________________
વાણીનો સિદ્ધાંત
ગજું નથી. બુદ્ધિ કામ જ ના કરે. આ બધા બુદ્ધિશાળીઓ છે, તે બધા રોંગ બિલિફથી છે. અમે અબુધ છીએ. અમારી પાસે બુદ્ધિ નામે ય ના હોય.
૩૨૩
‘અમે’ અમારી લાઈફમાં કોઈને ના કહીએ કે ‘તમે મારું માનો.’ કારણ કે એ પોતાની સત્તામાં જ નથી. ‘મારું ખરું છે’ એવું માનવાનું ના હોય. ‘મારું છે, માટે ખરું છે' એવું મહીં થયા કરે, એ રોગ ઊભો થયો કહેવાય. આપણી સાચી વાત સામો કબૂલ કરે જ. જો ના કરે તો આપણે છોડી દેવું. આ વાણી મારી નથી. તેથી તેમાં ભૂલ ના થાય. ‘મારી વાણી છે’ એવું જ્યાં હોય, ત્યાં વાણીમાં ભૂલ થાય.
આ બધાંને કહું છું કે આત્મા કબૂલ કરે તો મારી વાત માનજો. નહીં તો મારી વાત માનવાને તમને કોઈ કારણ નથી. હું મનાવવા માટે નથી આવ્યો. જે સુખ હું પામ્યો છું, એ સુખ તમે પામો એવી મારી ઇચ્છા
છે. બીજી કોઈ ઇચ્છા નથી.
લાગે.
ફેર છે લોજિકલ તે સૈદ્ધાંતિકમાં !
પ્રશ્નકર્તા : ક્રમિકમાં વર્ણન કર્યું હોય, તે ઘણું લોજિકલ છે એમ
દાદાશ્રી : લોજિકલ છે માટે એ સત્ય નથી. લોજિકલ છે, માટે મહાવીરનું વાક્ય ન હોય આ. આપણો એક શબ્દ લોજિકલ નથી. પચ્ચીસ પચ્ચીસ વર્ષથી હું બોલ્યો છું પણ એક શબ્દ વિરોધાભાસ ઉત્પન્ન થયો નથી. ત્યાં સિદ્ધાંતની બહાર કશું હોય નહીં. સિદ્ધાંત એનું નામ કહેવાય કે અસિદ્ધાંતપણાને કોઈ કાળે ક્યારે ય પામે નહીં અને અસિદ્ધાંત એનું નામ
કહેવાય કે સિદ્ધાંતને ક્યારે ય ના પામે.
પ્રશ્નકર્તા : લોજિક એટલે શું ?
દાદાશ્રી : તર્ક બધું. અત્યારે ક્રમિકમાર્ગ બધો તર્ક ઉપર બંધાયેલો છે. ડેડલી છે અને તેથી પામતા નથી ને ! મરેલી વસ્તુમાં શું પ્રાપ્ત કરી શકશો ? અહીં કિંચિત્માત્ર લોજિક નથી.
પ્રશ્નકર્તા : પેલાં પોતે જે જાણે છે, ક્રમિકનું જે જાણે છે, એ પ્રમાણે
૩૨૪
વાણીનો સિદ્ધાંત
અક્રમને લોજિકલ કહે તો બરાબર કે નહીં ?
દાદાશ્રી : ના. કહેવાય જ નહીં અહીં. આ તો મહાવીરની વાણી કહેવાય. મહાવીરની વાણીને જો લોજિકલ કહે, તો પછી તો કોને સાચી વાણી કહેશે ?! આ તો ચોવીસ તીર્થંકરોની પરફેક્ટ વાણી છે !
પ્રશ્નકર્તા : આપણે ભલે ‘લોજિકલ’ શબ્દ પ્રયોગ કર્યો, પણ એ સમજી શકાય એવું છે, એમ એમનું કહેવું હશે ?
દાદાશ્રી : એ બરોબર છે. બુદ્ધિથી ના સમજાય તો કામનું જ નહીં. બુદ્ધિથી જ લોકો સમજીને આગળ વધે છે. પણ બુદ્ધિથી સમજાવી ન શકે. કોઈ પણ માણસ મહાવીરનો સિદ્ધાંત બુદ્ધિથી સમજાવી શકે નહીં. હા, એના એ જ શબ્દો, શાસ્ત્રોના શબ્દોથી સમજાવાય. પણ બુદ્ધિથી, પોતાના શબ્દોથી, એકુંય વાક્ય એકુંય માણસ નહીં બોલી શકે. મહાવીરની વાણી, અહંકારરહિત સિવાય કોઈ માણસ એક વાક્ય પણ બોલી શકે નહીં, એક વાક્ય નવું ઉત્પન્ન થાય નહીં. સમજવું જોઈએ આ. આ વાણી તો મહાવીરની વાણી કહેવાય. સૈદ્ધાંતિક વાણી મહાવીરની વાણી હોય. સૈદ્ધાંતિક વાણી શાસ્ત્રમાં ન હોય.
પ્રશ્નકર્તા : કૃપાળુદેવ શેનાથી સમજ્યા હશે ?
દાદાશ્રી : એ તો શાસ્ત્રના આધારે સમજેલા.
પ્રશ્નકર્તા : સિદ્ધાંત એટલે શું ?
દાદાશ્રી : સિદ્ધાંત એટલે વિરોધાભાસ ક્યાંય ન હોય. વીસ વર્ષ થાય, ચાળીસ વર્ષ થાય, પણ જે બોલ્યા હોય, જે લખ્યું હોય એમાં કોઈ દહાડો વિરોધાભાસ ના હોય. પેલું તો સંસાર તરફનું બધું વિરોધાભાસ કરનારું. હંમેશા બુદ્ધિ હોય ત્યાં વિરોધાભાસ હોય જ. અને બુદ્ધિ છે ત્યાં સાપેક્ષતા છે, એટલે વિરોધાભાસ હોય જ.
અક્રમ વિજ્ઞાત છે સૈદ્ધાંતિક !
આપણું વિજ્ઞાન તો ચોગરદમથી તાળો મળે એવું છે. બીજે