________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૦૩
પ્રશ્નકર્તા : એ વક્તાઓ જ નાનાં છોકરાઓને કાઢી મૂકે.
દાદાશ્રી : અને અહીં તો મારી તમે વિધિ કરોને, પણ નાના છોકરાંઓ તો આવી આવીને ચોંટી પડે છે, તે પગ હઉ છોડતા નથી. હવે નાના છોકરાઓને બહાર કાઢે ત્યારે મુખ જ કહેવાયને એ ! એ વક્તાને કહીએ તમારું વક્તાપણું સાચું નથી. તેથી તમે આ નાના છોકરાંઓને બહાર કાઢો છો. તમે જો સારું બોલો તો નાનાં છોકરાંઓને ઊઠવાનું ગમે નહીં. કંઈક આકર્ષણ હોવું જોઈએ. આમ ને આમ આવું કેમ ચાલે ?
શીખો, ‘અમારું' જોઈ જોઈને ! અમારી પાસે શીખવાનું શું છે ? કે પાસે શા હારું બેસાડી રાખું છું ? કે જોઈ જોઈને એમનું જીવન જુઓ. આંખો જુઓ. આંખોમાં શું રહે છે ? સાપલીયા રમે છે ? ના. સાપોલીયા નથી રમતા. તે શું રમે છે ? વીતરાગતા રહે છે એ શીખો. વાણી દીલ ઠરે એવી હોય. એટલે આ બધું જોડે બેસ બેસ કરવાથી થઈ જાય. આ બધું જોઈને શીખવાનું છે આમાં. આ હું બોલું છું ને તે જોઈને શીખવાનું છે. બોલતા ય તમને મારા જેવું જ આવડી જાય પછી. એક ફેરો જોયું. અમે આ ચાવાદ વાણી બોલીએ. એ ભણવાથી ના થાય. ત્યારે લોક શું કહે છે ? તમે કરી બતાવો. એક ફેરો આપણે એને કહીએ, લે ટેબલ પર બેસીને આવી રીતે જમજે. તે એક ફેરો દેખાડવું પડે. પછી એને ફરી શીખવાડવા ના જવું પડે અને ચોપડીઓમાં શીખવાડ્યું હોય, ચોપડીઓમાં પ્લાનીંગ કર્યું હોય ને એ શીખવાડ્યું હોય તો ? ક્યારે શીખી રહે ? આ ગજવું કાપનારાની પાસે મૂક્યો હોય, છ મહિનામાં ઓલરાઈટ કરી આપે. એકસ્પર્ટ ! નહીં તો વીસ વર્ષ કોલેજોમાં ચાલે તો ય પણ ના શીખે. એમના પ્રોફેસરને જ આવડે નહીં ત્યાં આગળ !
લાખોને તારે અક્રમ જ્ઞાતી, ભેદવિજ્ઞાતી ! અને આ જ્ઞાનીઓ હિન્દુસ્તાનમાં હોય, આત્મજ્ઞાન થયા પછીનાં હોય, સમક્તિ થયા પછીના હોય, જેને વાણી બોલવાનો ઉદય વર્તતો હોય તો એ ત્રણ કે ચાર જ માણસોને તૈયાર કરી શકે. કો'ક વખતે ચાર બને, બાકી ત્રણ જ હોય. એ ચાર માણસોને સમકિત સુધીનું ફળ આપી શકે એ જ્ઞાનીઓ, આ શાસ્ત્રકારોએ લખેલું ચોખ્ખું અને ભેદવિજ્ઞાની લાખો માણસનો ઉકેલ લાવી શકે અને તે બે કલાકમાં જ લાવી આપે. અને પેલું તો આખી જિંદગી ડખો કરવાનો અને એ સાહેબની પાછળ જ ફર્યા કરવાનું. અને તે ય બૈરી-છોકરાં છોડીને, એવું ત્રણ છોડી અને એક છોકરો એટલું છોડી દઈને સાહેબની પાછળ ફરે ! બાકી આ તો લિફટ માર્ગ છે !
વિશ્વમાં ક્રાંતિ, તવા ઉપદેશકો થકી જ !
આ ગાડું ચાલે છે ને તે આપણે ચાલવા દો ને ! આડાઅવળી ના કરવી, એની મેળે આ પત્તાનો મહેલ તુટી પડવાનો છે એક દહાડો ! કોઈ તોડવા ના જશો. નહીં તો હાથ અડાડશો ને તો ય તૂટી પડશે અને જોખમદારી તમારે માથે આવશે કે આમણે તોડ્યો. એટલે એની મેળે તૂટી પડવા દો ને ! તૂટી પડવાની તૈયારીઓ થઈ રહી છે !!
આ પબ્લિકનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય, એની માટે પેરવીમાં છું. હું આત્મા થઈને, હું પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. કેમ કરીને હિન્દુસ્તાન અને ફોરેન પર અસર થાય, એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. જેમનાથી ટેકો દેવાય તો દેજો, આ તંબુમાં. આપણે તંબુ ઊભો કર્યો છે. ટેકો દેવો જોઈએ ને !
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : અને આખું પૂઠિયું જ ફરી જવાનું છે. નવા ઉપદેશકો ઊભાં થશે. જૂના ઉપદેશકો રિટાયર થઈ જશે અને રિટાયર નહીં થયા હોય તો ય નવા ઉપદેશકોને દેખીને જ રિટાયર થવાના.
આ દર્શન કરવાથી મન સારું થાય, મન મજબૂત થાય, વાણી સારી થાય, વિચાર સારાં થાય, દર્શનથી જ પાપો ધોવાઈ જાય. જ્ઞાની પુરુષની હાજરીથી જ ફેરફાર થઈ જાય. આ કંઈ ઉપદેશ નથી આપી દીધો. છતાં વાતાવરણથી જ ફેરફાર થઈ જાય.