________________
વાણીનો સિદ્ધાંત
પર૩
પર૪
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એટલે અમે બધા ફાધર-મધરને કહીએ છીએ કે બારતેર વર્ષની પછી એની જોડે સાથે બેસો, વાતચીત કરો. એના મન ખુલ્લા કરો. મનમાં એને ગૂંચવાડો ઊભો થાય, તો કોણ એનો ગૂંચવાડો કાઢી આપે ? બીજી બેનપણીઓ મળે, તે સારી બેનપણી તે એની પાસે ઊભી ના રહે અને બીજી બેનપણીઓ તો એના જેવી હોય તે ઊભી રહે. એ બધી એન્કરેજ કરે સામસામી. કોણ ડિસ્કરેજ કરે ?
એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમે છે તે ઉકેલ કરી આપીએ બધા.
જ્ઞાતીતી ભાષા !! અમને કોઈની જોડે મતભેદ પડ્યો નથી. કારણ કે જ્ઞાનીની ભાષા જુદી અને અજ્ઞાનીની ભાષા જુદી ! બન્ને વ ભાષા જુદી છે. જ્ઞાનીની રીયલ ભાષા છે. અજ્ઞાનીની રીલેટિવ ભાષા છે. જ્ઞાનીની ભાષામાં કોઈ મરતું જ નથી. અજ્ઞાનીની ભાષામાં બધા મરી જાય છે. આ બન્નેની ભાષા જુદી જુદી છે. અજ્ઞાની કાંણો કર્યા કરે છે અને જ્ઞાની જોયા કરે છે !
હમણે છે તે મુસલમાનના દેશમાં આપણે ગયા અને ત્યાં આગળ આપણે આશીર્વાદ આપ્યા ને કહીએ “સ્વસ્તિક' ! તો એ મુસલમાન શું સમજે ? ‘ક્યા કુછ અપને કુ ગાલી દીયા ઉસને ?” તે અવળું સમજે તો મારી બેસે, એટલે આપણને પેલા ઊગ્ર થતા દેખાય, ત્યારે આપણે મનમાં એમ ના રાખવું કે સાલું, મેં આશીર્વાદ આપ્યો છે ને આ શાનાં ઉગ્ર થાય છે ? શા આધારે ઊગ્ર થાય ? એવું તેવું ના રાખવું. આપણે તરત જ કહેવું કે ‘ભઈ, મારી ભૂલ થયેલી લાગે છે તમારી જોડે હં, મીયાભાઈ !” એમ કહીએ ને ત્યારે પેલો પાછો ફરે, “ઐસા તુમ્હારા ભૂલ હો ગયા ? તો હમારી ભૂલ હો ગઈ.’ તો પેલો સ્વીકાર કરે. પછી આપણે એને કહીએ કે ‘તારે યહાં આશીર્વાદ કો ક્યા બોલતા હૈ ?” પછી આપણે એવું બોલીએ ને તો એ ખુશ થઈ જાય ! એની ભાષામાં ઉકેલવું જોઈએ. પાછા પોતાની ભાષામાં સ્વીકાર કરાવવા જાય છે. તમારી ભાષામાં મારે વાત કરવી જોઈએ. સામાની ભાષામાં વાત કરવી જોઈએ કે આપણી ભાષામાં ? તમને કેમ લાગે છે ? દરેકની ભાષા જુદી હોય ને ? આપણે મુસલમાન
દેશમાં ગયા હોઈએ તો આપણી ભાષામાં વાત કરીએ, તો શું થાય એને ? અવળું પડી જાય બિચારાને !
આતે તે વઢાય ? એક ફેરો એક માણસ જોડે મારુ મગજ જરા તપી ગયેલું, રસ્તામાં હું તેને વઢતો હતો. તે લોક તો મને ટકોર મારેને કે આ બજારમાં વઢવાડ તમારાથી થાય ? એટલે હું તો ઠંડો પડી ગયો કે શી ભૂલ થઈ ? પેલો આડું બોલે છે અને આપણે વઢીએ છીએ એમાં તે શી મોટી ભૂલ થઈ ? પછી મેં એમને કહ્યું કે આ આડું બોલતો હતો તેથી મારે જરા વઢવો પડ્યો. ત્યારે પેલા કહે છે કે એ આડું બોલે તો ય તમારાથી વઢવાનું ના થાય. આ સંડાસ ગંધાય તો બારણાને લાતો માર માર કરીએ તો એ સંડાસ ક્યારે સુગંધીવાળું થાય ? એમાં કોને નુકસાન ગયું ? તેનો સ્વભાવ જ ગંધાવાનો છે. તે દહાડે મને જ્ઞાન નહીં થયેલું. એ ભાઈએ મને આવું કહ્યું, તે મેં તો કાનની બુટ્ટી પકડી. મને સરસ દાખલો આપ્યો કે એ સંડાસ ક્યારે સુધરે ? અને બગીચાને ફૂલ ચઢાવીએ તો ય સુગંધી આપશે. ને ફૂલો નહીં ચઢાવો તો ય સુગંધી આપશે ! માટે બગીચો ઓળખીને ત્યાં બેસો. લોક તો ઊંધું છતું કરે પણ તમારાથી ના થાય. એવું કોઈક કહે તો તપાસ કરીએ ને કે એવડી તો મોટી શી ભૂલ રહી જાય છે ?!