________________
[૫]
જ્ઞાતી પુરુષતી સૈદ્ધાંતિક વાણી !
વાદી-પ્રતિવાદીતે ય મંજૂર
પ્રશ્નકર્તા : વીતરાગ વાણી, એના ઉપર કંઈ પ્રકાશ આપો.
દાદાશ્રી : વીતરાગ વાણી એટલે સચેતન વાણી કહેવાય. તરત જ આપણને ચાલતા કરી દે. મહીં બધી મશીનરી ચાલુ કરી દે. પેલી વાણી કશું કરે નહીં. પેલી વાણી ને વા-પાણી બેઉ સરખાં.
જો વીતરાગ વાણી સાંભળવા મળે તો દુઃખ જાય. નહીં તો દુ:ખ જાય નહીં. વીતરાગ વાણી કોને કહેવાય ? કે જે વાણી ફરિયાદી ને આરોપી બંને કબૂલ કરે કે આ વાત સાચી છે. મારે માનવું - ના માનવું એ જુદી વાત છે. પણ આ વાત સાચી છે. આપણે એને કહીએ કે ‘ભઈ, તને કેમ લાગે છે ? આ વાત ખોટી છે ?' ત્યારે એ કહે, ‘ના. વાત સાચી છે. પણ મારે નથી માનવું, ગમે તે કોમનો હોય, ગમે તે જાતનો હોય, ગમે તે ગચ્છનો હોય, તો પણ એક્સેપ્ટ કરે કે ના ભઈ, વાત બરોબર છે. પછી ના માનવું, એ વાત જુદી છે. કોઈનો કોઈના ૫૨ અધિકાર નથી. પણ વાત તો તરત સમજાઈ જાય.
વાણીનો સિદ્ધાંત
વીતરાગ વાણી હોય તો વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે. ને રાગી-દ્વેષી વાણી હોય તો ના કબૂલ કરે. પછી લોકો નથી કહેતા કે મારો છોકરો મારું માનતો નથી. એનું શું કારણ ? રાગ-દ્વેષ છે. બહારના લોકો પોતાનું ના માને, પણ છોકરાએ તો પોતાનું માનવું જોઈએ ને ? પણ
રાગ-દ્વેષને લઈને માનતો નથી.
૩૧૮
પોતાનો આત્મા કબૂલ કરે, એ જ વીતરાગ વાણી. અમે એટલું જ કહીએ કે તારો આત્મા કબૂલ કરે તો જ સાંભળજે અને નહીં તો આત્મા કબૂલ ના કરે ને મનનું કબૂલ કરેલું, એ તો મનોરંજન કહેવાય.
આ જગતમાં જે બહાર સાંભળશો, તે બુદ્ધિશાળીઓની વાણી છે. તે મનને સંતોષ થશે અને અહીં આત્મતૃપ્તિ થશે. મનનો સંતોષ અને આત્મતૃપ્તિમાં ફેર ખરો ?
પ્રશ્નકર્તા : ચોક્કસ, ઘણો ફેર.
દાદાશ્રી : તો અહીં સીધી આત્મતૃપ્તિ થાય એવું છે. જ્યાં સુધી ‘હું કંઈક જાણું છું”, ત્યાં સુધી એ અંદર પેસવા ના દે.
એ ત્રિકાળી સત્ય!
પ્રશ્નકર્તા ઃ દરેકને પોતાનું ‘હું’ પદ હોય, ‘હું કહું’ એ જ સાચું એમ
હોય.
દાદાશ્રી : અને પછી વિખવાદ થાય.
પ્રશ્નકર્તા : એટલે લોકો ભ્રાંતિમાં પડી ગયા છે કે આમાં સાચું શું ?
દાદાશ્રી : તે સાચું ક્યાં હોય ? કે જ્યાં વાદ-વિવાદ ના હોય. ત્યાં સાચું હોય. જ્યાં વાદ-વિવાદ હોય, ત્યાં તો કાગડા લઢે એવો કુસંગ કહેવાય એ. જ્યાં સત્સંગ હોય, પણ ત્યાં પૂછાપૂછમાં વાદવિવાદ ઊભા થાય તો જાણવું કે અહીં કશો લાભ નથી.
પ્રશ્નકર્તા : વાદ-વિવાદ કરે, તો ‘સાચું શું છે’ એ જાણવા મળેને, નહીં તો હું મારું ડહાપણ કર્યા કરું.