________________
વાણીનો સિદ્ધાંત
પછી મને કહે છે, ‘અમે તો અત્યાર સુધી પ્રરૂપણા કરી.' મેં કહ્યું. ‘હવે એની માફી માગી આવો, ભગવાન પાસે જઈને. શું જોઈને પ્રરૂપણા કરો છો ? મહીં ઠેકાણું નથી. મહીં તો બોલતાં પહેલાં છંછેડાઈ જાવ છો.’
પ્રશ્નકર્તા : શાંતિ અને સમભાવ રહેવો જોઈએ.
૨૯૦
દાદાશ્રી : હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તો ય પણ જરા મારા મોઢા પર ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે કરે તો ય સમતા રાખે. અને જોડે જોડે આશીર્વાદ આપે !
કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉપદેશ આપવો એ ગુનો છે. કષાયથી પર તો એય નથી. કષાયો તો, અડધા કષાય પણ ગયા નથી હજુ. આખા પૂરા કષાય છે, સંપૂર્ણ કપાયી છે. એ તો જ્યારે છંછેડો ત્યારે ખબર પડે. છંછેડો ત્યારે શું દેખાય ?
પ્રશ્નકર્તા : ક્રોધ આવી જાય.
દાદાશ્રી : ને ફેણ માંડે કે ના માંડે ? બધા સાંભળવાવાળા બેઠેલા હોય, તે ભડકી જાય ને ? ‘હેય, ફેણ માંડી’ કહેશે. એટલે કો'ક ટૈડકાવે તો ફેણ માંડે. જે ફેણ માંડતા હોય, એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? ટૈડકાવે, માર મારે, તો ય ફેણ ના માંડે, સમતા હોય, ત્યારે ઉપદેશ અપાય એનાથી. આ તો ફેણ માંડે, હું-હું-હું ! જ્યાં સુધી ‘હું’ ઊભો છે, ત્યાં સુધી એ ઉપદેશ માટે લાયક હોતા હશે ?! જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, ‘હું’ દેખાય નહીં ત્યાં વાત સાંભળજો. તો મોક્ષ થશે, નહીં
તો મોક્ષ થવાનો નથી.
એ ‘દેવતા' ‘એતાથી' ના ઝલાય !
કષાયસહિત જે વાણી હોય એ બધી પોઈઝનસ છે અને ઉપદેશ પોઈઝનસ માણસ આપે તો પોઈઝન ફેલાય.
પ્રશ્નકર્તા પણ એ લોકો પુસ્તકોમાંથી - શાસ્ત્રોમાંથી જે જ્ઞાન
વાણીનો સિદ્ધાંત
મેળવે છે, એ પછી પોતાની બુદ્ધિથી થોડો કોઈને ઉપદેશ આપે, એમાં વાંધો શો ?
૨૯૧
દાદાશ્રી : અપાય નહીં. વીતરાગોનો ઉપદેશ ના અપાય, બીજો બધો અપાય. બીજા બુદ્ધિના ઉપદેશ અપાય. વીતરાગોનો ઉપદેશ એ કેવળજ્ઞાનનો ઉપદેશ છે, એ ના અપાય. કોઈ બોલી શકે નહીં. આ ભગવાન મહાવીરનાં વાક્યો ના બોલાય. ગીતા ઉપર બોલો. ગીતા વાસુદેવ નારાયણની છે. વાસુદેવ નારાયણ તો એક અવતાર પછી વીતરાગ જ થવાના. વાસુદેવ નારાયણનાં વાક્યો છે, એ બોલી શકો છો. વાસુદેવ નારાયણનું કહેશો, તેનો અર્થ કરશો તો તમને બહુ અપરાધ નહીં બેસે. પણ અહીં તીર્થંકરોનાં વાક્યોનો જો અર્થ કરશો, તો બહુ અપરાધ બેસશે. એ તો વીતરાગ, સંપૂર્ણ વીતરાગ !
એટલે જોખમદારીનો ખ્યાલ હોવો જોઈએ ને કે ના હોવો
જોઈએ ? એ ખ્યાલ કોને હોય ? વકીલો ગુના જાણે કે આ ગુનો થઈ રહ્યો છે, એની આ જોખમદારી છે. પણ બીજાને શી રીતે ખબર પડે ? આ તો એ લોકોને ખબર નથી કે એમણે ક્યાં જવાનું છે. શું થવાનું છે, તે તો એમને ખબર નથી. છતાં એમાં એમનો દોષ નથી. ભગવાન મહાવીરની આજ્ઞા પાળવી છે, છતાં ફસાયા છે અને અણસમજણથી કરે
છે. એમને ખબર જ નથી કે આ હું શું કરી રહ્યો છું ! પણ કુદરત છોડે
નહીં ને ! ન્યાય તો છોડે નહીં.
પ્રશ્નકર્તા : એક જગ્યાએ એવી રીતે લખ્યું છે કે ‘નહીં દે તું ઉપદેશ, પ્રથમ લેહી ઉપદેશ.’
દાદાશ્રી : પણ એને કુટેવ પડેલી છે ને ! બધાને સમજણ પાડવાની કુટેવ પડી છે. એ પોતે રખડી મર્યો છે અને બીજાને રખડી મારવાની કુટેવ પડેલી છે. ઉપદેશ અપાય નહીં કોઈનાથી.
જ્યાં જાવ ત્યાં પુસ્તક લઈને બેઠા હોય અને ઉપદેશ આપ્યા કરે. અલ્યા, આંકડાની ય સમજણ નથી ને શું કરવા ગા ગા કરે છે અમથો વગર કામનો ?! પણ આ બધી નકે જવાની નિશાનીઓ !!