________________
[૪] આદેશ-ઉપદેશ-દેશના
બોધ : ઉપદેશ - સિદ્ધાંત
એટલે અહીં બધું પૂછાય. વર્લ્ડની હરેક વસ્તુ પૂછાય. બધા ખુલાસા થાય અહીં આગળ, એની દવા પણ છે. એકલો ખુલાસો જ નહીં, પણ
એની દવા ય છે અહીં.
પ્રશ્નકર્તા : બોધ, ઉપદેશ અને સિદ્ધાંત. આ ત્રણ શબ્દો સમજાવો.
દાદાશ્રી : મીણબત્તી સળગે નહીં, તો જાણવું કે બોધ જ ન હોય આ. બોધનો તો બહુ ઊંડો અર્થ થાય છે. આ તો અંધારું ઘોર જેવું છે. પણ દીવાસળીથી મીણબત્તી સળગાવી આપે ત્યારે જાણવું કે બોધ આપ્યો. એટલે સામાને પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ. બોધ આપનાર બોધ આપે તો સામાને પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ. અને પ્રકાશ ના ઉત્પન્ન થાય તો, એ ય અંધારું છે અને આ ય અંધારું છે.
પ્રશ્નકર્તા : બોધમાં સાધનની કે નિમિત્તની જરૂર પડે ?
દાદાશ્રી : એ તો બોધ આપનાર માણસ તો હોય જ ને ! બીજું
વાણીનો સિદ્ધાંત
કોણ નિમિત્ત ?! મીણબત્તી દીવાસળીથી સળગાવો અને મીણબત્તી સળગી એટલે આપણે કહીએ ને, કે ‘ભઈ, આણે મીણબત્તી સળગાવી.’ નહીં તો ય મીણબત્તી સળગે એવી જ હતી. લોકો બોધ આપે છે ને, તે કહે, ‘મારો બોધ નકામો ગયો.’ અલ્યા તું છે જ નકામો ને ! નહીં તો બોધ શી રીતે નકામો જાય ? મીણબત્તી સળગ્યા વગર રહે નહીં. અને જેને આત્મા હાજર છે, તે બધી મીણબત્તીઓ જ છે.
પ્રશ્નકર્તા : બોધ, પછી એમાં ઉપદેશ શબ્દ છે.
દાદાશ્રી : બોધ જુદી વસ્તુ છે અને ઉપદેશ જુદી વસ્તુ છે. ઉપદેશ સળગે કે ના ય સળગે અને બોધ સળગવો જ જોઈએ. બોધ બહુ કિંમતી વસ્તુ છે અને બોધ આપવાનો અધિકાર કોને છે ? ફક્ત જ્ઞાની એકલાંને જ. ઉપદેશ આપવાનો અધિકાર, તે જ્ઞાનીથી નીચેની કક્ષાના હોય તો ચાલી શકે.
૨૭૭
પ્રશ્નકર્તા : હવે, ‘સિદ્ધાંત’ શબ્દ સમજવો છે.
દાદાશ્રી : સિદ્ધાંત ! જેમાં એક સેન્ટ જેટલો વિરોધાભાસ ના હોય અને ત્રણે ય કાળમાં એ બદલાય નહીં. બીજું બધું બદલાયા કરે, પણ સિદ્ધાંત ના બદલાય. અનંતકાળથી એ બદલાય નહીં. તીર્થંકરો બદલાય, બીજું બધું બદલાય, પણ સિદ્ધાંત ના બદલાય.
બે માર્ગ ધર્મના. એક ઉપદેશ માર્ગ અને બીજો સિદ્ધાંત માર્ગ. ઉપદેશ માર્ગ, વાળી લેવાય એવા અહંકારથી હોય. ઉપદેશવાળાને, વાળી લે એવો અહંકાર હોવો જોઈએ અને સિદ્ધાંત, અહંકારરહિતપણે હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય, ત્યાં સુધી સિદ્ધાંતબોધ સમજાય નહીં ને !
દાદાશ્રી : પણ સિદ્ધાંતબોધ તો બાળકને સમજાય એવી વસ્તુ છે. આ ‘બધા’ સિદ્ધાંતબોધ સમજી ગયા ને ! આ ‘બધા' ઉપદેશબોધ તો જાણતાં જ નથી ને સિદ્ધાંતબોધને સમજી ગયા.