકર્ડના માલિક કોણ ? ચંદુલાલ. તો આપણે તેને કહેવું જોઈએ કે ‘માફી માગો, કેમ આવું બોલ્યા ?’ અને તે માફી તો સામી લાયકાતવાળી વ્યક્તિ હોય તો મોઢે માગવાની. નહીં તો મોઢે નહીં, અંદર મહીં માગી લેવાની. બાકી આ તો જેટલી ટેપ છે એટલી જ વાગશે.
પ્રશ્નકર્તા : એટલે ટેપ જે થઈ ગયેલી છે, તે બદલાય નહીં. દાદાશ્રી : એ બદલાશે ક્યારે ? કે (ભરેલો માલ) ખાલી થવા આવશે ત્યારે !
ટેપરેકર્ડ જ, આખી જિંદગીતી !
એવું છે ને, એ આખી જિંદગીનું, આખી લાઈફનું ટેપરેકર્ડ જ થઈ ગયું છે. નહીં તો આ વકીલ હોય ને, તે પૈણ્યા હતા તે દહાડે ‘તું જંગલી છે' એવું વકીલ એમની વાઈફને બોલતા હતા, ગુસ્સે ભરાય ત્યારે. તે અત્યારે એમની વાઈફ પૈડી થાય તો ય ‘જંગલી' બોલે, બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : વાણી જો સુધરતી હોય તો સુધર્યા વગર રહે ? પણ એ સુધરે નહીં. તમને યાદ છે એવું થોડુંઘણું ? એનાં એ જ શબ્દ નીકળે છે ને ? નાના હતા ત્યારે બોલતા હતા એવાં જ શબ્દો ને ?
પ્રશ્નકર્તા : હા, એવાં જ નીકળે છે.
દાદાશ્રી : એમાં ફેરફાર થયો છે ? ઘણાં ય ફેરી મનમાં એમ થાય કે ‘આવું ના બોલવું જોઈએ.' તમને અનુભવમાં નથી એવું લાગતું ? આની પાછળ શું કરામત છે ? કારણ કે આ ટેપરેકર્ડ છે અને તૈયાર થઈ ગયેલું છે આ. આ વાણીની બેટરી તૈયાર થઈ ગયેલી છે. આ બેટરી
૫૪
વાણીનો સિદ્ધાંત
એટલે, હંમેશાં પાવર ભરેલો હોય, એ ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા : તો પછી વાણી બદલવા પુરુષાર્થ કરવો જોઈએ ?
દાદાશ્રી : પણ તે આવતે ભવ બદલાય. અત્યારની વાણી તો ટેપરેકર્ડ થઈ ગઈ. ગયા અવતારની વાણી લોકોને દુ:ખદાયી હોય તો તે આપણે જ્ઞાને કરીને જાણીએ ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે હવે નક્કી કરીએ કે ‘હવે ફરી આવી નથી બોલવી.’ એટલે આવતા ભવમાં ચેન્જ કરી દે. પણ આ ભવમાં ચેન્જ ના
થાય.
પ્રશ્નકર્તા : વાણી અને વર્તન પરથી તમે પહેલાંના ભવમાં ક્યાં હતા, શું હતા, એ ખબર પડે.
દાદાશ્રી : એ આખો હિસાબ કાઢી નાખે, ક્યા સંજોગોમાં આ ટેપરેકર્ડ ઊતરી હશે એ ખબર પડે. વાણી એ ચાર્જ થયેલું છે તે ડિસ્ચાર્જ થયા કરે. અને આ દેહ એવો ચાર્જ થયેલો છે, તે ચાલતી વખતે ‘આમ, આમ’ ચાલતો હોય, તે એંસી વર્ષનો થાય તો ય, એવો ને એવો ચાલે. એની ચાલ બદલાય નહીં. એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે પેલો માણસ જ જાય છે. એટલે આ ત્રણેય ચાર્જ થયેલી બેટરીઓ છે. એમાં ફેરફાર ના થાય. એમાં ફેરફાર આવતા ભવમાં થાય.
સમજાય, તો ઉકેલ !
વાણી એ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે તેવું
દાદાશ્રી : આ માન્યામાં આવે ?
પ્રશ્નકર્તા : આવે.
દાદાશ્રી : પણ તમારા અનુભવથી વાત કહો છો ? હું તો મારા અનુભવની વાત કહી દઉં છું.
પ્રશ્નકર્તા : આપના કહ્યાથી સમજમાં આવ્યું.