________________
વાણીનો સિદ્ધાંત
૩૬૫
૩૬૬
વાણીનો સિદ્ધાંત
જેણે વાણીના બધા કાયદા સાચવ્યા હોય, તેને ય વચનબળ હોય. ભલે અજ્ઞાનદશામાં હોય.
પ્રશ્નકર્તા : એ વચનબળ વ્યાવહારિક ને ? વ્યવહારમાં એ કામ આવે ને ?
દાદાશ્રી : હા. ઘણું કામ લાગે. વચનબળ એટલે તો વાત જ ઓર હોય. એના જેવું કોઈ બળ નથી. એનાથી તો બધા યુદ્ધો જીતી શકાય. હથિયારોથી યુદ્ધો ના જીતી શકાય.
પ્રશ્નકર્તા : પોતાપણું જાય તો વચનબળ આવે ?
દાદાશ્રી : પોતાપણું જાય તો તો ભગવાન થઈ ગયો. પણ આ તો પોતાપણું જાય નહીં. તે પહેલાં વચનબળ આવે. વચન ચોખ્ખા થયા પછી વાણી મીઠી થાય, પછી વચનબળ ઉત્પન્ન થાય.
જ્ઞાનીદશાનું પ્રમાણ ! એવું છે, આ ‘જ્ઞાન' લીધું એટલે જે આખું પોતાપણું હતું, તે ધીમે ધીમે ઓગળતું ઓગળતું પછી ધીમે ધીમે ઝીરો થાય. ‘ઝીરો' થાય એટલે એ ‘જ્ઞાની’ કહેવાય. પછી એની વાણીમાં બધો ફેર પડી જાય. પોતાપણું જાય ત્યાર પછી વાણી નીકળે. જેટલું પોતાપણું ઘટે એટલી વાણી ઉત્પન્ન થઈ જાય અને તે વાણી સાચી હોય ! બાકી ત્યાં સુધી બધી વાણી ખોટી. આ બહાર તો, આપણા “જ્ઞાન” લીધેલાં સિવાય બીજે બધે તો પોતાપણું હોય અને વાણી બોલે છે. પણ વાણી તો વા-પાણી જેવી, વાણી જ નહીં. એ લૌકિક બધું કહેવાય. ને આપણા “જ્ઞાન” લીધેલા હોય એમને પોતાપણું જાય પછી જ બોલાય, નહીં તો બોલાય નહીં.
અને આપણા “જ્ઞાન” લીધેલા મહાત્માઓમાં કોઈ એકુંય માણસ પોતાનું સ્વતંત્ર એક વાક્ય બોલી શકે છે ? નહીં. ત્યાં સુધી કોઈ ‘મૂળ વસ્તુ’ને પામ્યો નથી. એક વાક્ય ના બોલાય અને એક વાક્ય બોલે તો હું સજ્જડ થઈ જાઉં. બસ, થઈ ગયું ! એક જ વાક્ય મારા સાંભળવામાં આવેને, તો હું સમજી જઉં કે કહેવું પડે આ ! પણ એવું હોય નહીં ને !
વાક્ય શી રીતે નીકળે ?! વાણી એની નીકળે શી રીતે ?!
પ્રશ્નકર્તા: આપનું કહેલું પણ, જો પદ્ધતિસર કહેતા હોય તો ય બહુ થઈ ગયું. દાદાશ્રી : અહીં પદ્ધતિસર કહેતા હોય તો તો સોનું કહેવાય.
સ્યાદ્વાદ ત્યાં જોખમ નહીં ! ‘હું શુદ્ધાત્મા છું' એવું કંઈક અંશે ભાન ના થાય, ત્યાં સુધી જે બોલે છે તે બધી જ ભૂલ છે. જે જે બોલે, શાસ્ત્ર બોલે જે જે ખાધું, જે જે બધું કર્યું એ બધી જ ભૂલો છે. હવે એમને એકંય ભૂલ દેખાતી નથી. અને તમારે તો જુઓ, આ જ્ઞાન પછી, તમે ‘હું શુદ્ધાત્મા છું' એવું બોલ્યા, એટલે ખાનાર ખાય છે, તે બધી જોખમદારી તમારી નહીં. એટલે એ બધી ભૂલો નીકળી ગઈ. પછી વાણી એ ટેપરેકર્ડ છે કહ્યું, એટલે તે બધી ભૂલો નીકળી ગઈ. હવે ફક્ત થોડુંક તમારે સમભાવે નિકાલ કરવાનો છે. જેટલી ફાઈલો હોય એટલાનો. બીજું કશું કરવાનું નથી. બધી ભૂલો એમ ને એમ ભાંગી ગઈ છે. ખાવાની જોખમદારી ના રહી. વાણીની જોખમદારી ના રહી. નહીં તો ચાવાદ વાણી બોલે નહીં ને દહાડો વળે નહીં. કારણ કે સ્યાદ્વાદ વાણી બોલે તેને સંસાર નડે નહીં. અને સ્યાદ્વાદ વાણી બોલે કોણ ? જ્ઞાની સિવાય સ્યાદ્વાદ વાણી કોઈ બોલી શકે નહીં !
શાસત તો મહાવીરતું જ ! કોઈ પ્રમાણ ના દુભાય. આ વર્લ્ડનું કોઈ એવું પ્રમાણ નથી, આ ૩૬૦ ડીગ્રીમાં, એક પણ પ્રમાણ એવું નથી કે જે દુભાય એવી અમારી વાણી હોય. કોઈ પણ ધર્મનું, કોઈ પણ માણસના અભિપ્રાય, પ્રમાણ ના દુભાય એવી અમારી વિચારણા હોય. એ સાદ્વાદ કહેવાય અને એવી વીતરાગોની વસ્તુ છે ! મારી પાસે આ તીર્થંકરોનો માલ છે. મારો પોતાનો માલ નથી. લોકો કહે છે કે, ‘હવે તો તમારું, દાદા ભગવાનનું ચાલશે ને ?” મેં કહ્યું, “ના ભાઈ, આ શાસન તો મહાવીરનું જ ચાલ્યા કરવાનું. અમે તો આમાં, આ કાળમાં સોનાના કળશરૂપે કામ કરીએ. લોકોને શાંતિ બહુ થઈ જાય ને ?!