________________
૨૨૬
વાણીનો સિદ્ધાંત
જાય કશું.
પ્રશ્નકર્તા : ખાલી જો વાતાવરણની જ અસર હોય પણ જો એ આપના સંગની બહાર જતો રહે, તો પાછો હતો એવો ને એવો જ થઈ જાય ને ?
દાદાશ્રી : એવું છે ને, જ્ઞાનપ્રયોગથી એનાં પાપો ભસ્મીભૂત કરીએ છીએ. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી પાપોને ભસ્મીભૂત કરે છે. પાપો પોટલું વાળીને નાશ કરે છે. એટલે પાપો નાશ કરીએ તો હલકો થાય. એટલે ભગવાનની કૃપા ઉતરે. પછી પોતાને ચોવીસે ય કલાક આત્મા હાજર રહે અને સુખ જ રહે નિરંતર.
અવક્તવ્ય અનુભવ, મૌલિક તત્ત્વતો !!
પ્રશ્નકર્તા : આપને જે સુરતના સ્ટેશને, બાંકડા ઉપર ૧૯૫૮માં જ્ઞાન થયું, એ વખતનો અનુભવ કહોને.
દાદાશ્રી : અનુભવ તો, એવું છે ને, એ તમને કહી શકું કેટલો ? કે મને આનંદ થયો, મને જગત વિસ્તૃત થઈ ગયું હતું.
તે આ રાત્રે વહેલું સૂર્યનારાયણની હાજરીમાં જમવું જોઈએ. એ મને બહુ પસંદ પડેલું અને એ સાયન્ટીફિક વસ્તુ છે અને તે વેદાંતે પણ એવું કહ્યું છે, પણ વેદાંતનું કોઈ સ્વીકારતું નથી.
એટલે અમે સાંજે જમીને બેઠા હતા. હવે સ્ટેશન આવ્યું એટલે સાડા પાંચે અમે જમીને નીચે ઉતર્યા. ગાડીમાં જમી લીધું. નીચે ઉતરીને બાંકડા પર બેઠા. ત્યાર પછી જમેલાં વાસણ હતાં, તે અમારી જોડે એક ભઈ હતા, તે ધોવા ગયા.
ત્યાંથી મને એકદમ જ આ બધું સ્ફૂરણા થઈ અને આ ‘અંબાલાલ છું' એ ખ્યાલ જતો રહ્યો બધો અને એટલી બધી જાગૃતિ વધી, તે આખું બ્રહ્માંડ પ્રકાશમાન થયું. અને બધું મેં જોયું કે કોણ કર્તા આનો, જગત કેવી રીતે ચાલે છે, ભગવાન કોણ છે, ક્યાંથી થયું, નિમિત્ત કોણ,
વાણીનો સિદ્ધાંત
અવતારો શું છે, આ બધા સગાંવહાલાં શું છે, તમે કોણ છો, હું કોણ છું ?” એ બધા ફોડ પડી ગયા. એક કલાકમાં એ બધું વિવરણ મને જણાયું અને અપાર સુખ, પાર વગરનું સુખ !
૨૨૭
હવે એ ફોડ પડ્યા કે મને જે સમજાય, એ વાણીમાં ઉતરે એવા નથી. એ તો તમે જ્યારે જાતે એ ચાખશો ત્યારે તમને સમજાશે. પણ
આ બધું હું શબ્દોથી તમને સમજાવું છું. મૂળ વસ્તુ તો તમે જાણી શકશો જ નહીં. કારણ કે ત્યાં શબ્દો નથી. વિગતવાર વાણીમાં આવે નહીં. આ તો શબ્દો જેટલા બોલી શકાય, એટલા બહારના ભાગમાં હું તમને વાત કરું છું, એ મૂળ વસ્તુ તો નહીં ને ! એ તો તમે ચાખો ત્યારે, એ જગ્યાએ તમે આવો ત્યારે તમને ખબર પડે કે શું હતું !
આત્મા સૂક્ષ્મતમ વસ્તુ છે ને આત્માના જે બહારના પ્રદેશો છે, તે સૂક્ષ્મતર છે. તે સૂક્ષ્મતર સુધી અમે ત્યાં આગળ બધું જોયેલું. હવે સૂક્ષ્મતર વાણી નથી, એટલે ત્યાં તો વાણી બંધ થઈ જાય છે, વાણી અટકી જાય છે બધી. એટલે એમ કહેવું પડે કે તું ચાખ અનુભવમાં. તેથી અનુભવનું કહ્યું ને કે જાણ્યાથી જણાય એવું નથી, અનુભવથી જણાય છે. નીવેડો ય અનુભવથી જ છે !
...ત્યારે વાણી વિજ્ઞાતતે કહી જાય !
પ્રશ્નકર્તા : આપની સાધનાની લિંક ક્યારથી ચાલે છે ?
દાદાશ્રી : કેટલાંય કાળથી ! દરેકનાં લિંકવાર ટોળાં હોય જ. આ તો બધી લિંક જ છે. ૧૯૫૮માં તે દહાડે આ જ્ઞાન થયું. પછી એ જ્ઞાન પ્રગટ થવું જોઈએ. એ પ્રગટ થવામાં લિંક મળ્યા જ કરે. અમને ત્રણસો છપ્પન ડિગ્રીનું જ્ઞાન થયું છે પણ એ નીકળ્યું નથી, એથી નીચેનું નીકળે છે. અને જે દહાડે ત્રણસો છપ્પન ‘ડિગ્રી’ સુધીનું નીકળશે, તે દહાડે તો અજાયબી થશે આ કાળની !
પ્રશ્નકર્તા : ત્રણસો છપ્પન ‘ડિગ્રી’નું કઢાવવા કોઈ પાત્ર જીવોની જરૂર પડશે ?
દાદાશ્રી : હા, એવા પાત્રની જરૂર પડે. એ આવ્યો કે નીકળ્યું જ