________________
૨૪૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૭
એને સમજ તરત પડી જાય ને !
જ્યારે આ લોકો એવું સમજાવે છે ? બેબાકળું. એનું અજ્ઞાન ગયું નથી ને આપણને અજ્ઞાન સાવ ઠસાવ કરે. આપણું મગજ ખલાસ થઈ જાય. એનું અજ્ઞાન આપણને બુદ્ધિથી ઠસાવ ઠસાવ કરે અને પછી આપણને મહીં ગળે ઊતરે નહીં. એટલે ડચૂરો બાઝે. ડચૂરો તમે સમજ્યા? રાયણાં ખાધેલાં ? તેનો મહીં ડચૂરો ભરાય !
પ્રશ્નકર્તા : સોપારી ખાય તેનો ય મહીં ડચૂરો ભરાય છે.
દાદાશ્રી : હા. તો પણ થાય છે. એ ડચૂરો કહે છે ને ! જુઓને, આ આપણી ગુજરાતી ભાષા, એનું અંગ્રેજી કરવું હોય, ડચૂરાનું, તો શું થાય ?
પ્રશ્નકર્તા : ના થાય.
તેટલું ભાષણ કર્યું. પણ અંદર કંઈ ન ઉતર્યું. અંદર કંઈ ફેર ન પડ્યો.
દાદાશ્રી : હા, પણ કશું વળ્યું નહીં. હતા તેવાં ને તેવાં.
પ્રશ્નકર્તા : ગમે તેટલી જાત્રાઓ કરી, આ નર્મદા આખી ઓળંગી પણ અંગૂઠો ય ભીનો ન થયો.
દાદાશ્રી : બાકી દાદા પાસે ભાષા-બાષા ક્યાંથી હોય ? દાદા પાસે મૂળ વસ્તુ છે. ભાષા તો ક્યાંથી હોય ? છતાં ય મારી ભાષા એ એવી છે કે શાસ્ત્રકારોએ પૂછયું ભગવાનને, ‘અનુભવ જ્ઞાની કોણ ?” ત્યારે ભગવાને શું કહ્યું ? “જે પોતાની ભાષાના શબ્દો બોલે તે !” પોતાની ભાષા એટલે શાસ્ત્રોની નકલ નહીં.
પોતાની ભાષા ! ઊગેલી ભાષા, આમ બતાવીને સમજાય એવી. સાદી ભાષા ! પોતાને ઊગેલી, કોઈની ચોરી લીધેલી નહીં. - ભગવાને પહેલી ચોખવટ કરી છે આ, અનુભવ જ્ઞાની કોણ ? ત્યારે કહે, પોતાની ઊગેલી ભાષા બોલે તે, પાર્શ્વનાથની ભાષામાં જો કદી ભગવાન મહાવીર બોલતા હોત તો મહાવીર જ શાના ? ભગવાન મહાવીર પોતાની ભાષામાં બોલે, અર્ધ માગધીમાં ! અને તે શબ્દો ય જુદા, આવું પારિભાષિક નહીં, એમના જે શબ્દો તે પારિભાષિક એમના. અને પાર્શ્વનાથ ભગવાન પારિભાષિક શબ્દો એમના ! આ મારા શબ્દો એ મારા પારિભાષિક. બાકી આમાંથી ઉતારી ના હોય. એક-બે, બે-પાંચ વાક્યોમાં મળતાં ના આવે ! શાસ્ત્રોમાં જડે નહીં, પ્યૉર ગુજરાતી લેંગ્વજમાં, શબ્દો ના ફાવે એવા હોય તો ઇગ્લીશના શબ્દો મૂક્યા હોય, પેલાને મનમાં ઘુસાડવા માટે. હું શું કહેવા માંગું છું, એ ઘુસાડવા માટે. આજના માણસોને એ ગૂઢ શબ્દ પણ ન પહોંચે, એટલા માટે આ મૂકેલાં.
જોટો જડે તા, ગુજરાતીનો ! પ્રશ્નકર્તા : પણ અંગ્રેજી શબ્દો આ આમાં, આ શૈલીમાં એવા બેસી જાય છે કે બરાબર ફીટ થઈ જાય છે.
દાદાશ્રી : હા, ફીટ થઈ જાય છે તે લોકો ખુશ થઈ જાય છે અને
દાદાશ્રી : અને તાવી જોવું, એ શબ્દ અંગ્રેજી ભાષામાં શું કહે છે? પ્રશ્નકર્તા : ટેસ્ટ, પરીક્ષા કરવી.
દાદાશ્રી : પરીક્ષા શબ્દ એને પહોંચે નહીં. ‘તાવી જોવું' કહ્યું હોયને, એનો અંગ્રેજીનો શબ્દ જડે નહીં.
પ્રશ્નકર્તા : એના માટે બીજો ગુજરાતીમાં પણ શબ્દ જડે નહીં.
દાદાશ્રી : હા એનું ગુજરાતી પણ જડે નહીં. એટલે એ જ શબ્દ આપણે બોલવો પડે. શું ગૂઢ ભાવાર્થ ભરાયેલો હોય છે, એક એક શબ્દમાં.
પ્રશ્નકર્તા : એવો ભાવ બીજામાં આવે નહીં. દાદાશ્રી : હા, આ ‘તાવી જોવું” એ આપણો ગ્રામીક શબ્દ. પ્રશ્નકર્તા : એ જ ગ્રામીક શબ્દો સારા છે. એનાથી વધારે સમજાય
દાદાશ્રી : આપણી ભાષાનું ખરું રૂપ તો ગ્રામિક ભાષામાં છે, હકે.