________________
૨૪૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૯
ગ્રામિક એટલે બીજા શબ્દોમાં તળપદી કહીએ. એટલે ખરો શબ્દ તળપદી કહેવાય. તળપદી વધારે સમજાય.
કો’કે બૂમ પાડી જ હતી ને કે આ “મૂઆ’ શબ્દનું ભાષાંતર શું લખવું હવે ?
પ્રશ્નકર્તા ક્યારનો વિચાર કરું છું. ઇંગ્લિશમાં આવતું જ નથી ને એનું ! દાદાશ્રી : વાત ખરી છે.
ભાષાંતર નોતરે અર્થાતર ! એ તો મુંબઈમાં એક જ્ઞાન લીધેલા ભાઈ અંગ્રેજી કરવા આવ્યા હતા. તે મને કહે છે કે, ‘દાદા, હું ઇંગ્લિશ કરી આપું !' કહ્યું, ‘નહીં ફાવે. એવાં એવાં વાક્યો છે કે જેનો ઇગ્લિશનો અક્ષરે ય જડે જ નહીં.”
પ્રશ્નકર્તા : તમને પૂછીને લખે તો ચાલે ને ?
દાદાશ્રી : અમને એનું ઇંગ્લિશ શી રીતે જડે તે ? કારણ કે આપણી ભાષાના જે શબ્દો છે, તે શબ્દો આપણા જ્ઞાનના આધારે છે. એમની ભાષાના જે શબ્દો છે, એ એમના જ્ઞાનના આધારે છે. એમના શબ્દો અપૂર્ણ છે. આપણું પૂર્ણ છે. એ પછી શી રીતે ફીટ થાય ?
આ આપ્તવાણી અંગ્રેજીમાં છાપવાની કરી. ત્યારે મેં કહ્યું કે ‘ભઈ, મૂળ વાત પહોંચશે નહીં.' કારણ કે અંગ્રેજીમાં શબ્દો જ ના હોય. અંગ્રેજી ભાષા જ એની સમજણ પ્રમાણે હોય. દરેકની ભાષા એની સમજણના પ્રમાણમાં હોય. હજુ એ લોકો પુનર્જન્મ જાણતા નથી, તો આ શબ્દ ક્યાંથી સમજાય ?
પ્રશ્નકર્તા : આપની વાત સાચી છે.
દાદાશ્રી : છતાં અંગ્રેજીમાં છાપ્યું છે તે સારું છે. લોકો કંઈક માર્ગને પામે, અંગુલિનિર્દેશથી સમજણ પડે. મૂળ ગૂઢ ભાવાર્થ ના સમજાય.
એટલે પેલા ભાઈને મેં કહ્યું હતું કે અંગ્રેજી નહીં થાય ભઈ. અંગ્રેજીમાં તો એના શબ્દો જ ના હોય ને !
આ વાંચીને એ એની ભાષામાં સમજી જાય પાછો. દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય. અને અમારી જ્ઞાનીની વાણી કોને કહેવાય કે દરેક પોતાની ભાષામાં સમજી જાય.
એ તો કુદરતી વેલ્ડિંગ ! આ તો મારે મોઢે જે અંગ્રેજીમાં શબ્દો નીકળી ગયા છે, એ તો કુદરતી નીકળ્યા છે. એ મારા ભણતરને લીધે નહીં. હું તો ભણતરમાં મેટ્રિક ફેઈલ છું. પણ આ “ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ” “ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ” એવું બધું બોલું, તે એની મેળે કુદરતી નીકળી જાય.
મોટા મોટા ભણેલા માણસો મને પૂછે કે ‘દાદા, અમે આટલાં મોટા ગ્રેજ્યુએટ થયા તો પણ હજુ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ શબ્દ અમને બોલતા નથી આવડતા. તમે શી રીતે બોલો છો ? તમે ક્યાં સુધી ભણેલા ?” મેં કહ્યું, ‘મેટ્રિક ફેઈલ'. ત્યારે કહે, ‘આ તો અમને આંગળાં કરડવા જેવું લાગે છે.’ પણ આ તો એની મેળે કુદરતી નીકળી જાય શબ્દો.
એક મોટા ચીફ એન્જિનિયર સાહેબ હતા. તે મને કહે છે, “ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, આવડું મોટું વાક્ય બોલ્યા તમે, તો તમે શું ભણેલા છો ?” મેં કહ્યું, ‘હું તો મેટ્રિક ફેઈલ થયેલો છું. મને ક્યાંથી આવડે ?” સહેજે વાક્ય નીકળી ગયું. આ વાક્યને લીધે લોકો એમ જાણે કે આ તો એમ.ડી. થયા છે, કેવું મોટું વાક્ય ! લોકો કહે છે, “આ વાક્યનો અર્થ અમને સમજાતો નથી. એ વાક્ય તમે બોલો છો.' કહ્યું, ‘આ સહેજે નીકળેલા છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' એ શબ્દ ય કંઈ જેવી તેવી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : પણ તમે જેટલું અંગ્રેજી બોલો છો, એટલું બહુ સચોટ