________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : સમજમાં આવી ગયું ? પણ તમને અનુભવમાં ના આવ્યું કે આ ટેપરેકર્ડ છે આ ?
પ્રશ્નકર્તા : બહુ સારી રીતે આવે. દાદાશ્રી : સો ટકા ખાતરી છે ?
પ્રશ્નકર્તા : હા, સો ટકા. અને આપે જે વાત કરી એ હું બરોબર સમજી ગયો.
દાદાશ્રી : સમજો જ ને ! આ તો બ્રેઈન બહુ ઊંચા જ છે, ને સમજવાની શક્તિ જબરજસ્ત ધરાવે. પણ સમજવાની વસ્તુ મળવી જોઈએ ને ! મળે તો સમજે ને ? મળે એટલે સમજી જ જાય ને સમજાય તો ઉકેલ આવે ને ! નહીં તો ઉકેલ કેમ આવે ?
સાયંટિસ્ટોતે સમજાવ્યું સાયન્સ ! આ જે વાત છે ને, તે વાસ્તવિક વાત છે બધી અને આ સાયટિફિક વાત છે. આ ગમ્યું નથી. આ નાના છોકરાની વાત ન હોય, આ ઐતિહાસિક વાત ન હોય. ફોરેનના સાયટિસ્ટોને પણ એકસેપ્ટ કરવું પડશે. એ બોલે છે, તે ય ટેપરેકર્ડ જ બોલી રહી છે.
પ્રશ્નકર્તા : જે ‘ટેપરેકર્ડ’ કહ્યું કે, એ તો બહુ કમાલ કરી નાખી છે. ભલભલા વિચારમાં પડી જશે કે આ શું નવું છે !
દાદાશ્રી : પણ સમજણ પડે નહીં ને ! જગતનાં લોકોને તો ખ્યાલ જ ના હોય ને, કે આ ટેપરેકર્ડ છે. એટલે આ વાત માન્યામાં આવતા વાર લાગે થોડું. અમુક માણસોને સમજણ પડી જાય. બીજા લોકોને તો મારા શબ્દ ઉપર, મારા ઉપર વિશ્વાસ એટલે એ માની લે. પણ ખરી રીતે તો સાયન્ટિસ્ટો માનવા જોઈએ.
સાયટિસ્ટોને ફોરેનમાં મેં કહ્યું, ‘આ કોણ બોલી રહ્યું છે ?” ત્યારે સાયંટિસ્ટો કહે છે, “અમને કાંઈ સમજાતું નથી.’ મેં કહ્યું, ‘ઓરિજિનલ ટેપરેકર્ડ બોલી રહી છે તમારી સાથે. માલિકી વગરની વાણી ! અને તમે બોલો છો તે ય ટેપરેકર્ડ છે. પણ તમારા મનમાં એમ લાગે છે કે હું બોલું
છું.’ એટલે એ સાયટિસ્ટો ય વિચારમાં પડી ગયા કે “આ ઓરિજિનલ ટેપરેકર્ડ કોઈ બોલ્યું નથી. ઈઝ ઈટ પોસિબલ ? આવું હોઈ શકે નહીં !” મેં કહ્યું, “આ છે, એનું પૂરું છું હું. તમારા મોટા મોટા સાયટિસ્ટો કહેતા હતા કે હું વાણી બોલી રહ્યો છું ને મારી જ વાણી છે. એમને પણ ખબર ના હોય.” સાયટિસ્ટો મને કહે છે કે, “આ ટેપરેકર્ડ છે એવું અમને સમજાતું નથી. એ શી રીતે માન્યામાં આવે ? અમારા માન્યામાં નથી આવતું. પણ અમારે વિચારવા જેવી વાત છે આ. આ તો અમને જડ્યું જ નથી.' મેં સાયટિસ્ટોને કહ્યું, ‘‘શી રીત તમે સમજશો ? સમજતા હજુ તો ઘણો ટાઈમ લેશે. ના સમજાય. તમને સમજાશે જ નહીં. તમારો ઇગોઈઝમ હોય ત્યાં સુધી શી રીતે સમજાય ? ‘હું બોલું છું’ એવું જે ઈગોઈઝમ છે ત્યાં સુધી તમને શી રીતે સમજાય કે આ વક્તા ટેપરેકર્ડ છે. અહંકાર જાય તો સમજાય. નહીં તો સમજાય કેમ કરીને ? તમને ઇગોઈઝમ છે ને, એટલે હું બોલ્યો’ કહો છો. અને જો તમે જ બોલતા હો તો કોઈ વખત એમ નથી બોલતા કે મારી ભૂલ થઈ ? તો ‘ભૂલ થઈ” એ કોણે બોલ્યું ? અને ભૂલ થઈ એ જાણ્યું કોણે ? અને ફરી બોલે છે, તે કોણ છે ? એ બધું ડીસીઝન આપી દો.” એટલે એ ગુંચાયા બધા. મેં એમને કહ્યું, ‘આ આઉટર વિજ્ઞાન નથી. આ ઈનર વિજ્ઞાન છે. તમે આઉટર વિજ્ઞાનમાં પહોંચી શકો. આ વિજ્ઞાનને તમે શી રીતે પહોંચી શકો ? આ ભગવાન મહાવીરનું વિજ્ઞાન છે, કૃષ્ણ ભગવાનનું વિજ્ઞાન છે, નેમિનાથ ભગવાનનું વિજ્ઞાન છે. હજુ આ સમજાશે નહીં તમને. અમારા ઇન્ડિયનો સમજી જશે. કારણ કે જે પુનર્જન્મ સમજે છે, તે સમજશે.'
એ સાયટિસ્ટોને સમજાવીએ તો સમજી જતા પાછાં, કારણ કે યોગી હોય છે ને, એ લોકો તો. બાર બાર મહિના સુધી લેડીનું નામ ભૂલી જાય અને આપણામાં તો બે દહાડા ય ભૂલી ના જાય. એટલે પછી કોઈ ફેર નહીં ને, એમાં ને યોગીમાં ?! એ સાયટિસ્ટો જયારે ભેગા થશે ને સમજશે ત્યારે એમને આ બહુ કામ લાગશે. હવે હું ઇગ્લિશ વધારે ભણેલો નહીં ને ! નહીં તો સમજાવી દેત.
આ ટેપરેકર્ડ છે કે નહીં, એ તમને સમજાય ? એ સમજાય ત્યાર પછી ‘કર્તા કોણ ?” તમને કહીશ. હજુ એકવાર આને સમજી લાવોને !