________________
વાણીનો સિદ્ધાંત
૪૬૯
૪૭૦
વાણીનો સિદ્ધાંત
ઊઠશો. પોપટ થઈને બોલો. આપણે કહીએ ‘આયા રામ’ તો પોપટ કહેશે, આયા રામ.' એવું બોલવું.
મને ‘જ્ઞાન’ નહીં થયેલું ને, ત્યારે કોર્ટમાં એક ફેરો જવાનું થયું હતું. સાક્ષી આપવાની હતી. ત્યારે વકીલ કહે છે કે, “આ હું તમને કહું એવું તમારે બોલવાનું.' કહ્યું, “ના, ભાઈ. હું જાણું છું એટલું બોલીશ. હું કંઈ તમારું કહેલું બોલવાનો નથી.' ત્યારે એ કહે છે, ‘મને આ ક્યાં તમારામાં ઊભો રાખ્યો ? હું ખોટો દેખાઉં. મારી આબરૂ જાય. આવા સાક્ષી મળે તો અમારો તો આખો કેસ ઊડી જાય.” ત્યારે મેં કહ્યું, ‘આનો ઉપાય શો ?” ત્યારે વકીલ કહે છે, “અમે કહીએ છીએ એટલું બોલવાનું.” પછી મેં કહ્યું, ‘કાલે વિચાર કરીને કહીશ.” પછી રાતે મહીંથી જવાબ મળ્યો, કે આપણે પોપટ થઈ જાવ. વકીલના કહેવાથી કહું છું, એવો ભાવ રહેવો જોઈએ ને પછી બોલો.
બાકી કોઈના માટે સારા કામ કરો તો બને ત્યાં સુધી જૂઠું બોલવાનું નહીં. કોઈના સારા માટે ચોરી ના કરવી, કોઈના સારા માટે હિંસા ના કરવી. બધી આપણી જ જોખમદારી છે.
જીભતો દુરુપયોગ ત્યાં... પ્રશ્નકર્તા : બોલવામાં જન્મથી જ તકલીફ છે.
દાદાશ્રી : જીભાજોડી ગયા અવતારે કરેલીને. જ્યાં ને ત્યાં ગાળો દીધીને, તેની જીભ જતી રહે પછી. પછી શું થાય ? બોલવામાં કાંઈ બાકી રાખે છે ? ઓછા કર્મ હશે તો, ફૂટશે પાછી. પાંચ-સાત વર્ષ પછી એવું કશું ય નહીં.
ખોટી વાણી બોલવાથી તો આ જીભ જતી રહેલી ને ! જીભનો જેટલો દુરુપયોગ કરો એટલી જીભ જતી રહે. પાંચ વર્ષ માટે, દસ વર્ષ માટે, દંડ છે એક જાતનો. કોઈને પચ્ચીસ વર્ષ પછી ય જીભ ઉઘડી જાય, કોઈને પાંચ વર્ષ પછી ય ઉઘડી જાય, અને કોઈને આખી જિંદગી ય ના ઉઘડે. એ દંડ છે બધો, ટૂંકો ય હોય ને લાંબો ય હોય.
સામો શાને સહે ? પ્રશ્નકર્તા : મારો સ્વભાવ, મારા વચન કડક છે. કોઈને પણ ચોંટી જાય, દુ:ખ લાગી જાય. મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું.
દાદાશ્રી : દુઃખ થાય એવું ના બોલવું જોઈએ. કોઈ જીવને દુઃખ થાય એવી વાણી બોલવી એ મોટો ગુનો છે.
પ્રશ્નકર્તા : આ વાણી એવી હોવાનું કારણ શું ?
દાદાશ્રી : રોફ પાડવા હારું ! બીજા ઉપર રોફ પડી જાય ને, એટલાં હા.
પ્રશ્નકર્તા : આપણે રોફ પાડવા માટે કડક બોલ્યા અને સામેવાળો માણસ સહન કરી લે છે. એ સહન કરે છે, એ શેના આધારે સહન કરે છે ?
દાદાશ્રી : એક તો, એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકળાટ ના કરવા હારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા હારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું, એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો.
એનો આધાર છે, પય અને પાપનો ! પ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ?!.
દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એનાં પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય.
પ્રશ્નકર્તા ઃ તો એને કંઈ નુકસાન નહીં ?
દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને