________________
વાણીનો સિદ્ધાંત
સાચા મુતિ તો તેને કહેવાય !
પ્રશ્નકર્તા : મુનિ કોને કહેવાય ?
૧૫૭
દાદાશ્રી : મુનિ તો એક અક્ષરે ય સંસારી શબ્દ ન બોલે અને આત્મા સંબંધી આખો દહાડો બોલે, તો જ એ મુનિ કહેવાય. આત્માસંબંધી અધ્યાત્મસંબંધી આખો દહાડો બોલે અને સંસારહેતુ માટે શબ્દ બોલે નહીં, ત્યારે મુનિ કહેવાય. આખો દહાડો બોલ બોલ કરે, રેકર્ડ વાગતી હોય એમ વાગ્યા કરે, તેથી શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું'.
આ અમારી આખો દહાડો રેકર્ડ ચાલે પણ છતાં ય અમે મૌન છીએ. આત્માર્થ સિવાય બીજા કોઈ અર્થે અમારી વાણી ના હોય. એવું મૌન પાળે તે મુનિ ! પણ આ મુનિ તો બહારનું મૌન પાળે ને મહીં અજંપો રહ્યા કરે છે, તેને મુનિ શી રીતે કહેવાય ? અમે મહામુનિ છીએ ! સંપૂર્ણ મૌન છીએ ! આને પરમાર્થ મૌન કહેવાય છે.
કડકાઈ મૌતની !
મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલે કડકાઈ તો વેડફાઈ જાય. મારા મૌનથી જ બધા માણસો સુધરે. હું બોલું તો સામાને બહુ અસર થઈ જાય. આ દાદા પાસે બધી બોલવાની છૂટ, છતાં મૌન રહે, એ મૌન તપોબળ કહેવાય.
વાણીતાં તપે તપ્યાં, તે બન્યાં શુદ્ધ !
વાણીનો કંટ્રોલ કર્યો હોય તો બહુ શક્તિઓ વધી જાય. વાણીનો કંટ્રોલ કરો છો કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : થતો નથી.
દાદાશ્રી : જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું, વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરાય.
પ્રશ્નકર્તા : વાણીનું તપ એટલે શું ?
દાદાશ્રી : તપ એટલે બે પ્રકારનાં વાણીનાં તપ થાય છે. એક આજ્ઞા
વાણીનો સિદ્ધાંત
લઈને ના બોલવું અને એક જાતે ના બોલવું. એ વાણીનાં તપ બહુ સારાં કરે તો એનાથી ફાયદો ઘણો છે. નરી શક્તિ જ વાણીમાં વપરાઈ જાય છે.
૧૫૮
જેટલું મૌન પકડશો એટલી બુદ્ધિ બંધ થશે. બુદ્ધિ બંધ થશે એટલે મૌન થાય. એટલે આજે વાણી બોલાવ બોલાવ કરે છે, તે બુદ્ધિ અને અહંકાર, બે ભેગાં થઈને વાણી બોલાવ બોલાવ કરે છે અને મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે.
અંતિમ સરવૈયું સંસાર....
પ્રશ્નકર્તા : મૌન રાખે, તેનાથી વચનબળ વધે ?
દાદાશ્રી : ના. એનાથી વચનબળ ના આવે. વચનબળ તો કોઈ માણસને દુ:ખ થાય જ નહીં એવી વાણી થાય ત્યારે ઉત્પન્ન થાય, દુશ્મનને ય દુઃખ ના થાય એવી વાણી હોય.
પ્રશ્નકર્તા : પછી તો મૌન થઈ જાય ને ?
ખરું
દાદાશ્રી : ભલે ને, મૌન થઈ જાય. મૌન એ જ આ જગતનું સરવૈયું છે. છેવટે મૌન ઉપર આવવા માટે કહ્યું, કારણ કે મૌન એ ‘જોવાનું’ સાધન છે. વ્યવહારમાં મૌન લે છે, એ તો જગત કેવી રીતે ચાલે છે’ એ જોવાનું સાધન છે. ટાઈમ થાય એટલે ચા આપી જાય, ટાઈમ થાય ને બીજું અમુક રહીયે જાય મહીં. તો આપણે લેટ ગો કરવું પડે. જ્યારે મૌન થશે, ત્યારે જગત સમજ્યા ગણાશે.
જગતનો સંપૂર્ણ સારાંશ શું ? જગતસંબંધી એક અક્ષરે ય બોલવા જેવો નથી અને આત્મા સંબંધી જ બોલે.
܀܀܀܀܀