________________
વાણીનો સિદ્ધાંત
૩૩૭
૩૩૮
વાણીનો સિદ્ધાંત
ઠેકાણાં નહીં ને? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તે ય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે તમે આમ કરો. એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી.
આ તો મગજ કામ ના કરે એવું સુંદર બ્રહ્મચર્ય આ લોકો પાળે છે. પણ આ દાદાનું વચનબળ એટલું સુંદર છે, કે જે આવું કામ કરી રહ્યું છે.
ગજબની શક્તિ જ્ઞાતીના વચનબળમાં ! અમારા વચનબળથી કેટલાક માણસોને રેગ્યુલર થઈ જાય છે. અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે ! એવું આ અમારું વચનબળ છે ! અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે.
અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શકિત છે કે કામ કાઢી નાખે !! પોતે જો સહેજ પણ ડગે નહીં, તો કર્મ એને નહીં ડગાવી શકે !!! કર્મ ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ અને મનોબળને તો ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે ! દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે !
‘જ્ઞાની પુરુષ' પાસે હિતની વાત હોય. એમની પાસે બે શબ્દ સમજી લે ને, તો બહુ થઈ ગયું ! બે શબ્દ સમજવામાં આવે, ને એમાંથી એક જ શબ્દ જો કદી હૃદયમાં પહોંચી ને પચી જાય તો એ શબ્દ મોક્ષે લઈ જતાં સુધી એને છોડે નહીં. એટલું વચનબળવાળું હોય, એટલી વચનસિદ્ધિ હોય એ શબ્દની પાછળ !
પ્રશ્નકર્તા : તમે કીધેલું કે આ અમારી એક લીટી જો બરોબર સમજમાં આવી ગઈ તો પાર પડી જાય.
દાદાશ્રી : એ જો ઓગળી ગયું તો કામ જ થઈ ગયું. એટલે બધી એમાં દવા છે એવડી મોટી. એક જ વાક્ય ઓગળી જાય ને, તો કલ્યાણ થઈ જાય. એટલે ઉલ્લાસથી પીવે અને પાચન થઈ જાય, તો કામ થઈ ગયું ને ! ઉલ્લાસ ક્યારે આવે ? ધીમે ધીમે આવે. જેમ જેમ એનો સાર સમજાતો જાય, જેમ એની કિંમત સમજાતી જાય. આ તો ડીવેલ્યુએશન કરેલું જગતે એટલે એકદમ પછી વેલ્યુએશન શી રીતે આવે છે ?! પાંચ પૈસા સુધી રૂપિયો થઈ ગયો હોય, તે એકદમ સીત્તેર કરો, શી રીતે થાય તે ?! છ પૈસા કરવા પડે, સાત પૈસા કરવા પડે !
સહુ સહુની જગ્યાએ કરેક્ટ ! તમને લાગે છે કે, વાસ્તવિક છે આ વાત ? પ્રશ્નકર્તા: હા, હા. બરોબર લાગે છે.
દાદાશ્રી : વાસ્તવિક એ ભ્રાંતિ વગરની વાત છે. ભ્રાંતિવાળી વાત બધી જ વિરોધાભાસ હોય. તેથી અમે કહીએ છીએ કે, અમારી વાણી સિવાય, તીર્થકરોની વાણી સિવાય બીજી બધી વાણી વિરોધાભાસ છે. છતાં રિલેટિવમાં એ બધી વાત સાચી છે. કારણ કે આાવાદ ખરું ! વીતરાગોએ એને સ્યાદ્વાદ કહ્યું કે એક અંશથી ૩૬૦ ડિગ્રી સુધીની બધી વાત એની જગ્યાએ કરેક્ટ છે. ત્યાં આગળ જે વાતો ચાલે છે, જેમ એક બાબો બીજા બાબાને પાછો કહે, તો તે બેઉને સંતોષ થાય, એવી રીતે એનો વ્યવહાર ચાલુ હોય.
ઊંડી ભાવતા તેથી હિતકારી ! અમારા શબ્દમાં એવું વચનબળ છે કે નુકસાન થાય એવું નહીં લાગે ખરું, પણ તે નુકસાન થવા ના દે. અમારું વચનબળ એવું હોય છે. કારણ કે દરેક શબ્દમાં એટલી બધી ઊંડી ભાવના હોય છે કે નુકસાન તો ક્યારેય ન થાય. એટલી શબ્દ શબ્દમાં ભાવના છે. વાંકો શબ્દ પણ સીધો થઈને કામ કરશે.