________________
વાણીનો સિદ્ધાંત
ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપે. બાકી અમે નિરંતર ચોવીસે ય કલાક, નિરંતર સ્વરૂપમાં જ રહેવાના.
સ્વ સાથે જ્ઞાતી, ભેદ-અભેદભાવે !
અમે વાત કરીએ ત્યારે વાતમાં ના હોઈએ. વાતથી પર હોઈએ. વાતમાં હોઈએ તો બીજી જ મિનિટે અમે બદલાઈ જઈએ. પણ અમે બદલાઈએ નહીં.
૧૦૧
‘અમે’ એટલે આ બાહ્ય દેખાય છે, તે ‘અમે' નથી. આ દેખાય છે, તેના ‘અમે’ માલિક નથી. ટાઈટલે ય અમારી પાસે નથી. મનનાવાણીના-દેહના માલિક, ‘અમે’ નથી. ‘અમે’ કહીએ છીએ, ત્યારે ‘દાદા ભગવાન’ની વાત કરીએ છીએ. અમે અમુક સ્ટેજમાં હોઈએ, ત્યારે ‘દાદા ભગવાન’ અને અમુક સ્ટેજમાં ‘જ્ઞાની’ હોઈએ. પ્રશ્નોના ખુલાસા આપે તે ‘જ્ઞાની’. એટલે જ્યારે આ સત્સંગની વાતો ચાલે છે. ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે. અને નહીં તો અભેદભાવે રહી શકું છું. એટલે હું ભેદભાવે અને અભેદભાવે બંને રીતે રહી શકું છું. જ્યારે સંપૂર્ણ વીતરાગ તો અભિન્નભાવે જ રહેતા હતા. અમારે એટલી કચાશ છે કે આટલો ભેદભાવ જરા રહે છે.
પ્રશ્નકર્તા : એ અલૌકિક દર્શન બધા માણસો હોય ત્યાં સુધી રહે કે પછી ફેરફાર થઈ જાય ?
દાદાશ્રી : વ્યક્તિગત વાણી કહીએ ત્યારે એ તૂટી જાય અને સત્સંગ કરીએ તો ય તૂટી જાય. કારણ કે તે ઘડીએ આમાં ધ્યાન દેવું પડે. આ રેકર્ડ ચાલતી હોય તેને જોવું પડે બધું ય, કે રેકર્ડમાં શું ચાલે છે ને શું નહીં ! કોઈ વખત ભૂલ હોય તો તેનું પ્રતિક્રમણ કરવું પડે.
વાણી વખતે જુદાપણું (?)
પ્રશ્નકર્તા : આપ કહો છો કે અમારે બહાર જુદું અને અંદર જુદું એવા બે કામ એટ એ ટાઈમ ચાલ્યા કરતાં હોય. તો આ બધી વાતોચીતો ને આ બધા વ્યવહારમાં અંદર જુદું કેવી રીતે રાખી શકાય ?
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : વાત થતી વખતે નહીં. વાત થતી વખતે ના થાય. કાર્ય કરતી વખતે થાય. વાણીમાં ના રહી શકે. આમ સાધારણ ખ્યાલ રહે. પણ એ રહી ના શકે.
૧૦૨
પ્રશ્નકર્તા : તો ફક્ત દેહની ક્રિયામાં જ બે જુદું રહી શકે ?
દાદાશ્રી : હા. દેહની ક્રિયાએ તો બધા અજ્ઞાનીને ય બે કામ થાય. અહીં ખાતો હોય ને ત્યાં ઓફિસના વિચાર કરતો હોય. સંડાસ જતો હોય ને બીજા વિચા૨માં હોય. એટલે દરેક બે કામ કરી શકે. અજ્ઞાની હઉ કરી શકે ને !
પ્રશ્નકર્તા : જેમ દેહની ક્રિયામાં બે જુદા રહી શકે. તો માનસિક વિચારણામાં બે જુદા રહી શકે ?
દાદાશ્રી : મનની ક્રિયામાં પણ જુદો રહી શકે. એ તો રહે જ છે
ને!
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : ‘મન શું વિચારે છે' એ બધું ય દેખાય ને ! અજ્ઞાનીને હઉં દેખાય.
પ્રશ્નકર્તા : પણ જુદા રહેવાનું ?
દાદાશ્રી : એટલે જુદો જ રહે. તદ્દન જુદો રહે ત્યારે જોઈ શકે. નહીં તો જુદો ના હોય તો જોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા : તો પછી વાણીમાં કેમ જુદું નથી રહેતુ ?
દાદાશ્રી : વાણીમાં જુદું ના રહે. અમારે તો ‘અમે’ ‘ટેપરેકર્ડ’ જાણીએ છીએ, તેની વાત જુદી છે. પણ બીજાથી તો કશું થાય નહીં. એ જગ્યાએ આવ્યેથી જડે !
આ વાત થઈ, એ તમને સમજમાં બેસે છે ? કે આ બધાની શરમે હા-એ-હા પાડો છો ?