________________
૪૫૨
વાણીનો સિદ્ધાંત
[૬] વાણીતાં સંયોગ, પર-પરાધીત !
સંયોગો, સ્થૂળ-સૂક્ષ્મ તે વાણીતા.... પ્રશ્નકર્તા : અમુક વખતે આપણે જાણીએ છીએ, ‘નથી બોલવા જેવું” તો ય સંજોગોને લીધે કેમ બોલાઈ જવાય છે ?
દાદાશ્રી : એ બધું આ તમે નથી બોલતાં, આ તો ટેપરેકર્ડ છે. તમારા હાથની સત્તા નથી આ.
વાતનો ફોડ ના પડે તો ફરી ફરી પૂછજો ને પૂરેપૂરું સમજી લ્યો.
પ્રશ્નકર્તા: આપ એવું કહો છો કે, ‘ધૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' તો એ સમજાવો.
દાદાશ્રી : કોઈ કહેશે કે, ‘ભઈ, આ દુનિયામાં શું છે ?” ત્યારે વેપાર જ બધો સંયોગોનો છે. વારે ઘડીએ સંયોગ ભેગા થાય, એને આપણે ફાઈલો કહીએ. તે ફાઈલનો નિકાલ કરી નાખો, બસ. એવું આપણે કહીએ છીએ.
ચૂળ સંયોગો એટલે તમને આ હરતા-ફરતા હવા ભેગી થાય,
ફલાણુ ભેગું થાય, મામા ભેગા થાય, કાકા ભેગા થાય, સાપ ભેગો થયો, એ બધા સ્થળ સંયોગો. કો’કે ગાળો આવડી આપી તે ય ભેગું થાય, આપે કે ના આપે ? કો'કની ખસી જાય તો તે આપી દે કે ના આપી દે ? તો શું કરો તમે ? લઈ લો કે ત્યારે ? એટલે આ બહારના સંયોગો ભેગા થાય, એ બધા સ્થૂળ સંયોગો.
સૂક્ષ્મ સંયોગો એટલે મહીં મનમાં જરા વિચાર આવે, આડા આવે, ઊંધા આવે, ખરાબ આવે, સારા આવે અથવા એવા વિચાર આવે કે ‘હમણે એકસીડન્ટ થશે તો શું થશે ? ફલાણું થશે તો શું થશે ? હમણે ઝઘડો થઈ જશે તો શું થશે ?” એ બધા સૂક્ષ્મ સંયોગો. મહીં મનમાં બધા આવ્યા જ કરે.
અને વાણીના સંયોગો એટલે આપણે બોલ બોલ કરીએ છીએ કે પછી કોઈક બોલ્યા ને આપણે સાંભળીએ, એ બધા વાણીના સંયોગો !
સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે અને ‘શુદ્ધ ચેતન” તેનું જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે.
સ્થૂળ સંયોગો એટલે બહારથી ભેગા થાય છે, તે છે. સંયોગો ઉપાધિ સ્વરૂપ છે, છતાં તેના “આપણે” જ્ઞાતા-દ્રષ્ટા રહી શકીએ છીએ. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. સૂક્ષ્મ સંયોગો, જે દેહની અંદર ઉત્પન્ન થાય છે. વાણીના સંયોગ તો પ્રગટ માલમ પડી જાય. વાણી સૂક્ષ્મ ભાવ ઉત્પન્ન થાય છે અને સ્થૂળ ભાવે પ્રગટ થાય છે. વાણીના સંયોગ સૂક્ષ્મ-સ્થૂળ કહેવાય.
આ બધા સંયોગો પર છે ને પરાધીન છે. એને પકડ્યો પકડી શકાતો નથી, અને ભગાડ્યો ભગાડી શકાતો નથી. સંયોગ માત્ર શેય સ્વરૂપ છે ને આપણે જ્ઞાતા છીએ. સંયોગ ખુદ જ વિયોગી સ્વભાવનો છે, માટે જ્ઞાતા-દ્રષ્ટા રહેશે તો એને વિયોગ ‘ઈટસેલ્ફ' થઈ જશે. આમાં આત્માનું કોઈ કર્તવ્ય નથી. એ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં રહી શકે છે. ઇચ્છિત કે અનિચ્છિત સંયોગ હોય તેનો વિયોગ થાય છે. ગમતા સંયોગને પકડ્યો પકડી શકતો નથી, ના ગમતા સંયોગને ભગાડ્યો ભગાડી શકાતો નથી. માટે નિશ્ચિંત રહેવું. સંયોગ આપણા કાબૂમાં નથી. આ દાદાની આજ્ઞા છે.
આ વાત જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે, તેને જ લાગુ પડે છે. બીજા