________________
વાણીનો સિદ્ધાંત
શું ય નહીં.
૪૪૯
પ્રશ્નકર્તા : ના. પણ એ જડે કેવી રીતે ?
દાદાશ્રી : બીજું શું નહીં, ફક્ત આ મુદત પાકતાં વાર લાગે છે અને પેલું મુદત જલ્દી થાય. કાયદો બધી જગ્યાએ સરખા જ હોય. મુદત પાકવામાં વાર લાગે.
પ્રશ્નકર્તા : ના. આમાં બોલાય છે કેવી રીતે ? અને બોલવાનું બંધ કેવી રીતે થાય ? આંતરિક સ્થિતિમાં, એટલે અંતરવિજ્ઞાનમાં એ બોલવાનું કેવી રીતે બને છે અને બોલવાનું બંધ કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધા. સામાને જેટલું અપાવાનું હોય એટલું નીકળે આપણે. અને ના આપવાનું હોય તો આપણે ત્યાં બંધ થઈ જાય. મેં એક ભાઈને કહ્યું'તું દાદરમાં. એ ભાઈ કહે છે, “દાદાની રેવડી દાણે દાણ કરીશ.' એમ કહેતો'તો. એ આવ્યો ત્યારે મેં કહ્યું, ‘બોલોને કંઈક.’ ફરી કહ્યું, ‘બોલોને કંઈક.’ પછી એણે તો ચોખ્ખું કહ્યું ‘અહીં સુધી આવે છે પણ બોલાતું નથી.' લે બોલને ?! આ બોલવાવાળા આવ્યા !! અહીં સુધી આવે છે પણ બોલાતું નથી, મને ચોખ્ખું કહ્યું, એટલે સમજી ગયો. અક્ષરે ય ના બોલાય, મારો હિસાબ ચૂકતે છે. પછી તારું ગજું જ શું છે ?
ગુનેગારતી અટકે વાણી
પ્રશ્નકર્તા : મારે વાત કહેવાની આવે, પણ અહીં ગળા સુધી આવે ને અટકી જાય. એ શું ડિફેક્ટ હશે ?
દાદાશ્રી : મોટી ડિફેક્ટ. ગુનેગારીની ડિફેક્ટ, ગુનેગારી ના હોય ને, તો એ ગમે તે બોલી શકે.
પ્રશ્નકર્તા : શેની ગુનેગારી ?
દાદાશ્રી : ગમે તેની ગુનેગારી. આપણે ગુનામાં હોઈએને, તો જ ના બોલાય. અહીં વાત ગળા સુધી આવીને પાછી ઊતરી જાય. પંપીંગ
વાણીનો સિદ્ધાંત
માર માર કરે પણ વાત અહીં ગળેથી બહાર નીકળે નહીં. એ બધું ગુનેગારીને લીધે છે. આપણા ગુના ના હોય તો કશો વાંધો આવે ? બિનગુનેગારને જે બોલવું હોય તે બોલી શકાય. શી વાત તમારે કરવી
હોય છે ?
૪૫૦
પ્રશ્નકર્તા : કોઈ પણવાત હોય, વ્યવહારમાં, ઘરમાં કે દુકાનમાં ક્યાંય પણ નીકળે નહીં. મને એમ થાય કે ‘હમણાં આમ કહીશ.’ પણ પછી નીકળે નહીં, હવે આમાં એક જ પ્રકારનો ગુનો કર્યો હોય કે દરેક ડિપાર્ટમેન્ટમાં જુદો જુદો કર્યો હોય, તો એવું થાય ?
દાદાશ્રી : એ જ ગુનો. ગુનાહિત ચિત્ત, એ બધું છે તે આવું કરે. જે ચિત્ત ગુનાવાળું છે તે આ બધું આવું કરે. સાચું ય ના બોલાય અને જૂઠું ય ના બોલાય. હિંમત જ તૂટી જાય ને !
પ્રશ્નકર્તા : એટલે વાણીના અંતરાય કહેવાય !
દાદાશ્રી : વાણીના બિચારીના શાના અંતરાય ? પોતાની ગુનેગારીને લીધે વાણી દબાઈ જાય ત્યાં. એ શીલ આવશે એટલે પછી બધી શક્તિ આવી જાય. થોડો ઘણો શીલવાન થાયને તો શક્તિ આવે. શીલવાનની સુગંધ આવે. ‘બ્રહ્મચર્યનું’ પુસ્તક વાંચે, જાણે તો શીલવાન થાય.
ચૂક્યા તેને સુધારી લીધું !
ઘણી વખત બોલવું હોય એવી વાણી ય ના નીકળે. વાણી ય ચોંટેલી હોય. તે તમારે બોલવી હોય તો ય ના બોલાય. ખેંચ થાય. મહીં મુક્ત ભાવ નહીં ને ! મુક્તભાવ એટલે જ્યારે જે વાણી બોલવી હોય, તે બોલાય. આ વાણી પર ને પરાધીન ખરીને, તે અમને ય ચૂકવે. જુઓ ને હમણાં ‘મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાં' એવું બોલ્યા હતા ને, પણ જોડે પેલી જરૂર હતી કે મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા, તે પછી પેલું વાક્ય જોડે મૂકી દીધું કે ‘તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા' પછી એ પદ્મતસરનું આવી જાય.
܀܀܀܀܀