________________
વાણીનો સિદ્ધાંત
જોઈએ. ભલે ઊંધું-ચત્તું પૂછે, પણ ટાઈમ તો આમાં-સત્સંગમાં જ જવાનો છે ને બધો ? અને મારે મોઢેથી નીકળ્યું હશે તે કંઈ ખોટું-અવળું ઓછું નીકળવાનું છે, કશું ? એ તો ફાયદો થશે. વાત કઢાવનારને સંતોષ થાય છે ને ! આ તો કો'કને એવી વાત ના ગમે, એટલે ‘આ ડખો કરે છે’ એવું લાગે.
૯૩
પૂછી પૂછીતે ચણી લો મહેલ, મોક્ષતા !
પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપના પરિચયમાં આવીને, અહીંયા હવે બીજું અમારે શું કરવાનું ?
દાદાશ્રી : એવું છે ને, તમારે જ્યાં અટકયું હોય, તે જ્ઞાન અહીં જાણી લેવાનું. પણ એ સંજોગ રોજ ના નીકળે. એ જ્ઞાન, એ વાણી એવી વસ્તુ નથી કે તમે હમણે કાઢવા જાવ તો નીકળે. કારણ કે આ વાણી એ રેકર્ડ છે. જેટલી રેકર્ડ નીકળતી હોય એટલી નીકળે. એટલે પછી જેટલો વધુ તમે ટાઈમ અહીં આવો, તો ત્યારે એ વાત નીકળે. તે જ્ઞાન તમને મળે તે દહાડે.
પોતાની સેફસાઈડ માટે સમજી લેવાનું છે અહીં આગળ. અમે જે કહીએ ને, તે ય પૂરેપૂરું ના સમજાય, બળ્યું. પોતાની ગરણી હોય એ પ્રમાણે ગાળે.
પ્રશ્નકર્તા : આપણે જેટલું સમજતા હોઈએ, એને સાચું માની લઈએ તો પછી ઊલટું ના થાય ?
દાદાશ્રી : સાચું માની ના લેવાય. પોતાના મનમાં જે લાભ થાય એ સાચો. અને કો'કને તો આ જવાબ ના અપાય.
પ્રશ્નકર્તા : કો'કને માટે નહીં. પોતાને માટે પૂછાય ને ?
દાદાશ્રી : અહીં બધું પોતાને માટે સમજવાનું. પણ તે જેટલી સમજણ પડે તેટલી સાચી. ગરણી જેવી હોય તે પ્રમાણે સમજણ પડે.
એટલે પોતાના માટે પૂછપરછ કરીને સમજી લેવાનું. ‘આ શું છે ? મારે સમજવું છે. મને આ હરકત આવી.' તે બધું સમજી લેવાનું.
વાણીનો સિદ્ધાંત
આ જ્ઞાન ઝીણવટથી સમજી લેવું પડે. કારણ કે આ જ્ઞાન કલાકમાં આપેલું છે. કેવડું મોટું જ્ઞાન, તે એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ એક કલાકમાં જ્ઞાન થાય છે. પણ બેઝિક થાય છે. પછી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવારથી સમજવા માટે તો તમે મારી પાસે બેસો ને પૂછપરછ કરો, ત્યારે હું તમને સમજાવું. એટલે અમે કહીએ છીએને કે સત્સંગની બહુ જ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા પૂછતા જાવને, તે આંકડા મહીં ખૂલતા જાય.
૯૪
પ્રશ્નકર્તા : અમુક વાણી જે નીકળે છે ને, તે ફરી સમજવા માટે પૂછી લેવી જોઈએ.
દાદાશ્રી : એ તો જેને ખેંચે, તેણે પૂછી લેવી. મારે નીચે કાંકરો ક્યાંથી આવે છે ? બાકી બધાને રસ્તે ચઢાવવાનાં છે ને. પાછળ પડી ગયો હોય તેને ય.
સામાતાં સ્પંદતો, સ્પર્શે જ્ઞાતીને !
પ્રશ્નકર્તા : કેટલીક વખત એવું થાય કે અમે બહાર વાત કરીને અહીં આવીને, બેસીએ, તે જ વાત તમે કરતા હોવ.
દાદાશ્રી : એ તમારા મનની અસરો મારી પર પડે. તમારા મનમાં શું ચંચળતા ઉત્પન્ન થઈ છે, એના ફોટા મહીં પડે કેટલાંકના. એટલે આ વાત નીકળે. કો'કનામાં કંઈ ચંચળતા ઊભી થઈ કે વાત નીકળે અહીં આગળ. અમારે એ વાત કાઢવી નથી. એ તો રેકર્ડ નીકળ્યા જ કરે.
ન્હોય આ મારી વાણી !
પ્રશ્નકર્તા : આપ જે વાણી બોલો છો, એ બહુ ગજબની નીકળે છે.
દાદાશ્રી : આ તો ટેપરેકર્ડ છે ને ! હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું ને ! ગજબની વાણી નીકળે, તે તમારે જાણવાની ! મારે ગજબની છે કે નહીં એવું જાણવાનું હોય જ નહીં ને ! આ ટેપરેકર્ડ, તેમાં મારે શું લેવાદેવા ? મેં શું કર્યું આમાં ? અમે તો વીતરાગ છીએ એમાં ! મારું જો કર્તવ્યપણું હોય તો મને મીઠાશ આવે. હું બોલ્યો હોઉં તો મને મીઠાશ આવે કે હા,