________________
વાણીનો સિદ્ધાંત
૩૨૯
૩૩૦
વાણીનો સિદ્ધાંત
હાથ અને લાંબો હાથ હોય તો લાંબો હાથ, પણ એ મશીનરી જ એવી થઈ જાય. જાણે મશીનરી ફરતી હોય ને, એવું ફર્યા કરે છે. જાણે મહીં કોઈ માલિક ના હોય એવી રીતે મશીનરી ફર્યા કરે છે ! તમે આવી પરેડ જોયેલી કે નહીં ? આવું તેવું બધું જોવા ના જાવ ?
આટલા બધા વ્યાખ્યાનો સાંભળ્યા, ઉપદેશો સાંભળ્યા પણ કોઈ દહાડો આત્મા હાજ૨ ના થાય. અમારી હાજરીમાં આત્મા હાજર થાય. એટલે શું ? અમારી વાણી આવરણ ભેદીને આત્માને પહોંચાડે. તે ઘડીએ આત્મા કબૂબ્સ કરે, એક્સેપ્ટ કરે. જ્યારે જગતની બધી વાણી છે એ મન સુધી પહોંચે, બુદ્ધિ સુધી પહોંચે, આત્મા સુધી પહોંચે નહીં. અમારી વાત સીધી આત્માને પહોંચાડે..
પેલો તરત એક્સેપ્ટ (સ્વીકાર) કરે. આપણે અહીં તદન નવા માણસો બધા એક્સેપ્ટ નથી કરતા ? કરે છે ! એ જુઓ છો ને તમે બધું? એ અહીં આગળ જ. બીજે કોઈ એક્સેપ્ટ નહીં કરે. એકે ય માણસ એક્સેપ્ટ ના કરે !
પ્રશ્નકર્તા : પછી “પોતાની સેફ સાઈડ માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ રહે.” (આપ્તસૂત્ર)
દાદાશ્રી : હા. પોતાની સેફસાઈડ માટે જૂઠું બોલવાનું થાય તો ક્યાંથી પછી વચનબળ ઉત્પન્ન થાય. વચનબળ કોને હોય ? જેને જગતસંબંધી કોઈ સ્પૃહા ના હોય. પછી ભલે આત્મા પ્રાપ્ત ના કર્યો હોય. પણ એ વચનબળ થોડું જ હોય. વચનબળ શી રીતે જતું રહ્યું છે ? આ વાણીનો દુરુપયોગ કર્યો તેથી. લોકોને મુશ્કેલીમાં મૂક્યા, લોકોને ખખડાવ્યા, કુતરાને બીવડાવ્યા, પ્રપંચ કર્યો, તેથી વચનબળ તૂટી જાય. જૂઠું બોલીને સ્વબચાવ કરે, સત્યના આગ્રહ ને દુરાગ્રહ કરે તો ય વચનબળ તૂટી જાય. તેથી બધી વાણી નબળી પડતી જાય, વીક થતી જાય. અને ‘વીક’ થતી જાય એટલે પછી અહંકારે કરીને કાર્યકારી કરવી પડે કે “જવું જ પડશે, કરવું જ પડશે.’ બાકી આમ સહેજે કાર્યકારી ના હોય.
વચનને સિદ્ધ તો કરવું પડશે ને ? વચનબળ માટે તો વચનના નિયમોમાં આવવું પડશે ને ? આ તો જૂઠું બોલીને છેતરીને વાણીને જેણે વ્યભિચારી કરી છે, એનું કોણ માને ?
છોકરાને ટૈડકાવે, ‘અલ્યા, સીધો બેસ.' તેથી છોકરાં આગળ વચનબળ ના રહે. જો વાણી એવી નીકળે કે સામાના હૃદયને ઘા કરે તો બીજા ભવમાં વાણી હપૂચી ખેંચાઈ જાય, દસ-પંદર વર્ષ મૂંગો રહે.
એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે, તેથી તો મનવાણી બધું ફ્રેકચર થઈ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે !
વાણીનો ખોટો-અવળો ઉપયોગ કર્યો તેથી વચનબળ જતું રહે. વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય. વાણીને કોઈ પણ વિભાવિક સ્વરૂપે ન લઈ જાય તો વચનબળ ઉત્પન્ન થાય.
જેટલું તને સમજાય, તેટલું સત્ય બોલજે. ના સમજાય ત્યાં ના બોલે,
વયતબળ, જ્ઞાતીનાં ! પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : લોકો મને પૂછે છે કે, ‘આપનામાં વચનબળ કેમ છે ને અમારું વચનબળ નથી’ પૂછે કે ના પૂછે તો પછી આપ્તસૂત્રમાં જવાબ લખ્યો છે, વાંચો જોઈએ.
પ્રશ્નકર્તા : “એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યા હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય. પોતાનું માન વધે એટલા માટે વાણી ન બોલ્યા હોય તો એવું વચનબળ સિધ્ધિ થાય.” (આપ્તસૂત્ર)
દાદાશ્રી : આ જવાબ આપને સમજમાં આવે છે. જવાબ બરાબર લાગે છે ? આ પ્રમાણે કરે તો પોતાને ફાયદો ન થાય ? ભલે અજ્ઞાન દશામાં છો. પણ આ પ્રમાણે કરે તો અવશ્ય વચનબળ ઉત્પન્ન થાય.